આજે તો મરતા મરતા બચ્યો

આજે મમ્મી પાપા જમીને આવવા નાં હતા એટલે  બપોરે જમવા નું લેવા જવાનું હતું . બપોરે ૧:૩૦ વાગ્યા ની આસપાસ હુ મારું સ્પ્લેન્ડર લઇ ને નીકળ્યો . રસ્તા પર તડકા ને લીધે ટ્રાફિક ઓછો હતો . એમાંય આપને તો નાના ઓછા ટ્રાફિક વાળા રોડ જ પસંદ કરીએ .

હુ  લગભગ ૪૦-૫૦ કિમી / કલાક ની સ્પીડ પર જતો હતો . રસ્તા પર કોઈ નાં હતું આગળ એક રિક્ષા વાળો જ હતો. હુ હજુ એની સાઈડ લેવા ની જ તૈયારી કરતો હતો ત્યાજ તેને યુ ટર્ન મારી લીધો . મારી પાસે એને ઠોકી દેવા સિવાય કોઈ વિકલ્પ જ નો હતો .

મેં બેય બ્રેકમારી દીધી અને હેન્ડલ વાળી નાખ્યું મારા ફ્રેન્ડ દુષ્યંતે શીખવેલા સ્ટંટ પેલી વાર કામ માં આવ્યો . હોન્ડા ૧૮૦ ડીગ્રી ઉપર ફરી ગયું અને મોરો ઉલટી દિશા માં થઇ ગયો . હુ માંડ માંડ બચ્યો .

રિક્ષા  વાળા કાકા સામે મેં સ્માઈલ આપી ને હાથ ઉંચો કરી ને જતો રહ્યો . એને આશ્ચર્ય થતું હોઈ એવું લાગ્યું . પણ આના સિવાય મારી પાસે કોઈ વિકલ્પ પણ નાં હતો એક તો એની "ગરીબ આવાસ" ત્યાં જ હતો અને કાકા થોડી મોટી ઉમર નાં હતા ......

ભાઈ  રિક્ષા વાળા ઉપર ક્યારેય કાઈ ભરોસો નો કરવો હો ............

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.