30 વટાવ્યાં પહેલાં આટલા કામ તો કરી જ લેજો હો .. ♥♥♥

(નોંધ: આ પોસ્ટ મેં ફેસબુક માં ઘણા સમય પહેલા વાંચેલ હતી અને સેવ કરી ને રાખી હતી . મને બોવ જ ગમી હતી એટલે અહી થોડા ફેરફાર સાથે  શેર કરું છું )¤ દરેક વ્યક્તિના જીવનમાં વીસથી ત્રિસ વર્ષની ઉંમર ખૂબ જ ખાસ હોય છે. તેમનાં ખૂબ બધા સપના અને તેને પુરા કરવા પોતાનો જોમ પણ એટલો જ હોય છે. તેથી જ પોતાની ત્રીસી વટાવ્યાં પહેલાં આટલાં કામ તો તમારે પુરા કરી લેવા જોઈએ..!!

¤
આ જીવન પોતાના માટે પણ જીવી લો..!

¤ 30
ની ઉંમર પહેલાં પોતાનાં ઘરનું ઘર ખરીદવું ખૂબ જરૂરી છે. જો એમ ન બની શકે તો ઘર ખરીદવા માટેનાં 75 ટકા જેટલાં પૈસા તો ભેગા કરી લજ લેવા જોઈએ. તેનાથી આપની અંદર સુરક્ષા અને આત્મવિશ્વાસ બન્ને વધશે..!!

¤
ઉંમર કોઈપણ હોય તમારું તમારા વજન પર નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. જોકે 30 વર્ષ બાદ આપ આપના વજન પર નિયંત્રણ રાખી શકતાં નથી. તેથી તમારો 30માં જન્મ દિવસ ઉજવે તે પહેલાં ફિટનેસ પ્લાન કરી લો જેથી આગામી દાયકો એટલે કે આપના 40 વર્ષ સુધીમાં તમે જેવા 30 વર્ષમાં છો તેવા જ લાગો...!!

¤
આપના રસ પ્રમાણેની બૂક્સ વાંચતા રહો. 30 વર્ષ સુધીમાં તમે ઓછામાં ઓછી 15 બુક્સ તો તમારા ક્લેક્શનમાં રાખવી જ જોઈએ જે તમને ખુબ પસંદ પડી હોય. અને જેમાંથી તમને ઘણી પ્રેરણાં મળી હોય...!!!!

¤
તમારી પસંદીદા ગાડી ખરીદો. પછી ભલે તે સેકેન્ડ હેન્ડ કેમ ન હોય. તમારા સપના પુરા કરવાની પુરે પુરા પ્રયાસ કરો..!!

¤
સોશલ નેટવર્કિંગ સાઈટ્સ દ્વારા તમારા બાળપણના મિત્રોને શોધી તેમનો સંપર્ક સાધો. જીવનમાં તમારી જુની યાદોને તાજા કરવી પણ એક રોમાંચ છે...!!

¤
હિન્દી ગુજરાતી અંગ્રેજી ભાષા સિવાય તમને પસંદ હોય તે એક ભાષા જરૂરથી શીખો..!!

¤
આપનો ઈન્શ્યોરન્સ જરૂરથી કઢાવી લો. ભવિષ્યમાં આપને ઘણો કામ લાગશે...!!

¤
બને તો દેશ-વિદેશના શેર પર જાઓ. જી હાં આ ઉંમરમાં બને તેટલી વધારે એડવેન્ચરિયસ ટૂર્સની મઝાં માણો, જિવનમાં આ જ ઉંમર છે જેમાં આપ મોટા માં મોટા ખતરા ઉઠાવી શકવાની તાકત ધરાવો છો..!!

¤
જ્વેલરી લો, આ આપને ભવિષ્યમાટે ખુબજ જરૂરી ઈન્વેસ્ટમેન્ટ છે..!!

¤
આપના મનમાં જે પણ ચાલતું હોય તેને શબ્દોમાં કંડારી આપનો બ્લોગ લખો. આપ ઈચ્છો તો આપની સાઈટ પણ બનાવી શકો છો..!!

¤
આ ઉંમરમાં બની શકે તો એક્સ્ટ્રા વર્ક કરો જેથી તમારા બધા જ ખર્ચા શોખ પુરા કરી શકો..!!

¤
બંજી જંપિંગ, પેરા લેન્ડિંગ, ટ્રેકિંગ જેવા રોમાંચક ખેલ પણ આ ઉંમરમાં માણી જ લેજો. તેનો રોમાંચ આપને ખૂબજ ખાસ અહેસાસ કરાવશે..!!

¤
ફોટોગ્રાફીનો શોખ જરૂર રાખજો આ ઉંમરમાંના ખાસ પળોને કેમેરામાં કેદ કરવાનું ચુકતા નહીં ભવિષ્યમાં આ જ તમારી યાદો બનશે..!!

¤
પોતાને ખાસ સમજો અને તે માટે ગ્રુમિંગ પણ કરો. તમારી જાતને આત્મવિશ્વાસું બનાવો. આપની સ્ટાઈલ અને પર્સનાલીટી એવી રાખો કે આપને મળનારું આપને કદી ન ભૂલે.!

¤ ક્રિકેટ , ફૂટબોલ ,વોલીબોલ જેવી તમને ગમતી રમતો રમવાનું ચાલુ રાખો , એ હમેશા તમને યુવાન રાખશે .

¤ લાઈફ પાર્ટનર  ને ગાંડો પ્રેમ કરો  આજ તો ઉમર છે જ્યાં બંને ને એકબીજા નાં  અનહદ પ્રેમ ની જરૂર હોઈ છે.
 

 
 


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.