આરક્ષણ : મત રળી ખાવા નું મશીન

આરક્ષણ નું નામ આવતા જ અમુક લોકો જે આરક્ષિત વર્ગ માં આવે છે એ નાકનું ટીચકું ચડાવશે , અમને તમારાથી કહેવાય જ કેમ ? અમે પાછાત છીએ અમે લઘુમતી છીએ એટલે ???  કોઈ દલિત ની હત્યા થાય , અરે દલિત નાં ઘર માં ચોરી થાય તો પણ બુમાબુમ શરુ થઇ જાય " આ દેશ માં દલિત નું કોઈ નથી , દલિતો સુરક્ષિત નથી " અરે ભાઈ આ દેશ માં Z-security વાળા નેતાઓ સિવાય કોઈ સુરક્ષિત નથી .

આરક્ષણ આપવું અને જરૂરિયાત મંદ લોકો ને લાભ આપવો એમાં કઈ ખોટું નથી . પણ જરૂરિયાતમંદ શબ્દ વધુ અગત્ય નો છે , અત્યારે જે લોકો ને આનો લાભ મળે છે એ બધા જ જરૂરિયાત મંદ છે શું ???  ખરે ખર તો આરક્ષણ નો લાભ પરિવાર ની આવક અને મિલકત પર થી થવો જોઈએ .

અત્યારે જે રીતે આરક્ષણ નો લાભ મળે છે એ ગધેડા આગળ બાંધેલા ગાજર જેવું છે . ગાજર ખાવાની લાલચ માં ગધેડું દોડ્યા રાખે અને હાથ માં કઈ નાં આવે . આ  ગાજર દેખાડી ને જ તો નેતાઓ એની મત પેટીઓ ભરે છે. ખરેખર તો આ ૭૦ વર્ષ માં લોકો ને સમજાય જવું જોઈએ . ખરેખર તો જે લોકો ને આરક્ષણ નાં લાભ ની જરૂર છે તે લોકો તો આનો લાભ મેળવી જ નથી શકતા . 

આપણો દેશ બિનસાંપ્રદાયિક છે . એનો મતલબ એમ કે દેશ માં ધર્મ નાં નામ પર કઈ પણ કાયદા કે નીતિઓ ઘડી નાં શકાય  તો પછી આરક્ષણ  જેવા લાભો ધર્મ પ્રમાણે કેમ ??? આ દેખીતો અન્યાય જ છે અને નેતાઓ ની લુંચ્ચાય આ અંગ્રેજો ની " ભાગલા પાડો અને રાજ કરો " ની નીતિ જ છે .

જો વિચાર કરો ૭૦ વર્ષ નાં વાના વાઈ ગ્યા પણ અનામત વર્ગ નાં લોકો ની હાલત ( ખરેખર જે સુધાર આવ્યો છે એ પણ આપ બળે થી ) તો એમ ની એમ જ છે. તો શું નથી લાગતું કે આ નીતિ માં કૈક ફેરફાર કરવો જોઈએ . આમાં કઈ ફાયદો નથી થતો તો આરક્ષણ નાં લાભ બંધ કરી બીજું કૈક વિચારવું જોઈએ અને એ પણ જાતિવાદ પ્રમાણે નઈ .

નેતાઓ પોતા નાં સ્વાર્થ મતે લોકો નો ઉપયોગ જ કરે છે એ દેખીતી વાત છે પણ જે પક્ષો સતા માં નથી આવી સકતા અને ખરેખર તેને કૈક કરવું છે તો આવા કળા કાયદાઓ અને બિનજરૂરી લાભો દુર કરવાની ભલામણ કરે તો બુદ્ધિજીવીઓ નાં મત અને સપોર્ટ મેળવી  શકે . 
Anti Reservation

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.