ખુશીઓનું સરનામું - ૨

બેંગ્લોરનો બોવ ટ્રાફિકવાળો રોડ છે. બધા તૈયાર થઈને પોતપોતાના કામે જવા નીકળ્યા છે. કોઈ મર્સિડીઝ લઈને જાય છે કોઈ પાસે હોન્ડાસીટી છે, તો વળી કોઈ પાસે મિડલક્લાસ ફેવરીટ અલ્ટો કે આઇ૧૦ કાર છે. કોઈ પાસે ડ્રાઈવર છે, કોઈ પોતે ડ્રાઈવ કરે છે. કોઈ મોંઘા બાઈકનો અવાજ કર્યા કરે છે તો કોઈ વળી સ્પ્લેન્ડર કે ડિસ્કવર લઇ ચુપચાપ નીકળી જાય છે.

રોડની બાજુમાં જ વાયુસેનાનું એરપોર્ટ છે. ત્યાંથી ક્યારેય નાં જોયા હોય એવા, જાતભાતના અવાજ કરતા હેલીકોપ્ટરો અને ફાઈટર પ્લેન ઉડાઉડ કરતા જ હોઈ છે. આ રોડ અને એરોડ્રામ વચ્ચે હમેશની જેમ રસ્તાનું ખોદકામ ચાલી રહ્યું છે. ઝરમર વરસાદ પડી રહ્યો છે એટલે મજુરો થોડીવાર આરામ કરવા બેઠા છે. કોઈ બીડી સળગાવીને આ ઠંડી મૌસમમાં ગરમીનો કશ  લઇ રહ્યો છે, અમુક ભૂખ્યા હોઈ પતરાળામાં ભાત કે ઈડલીથી પેટ ભરી રહ્યા છે.

એ જ રસ્તા પર નીકળી રહેલ દરેકના મોઢા પર ચિંતાની રેખાઓ છે. કોઈને ઓફીસ જલ્દી પહોચવું છે, કોઈને ટ્રાફિક સતાવે છે, કોઈને વરસાદ આવી જશે તો પલળી જવાની બીક છે. કોઈ ફોનમાં ઈયર પ્લગ ભરાવી વાતો કરી રહ્યું છે તો કોઈ વોટ્સ અપ કે મેસેન્જર એપ્સમાં ટાઈપ કરતા કરતા ઝડપથી ચાલી રહ્યું છે. મોટા ભાગના ઉચ્ચા પગારે આઈ ટી કંપનીઓમાં કામ કરતા લોકો છે, જીંદગી લગભગ સેટ છે પણ કઈક અજાણી ચિંતા, ગભરાટ કે મુંજવણ મોટા ભાગના લોકોના ચહેરા પર છે.

આ બધાથી થોડે દુર એક ૨૦-૨૨ વરસની યુવતી એક માટીના ઢગલા પર સુતી છે. એ આજુબાજુના ટ્રાફિક, મોંઘી ગાડીઓ, હેન્ડસમ બાઈકર્સ કે ઉચી એડી પહેરીને નીકળતી યુવતીઓથી પર છે. એ સુતા સુતા ઉપર આકાશને તાળી રહી છે, ઝરમર વરસાદના ટીપાઓ મોઢા પર જીલી રહી છે.આકાશમાં ક્યારેક ક્યારેક નીકળતા હેલીકોપ્ટરો અને ફાઈટર પ્લેનને જોઇને એની આંખો પહોળી થઇ જાય છે, જયારે બે હેલીકોપ્ટરો એકબીજાને નજીકથી ક્રોસ કરે ત્યારે તાલી પાળી ઉઠે છે. એ એમનામાં જ મસ્ત છે. એને એના ભવિષ્યની ખબર નથી, કોની સાથે લગ્ન કરશે કે ક્યાં અજાણ્યા શહેરમાં જવું પડશે ! એનો ભૂતકાળ પણ કદાચ એટલો ખુશ તો નહિ જ હોઈ, નાં તો એના માં બાપ પુરતો સમય આપી શક્ય હશે કે નાં તો સવલતો. એને આજુબાજુમાંથી નીકળતા લોકોના મોંઘા કપડા , મોબાઈલ કે ગાડીઓ જોઇને કઈ ઈર્ષા પણ નથી. બસ એ અત્યારની વર્તમાન ક્ષણો  માણી રહી છે.

ખુશીઓનું કોઈ માપ નથી , સમય નથી, કારણ નથી. ખુશ રહેતા શીખવું એ એક કળા છે જે શીખી શીખી શકતી નથી. બસ એમ જ આવડી જાય છે !!   
“જીવનની જે ક્ષણો તમે ખુશ રહી પસાર કરો છો એટલું તમે જીવ્યા છો !”

પહેલો વરસાદ .... અહા !

ખુશીઓનું સરનામું
ખુશીઓનું સરનામું , આ સાલી જીંદગી

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.