પહેલો વરસાદ .... અહા !

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા
           જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ,
                            એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા.

જોકે  આ પંક્તિ માં વરસાદ કરતા કોઈ ની યાદ નું વધુ મહત્વ છે પણ તોય કવિ પહેલા વરસાદ ને યાદ કરવા નું ભૂલી શક્ય નથી . હાલ તો અહી હું બેંગલોર માં છું અને અહી લગભગ રોજ વરસાદ આવે છે , ઉનાળા માં તો ખાસ. તો પણ , મૂળ જીવ તો ગુજરાતી ને ! જયારે જયારે વરસાદ આવે હૃદય ભાવુક થય જ જાય . 

આમ  તો પહેલા વરસાદ નું મહત્વ બધા માટે અલગ અલગ હોઈ. શહેર ની કાળજાળ ગરમી માં ,ભયંકર અકળામણ માં જયારે અચાનક વરસાદ નો ઠંડો પવન આવે ત્યારે જ મન બાગ બાગ થઇ જાય. જયારે વરસાદ નો પહેલો  છાંટો પડે ત્યારે તો કંપારી જ છૂટી જાય . અંદર ભીતર માં જ હરખ ની હેલી પડે. નેચર એક જ એવું છે જે તમને કઈ પણ કર્યા વગર અંદરથી જ આનદ અપાવે . 
પહેલો વરસાદ
પહેલો વરસાદ

નાનપણ  માં વરસાદ આવે એટલે સીધું બહાર શેરી માં દોડી જવાનું . આખા ગામ માં દોડતા દોડતા ભીંજાવા ની મજા જ અલગ હતી . સાથે સાથે "આવ રે વરસાદ , ધેબરીઓ પરસાદ , ઉની ઉની રોટલી ને કારેલા નું શાક " ગાવા નું પણ ચાલુ જ હોઈ .  કાગળ ની હોડીઓ બનાવી ને વરસાદ નાં પાણી ની રસ્તા પર ની નાની એવી નદી માં છોડી દેવાની મજા પણ અલગ જ હતી , એમાં પણ રેસ લાગે પાછી . ક્યારેય અગાસી નાં ભૂંગળા પર થી પડતા પાણી માં નહાયા છો ? જોગ નાં ધોધ ની નીચે રહી ને પણ એવો  આનંદ નાં આવે. 

વરસાદ  માં આટલા ખુશ થવાનું કારણ એ પણ હતું કે ખેડૂત ફેમીલી માં જન્મેલો . વરસાદ આવતા જ વાવણી ની આશા બંધાય. મોટેરાઓ પણ "આવ મહારાજ આવ " કહી ને જાને વરસાદ ને બોલાવતા હોઈ . બસ એમને માટે વર્ષ સારું જાય એમના માટે સઘળો આધાર વરુણદેવ પર જ હોઈ. 


યુવાની માં તો વરસાદ પ્રેમ અને રોમાન્સ નું માધ્યમ બની જાય . વરસાદ આવતા જ વાતાવરણ એકદમ બદલી જ જાય. એ ઠંડી હવા , શરીર પર પડતા વરસાદ નાં ઠંડા છાંટા, અહા!  રોમ રોમ માં રોમાંચ ઉભો કરી દ્યે . "ટીપ ટીપ બરસા પાની..." જેવા રોમેંન્ટિક ગીતો એમ જ કાન માં ગુંજવા માંડે . એમાંય પહેલો વરસાદ ! એ અસહ્ય ગરમી માંથી છૂટ્યા પછી વરસાદ જ પ્રેમિકા લાગવા માંડે તો પણ નવાઈ નહિ !

કાઠીયાવાડી  જીવ હોઈ , વરસાદ નો છાંટો પડતા જ ભજીયા યાદ આવી જાય . "મમ્મી હું વરસાદ માં ન્હાવા જાવ છું , આવું પછી  ભજીયા બનાવશું હો આજે " (બહાર નાં ભજીયા બોવ ઓછા ખાવ ) .  બાકી વરસાદ ની થોડી ઠંડક થતા જ ગરમા ગરમ ખાવા નું મન થઇ જાય . અમદાવાદીઓ તો દાળવડા નાં ભુકકા બોલાવી નાખે . ક્યાંક વાળી પુડલા , થેપલા વગેરે થી કામ ચલાવી લેવાય . 

આટલું  વાંચ્યા પછી જો રમેશ પારેખ ની આ પંક્તિઓ યાદ નો આવે તો સાહિત્ય નુંવાંચન કરવું જ રહ્યું .

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.

-રમેશ પારેખ

ચાલો ચોમાસું રસ્તા માં જ છે , તૈયાર રહેજો ! !

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.