નટા નું ફેક એકાઉન્ટ !!

અમારા ગામ માં નવું નવું ફેસબુક આવ્યું . જે ૧૦ પાસ હતા કે થોડા થોડા માટે રહી ગયા હતા એ બધા જીમેલ માં ઈમેલ આઈડી બનાવી ને ફેસબુક માં એકાઉન્ટ ખોલતા શીખી ગયા. આમાં અમારો કેશુ આવી ગયો . ત્યાં સુધી તો બધું બરાબર હતુ, પછી આ લોકો એ ગામ નાં કહેવાતા "નંગ" ને એકાઉન્ટ ખોલી આપ્યા. આ નંગ માં અમારો નટો પણ આવી ગયો .

જો કે નટા એ એમ જ સીધું એકાઉન્ટ નહિ ખોલેલું , પહેલા થોડી પૂછપરછ કરેલી.
નટો - "ભાઈ આ એકાઉન્ટ મફત માં જ ખુલે ને ? "
કેશુ - "હા , ખાલી નેટ જોઈ ...."
નટો - પણ બનાવી ને ફાયદો શું ?
કેશુ - "એમાં તું નવા ફ્રેન્ડ બનાવી સકે , એમાં તું મેસેજ મોકલી સકે ...!!"
નટો - સોકરિયું પણ હોઈ ?? એનેય મેસેજ જાય ?

પત્યું નટા એ પોતાનું એકાઉન્ટ બનાવી નાખ્યું. એક બે અઠવાડિયા થઇ ગયા પણ કાઈ મેળ નો પડ્યો. એકેય સોકરીયું એડ નો થઇ. નટો પાછો કેશુ પાસે ગયો .

નટો - " એલા એકેય સોકારીયું એડ નહિ થાતી , મુ સુ કરું ??"
કેશુ - " એમ થોડી કોઈ એડ થાય ,તને ઓળખતી હોઈ તો એડ થાઈ...."

નટો તો મુંજાય ગયો. હવે શું કરવું ? ત્યાં એને આઈડિયા આવ્યો કે "લાય ને હું જ સોકરીયું નાં નામ નું આઈડી બનાવું. પસી તો બધી એડ કરશે જ ને" હવે નટા એ બનાવી નાખ્યું "પરી એન્જલ". આલિયા ભટ્ટ નો ફોટો નાખી દીધો. હવે એકાઉન્ટ બનાવ્યું તો બનાવ્યું પણ નટા ને થયું કે આવું એકાઉન્ટ બનાવવા વાળો હું એક જ છું .

બે  જ દિવસ માં "પરી એન્જલ" ને રીક્વેસ્ટ આવી "પ્રિયા લાડલી" ની . પ્રોફાઈલ પીક માં કોઈ મોડેલ હતી. હવે નટો આ મોડેલ ને ક્યાંથી ઓળખતો હોઈ, એને થયું આ પ્રિયા નો રીયલ ફોટો છે.  નટો તો ખુશ ખુશ થઇ ગયો. હાઈ , હેલો થી વાત ચાલુ થઇ. ખુશી માં ને ખુશી માં ગામ નાં આખા ડાયરા ને થમ્સ અપ પાઈ દીધી . હવે તો નટો જાલ્યો જણાતો નો'તો. પ્રિયા લાડલી ને પરી એન્જલ ફેસબુક પર  પાક્કી બેનપણી બની ગઈ. રોજ સવારે ગુડમોર્નિંગ થી લઇ ને ગુડ નાઈટ સુધી વાતો ચાલુ હોઈ .

નટા ને થયું હવે "ઘા" મારવા જેવો છે. નટા એ "પ્રિય લાડલી" ને મળવા બોલાવી . આમ તો એને ફેસબુક માં અમદાવાદ લખ્યું તું  પણ રાજકોટ મળવા આવવા તૈયાર થઇ ગઈ. નટો તો તૈયાર થઇ ને ઉપાડ્યો . ગામ માંથી શર્ટ , જીન્સ , બુટ , ગોગલ્સ અને બાઈક બધું બીજા પાસે માંગી ને ભેગું કર્યું . હજુ સુધી "પ્રિયા  લાડલી" ને નટા એ કહ્યું નોતું કે એ છોકરો છે .

રાજકોટ રીન્ગે બીગ બાઇટ્સ ની સામે  મળવા નું નકી થયું. એકઝેટ સાંજે ૭ વાગે ત્યાં મળવાનું ફાયનલ કર્યું (સાંજે ૬ વાગ્યા સુધી તો કારખાને જવાનું હોઈ ને ). નટો ૬ વાગે તો પોચી ગયો. ત્યાં જઈ ને જોયું તો કેશુ બેઠો હતો .

નટો - " એલા કેશુ તું આયા શું કરશ"
કેશુ - " કઈ ની, એક દોસ્તાર ને મળવા આવ્યો તો .."

બેય ૭.૩૦ સુધી બેઠા.
કેશુ - " નટા સાચું  કે તું અહી શું કામ આવ્યો છો "
નટો - " એલા , ફેસબુક માં પ્રિયા લાડલી નામની સોકરી ને એડ કયરી તી. એને મળવા આવ્યો સુ "
કેશુ - " તું પરી એન્જલ સો ??"
નટો - "હા , પણ તને કેમ ખબર ?"
કેશુ  - " હું પ્રિયા લાડલી "

બેય એક બાઈક માં ગામડે પાસા આવી ગયા. તેદિવસ અને આજ ની ઘડી , નટા એ હજુ ફેસબુક ખોલ્યું નથી !!
  

1 ટિપ્પણી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.