આ વરસાદી સાંજ છે

અહી મસ્ત વરસાદ આવી રહ્યો છે ત્યારે રોમેન્ટિક મૂળ તો થવાનો જ ! આને કવિતા તો નાં કહી શકો પણ કૈક આડા અવળા શબ્દો ની ગોઠવણી કરી છે. વાંચો -


આ વરસાદી સાંજ છે આકાશ માં રંગબેરંગી ભાત છે પ્રિયતમા તારી મીઠી યાદ છે હા આ વરસાદી સાંજ છે ચલને નીકળીએ હાથ માં હાથ નાખી પેલી લાલ ક્ષિતિજ ને પેલે પાર ત્યાં ખાલી આપના પ્રેમ નો જ નાદ છે હા આ વરસાદી સાંજ છે ચાલને બેસીએ પેલા ડુંગરા નાં છેલ્લા પથ્થર પર મારી બાહો માં તારો પ્રેમ છે તારા પ્રેમ માં મારી જીંદગી છે હા આ વરસાદી સાંજ છે આવ સમાય જઈએ આપણે એકબીજા માં, કરને સ્પર્શ તારા હોંઠ નો મારા હોંઠ સાથે તસમસતા ચુંબનમાં પ્રેમ નો એકરાર છે હા આ વરસાદી સાંજ છે આકાશ માં રંગબેરંગી ભાત છે પ્રિયતમા તારી મીઠી યાદ છે હા આ વરસાદી સાંજ છે -અંકિત સાદરીયા

2 ટિપ્પણીઓ:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.