બુકરીવ્યું - તાગ - પન્નાલાલ પટેલ

પન્નાલાલ પટેલનું નામ આવતા જ માનવીની ભવાઈ અને મળેલા જીવ નવલકથા સામે આવી જ જાય. આ બે નવલકથા ના વાંચી હોઈ એવો ભાગ્યે જ કોઈ ગુજરાતી સાહિત્ય રસિક હશે. આ વખતે પન્નાલાલ પટેલની કોઈ નવી નવલકથા વાંચવાનું મન થયું અને લઈ આવ્યો "તાગ". આ નવલકથા લગભગ 15 દિવસમાં મેં પુરી કરી. 


pannalal patel


પન્નાલાલ પટેલની તાગ નવલકથા એક અલગ જ ટોપિક પાર આધારિત છે જેના પર ફિલોસોફી ઘણી લખાય છે પરંતુ વાર્તાઓ સાવ નહિવત. આ નવલકથામાં મુખ્ય પાત્રો સાવ ઓછા છે, એક ઠાકોર એક ઠાકોરની પત્ની અને એક ઠાકોરના મિત્ર કે માર્ગદર્શક વડીલ. આ ઠાકોર એકે નાનો યુવાન હોઈ છે જેમની પાસે રજવાડાના નામે અમુક જંગલી ગામ હોય છે જેમાં ભીલો સિવાય કોઈ રહેતું હોતું નથી. એમના લગ્ન થાય છે અને ઠકુરાન  આવે છે જે ઠાકોરને સમૃદ્ધ કરવા ભેંસોનો તબેલો ખોલે છે પરંતુ એક દિવસ અચાનક એનું મૃત્યુ થાય છે અને એ ફરીથી જીવંત થાય છે. સાચી વાર્તા અહીંથી જ ચાલુ થાય છે. આવું કેમ થાય છે? મૃત્યુ વખતેનો એને કેવો અનુભવ રહે છે?  મૃત્યુ શું છે? ભગવાન શું છે? આ બધું પણ વાર્તામાં ક્યાંક સમાય જાય છે. 


શરૂઆત કોઈ પણ પ્રાચીન નવલકથાની જેમ એકદમ  સરસ છે. તમને વાર્તા ધીમે ધીમે એ દુનિયામાં લઈ જાય છે. ધીમે ધીમે વાર્તામાં  નવા નવા પ્રશ્નો આવે છે જેના સમાધાન માટે તમને વાર્તા આગળ વાંચવા મજબુર કરે છે. વચ્ચે વચ્ચે વાર્તા ક્યારેક થોડી કંટાળાજનક બને છે કારણકે આમાં  સંજોગો સિવાય બીજું કોઈ દુશ્મન નથી, ત્રણ ચાર મુખ્ય પાત્રો જ આવે છે. પરંતુ વાર્તામાં ઉદભવતા પ્રશ્નો અને એનો ઉકેલ તમને ઝકડી  રાખે છે. આ નવલકથા એક અલગ જ ટોપિક કવર કરે છે મૃત્યુના અનુભવનો અને એ કેવી રીતે જીંદગી  બદલે છે! 


અનુભવી વાચકોને પન્નાલાલ પટેલની આ નવલકથા  જરૂરથી ગમશે. 

પન્નાલાલ પટેલના કેટલાક મનગમતા પુસ્તકો  - 

(અમેઝોન અફાઇલેટ  લિંક ) 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.