નાનપણની સાદીસરળ એ દિવાળી

દિવાળી ઉપર તો જેટલા નિબંધ લખીએ એટલા ઓછા, હિન્દૂ ધર્મ માટે આ સૌથી મોટો તહેવાર અને ઉપરથી ગુજરાતીઓ માટે તો વર્ષનો છેલ્લો દિવસ પણ. નાનપણની દિવાળીની યાદો પર તો પુસ્તક લખી શકાય પરંતુ અહીં થોડાક વાક્યો  લખવાનો પ્રયત્ન કર્યો છે - 


 નાનપણની સાદીસરળ એ દિવાળી,

નવા કપડાંથી ખુશખુશાલ એ દિવાળી,
પાપાને મળતા બોનસની માલામાલ એ દિવાળી
મીઠાઈઓની સોડમથી મઘમઘતી એ દિવાળી,
ઘીના દીવડાઓની ટમટમાતી એ દિવાળી,
ચાંદલીયાઓના ટકટકાટકની એ દિવાળી,
ફુલઝર પકડીને ખીલખીલાતી એ દિવાળી,
ચિરોડી કલર રંગોળીની ચકમકતી એ દિવાળી,
ઘરના લીપણથી લથપથતી એ દિવાળી,
નાનપણની સાદીસરળ એ દિવાળી.
શુભ દીપાવલી
~ અંકિત સાદરીયા

સૌને દિવાળીની શુભેચ્છાઓ.

diwali poem Gujarati


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.