બુકરીવ્યું - ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ - સ્વામી સચ્ચિદાનંદ

સ્વામી સચ્ચિદાનંદની આત્મકથા ટાઈપ પુસ્તક "મારા અનુભવો" વાંચ્યા બાદ જ એમનો ફેન થઇ ગયેલો. પછી તો એમના ઘણા પુસ્તકો વાંચ્યા. આ વખતે થયું લાવ થોડું ઇતિહાસ વિષે વાંચું એટલે આ પુસ્તક લઇ આવ્યો. શરૂઆતમાં તો પુસ્તક એમનેમ પડ્યું રહ્યું પરંતુ એકવાર વાંચવાનું શરુ કર્યા પછી એમાં માહિતીનો ધોધ છે. એવા ઘણા યુદ્ધો અને ઘણા શાશકો વિશેની વાતો છે જે ભાગ્યે જ ભણવામાં આવતી હોય કે મોટાભાગના લોકોને ખબર હોય ! 

Gujarati book review

આ બુકની શરૂઆત સિકંદરથી થાય છે જે આખું વિશ્વ જીતવા નીકળ્યો હતો. એમની સામે ભારતના રાજાઓ કેમ લડ્યા અને સિકંદરે જીતેલું ભારત પાછું કેમ મળ્યું. પછી તૈમુર અને બીજા પશ્ચિમના આક્રમણો, મોંગોલના ચંગીઝ ખાન અને એમના વંશજોના આક્રમણો. ભારતની ત્યારે સ્થિતિ કેવી હતી ? ભારતના રાજાઓ કેમ યુદ્ધ હારી જતા? મુશ્લીમો અને મોંગલો  ભારતમાંથી કેટલા હિંદુઓને ગુલામ બનાવી જતા, સ્ત્રીઓ અને બાળકોને કેવી રીતે બજારમાં વેંચતા એ ખરેખર જાણવું જોઈએ. એ પછી મુઘલો કેવી રીતે આવી ચડ્યા, એમને ભારત પર કેવી રીતે શશન કર્યું. કયો મુઘલ રાજા કેવો હતો, મુઘલો વખતે સમાજ વ્યવસ્થા કેવી હતી, ધર્માંતર કેવી રીતે થતું, મુઘલો લોકો પર કેવી રીતે કરવેરા નાખતા! આ બધું આજની પેઢીએ જાણવું જ જોઈએ. રાજપૂતો યુદ્ધો સમયે શું ભૂલો કરતા, રાજપૂતના ક્યાં ક્યાં  રાજાઓએ બહારના શાશકોને હંફાવ્યા વગેરે માહિતી પણ છે. પછી શિવાજીનો કેવી રીતે ઉદય થયો, એમને શા માટે સુરત લુંટ્યું, મરાઠાઓનું આંતરિક પોલિટિક્સ, મરાઠાઓનું પછી શું થયું? 

આ બધી માહિતી સ્વામી સચ્ચિદાનંદે  અલગ અલગ પુસ્તોકોમાંથી લીધેલી છે, એમનો રેફરેન્સ પણ છે. ઉપરથી એમના વિચારો પણ મુખ્ય છે જે હંમેશા  બોલ્ડ હોય છે. ભારતના દરેક માણસે આ પુસ્તક વાંચવું જોઈએ અને અભ્યાસક્રમમાં પણ સામેલ હોવું જોઈએ કારણ કે આપણો સાચો ઇતિહાસ આપણને જ નથી ખબર! આપણે એ જ અકબર કે બાબરને જાણીએ છીએ જે ફિલ્મમાં બતાવાય છે, એમને ભારતના લોકો પર કેવી રીતે રાજ કર્યું એ ભાગ્યે જ ખબર હોય છે. તૈમુર, બાબર, ચંગીઝ ખાનના વંશજોએ આ દેશ કેટલો લૂંટ્યો, કેવી રીતે લૂંટ્યો? એ આપણને સાચી ખબર હોવી જ જોઈએ. બાકી નાના મોટા દરેક યુદ્ધો વિષે પણ સારી માહિતી છે, કયો રાજા શા માટે જીતતો કે  કેવી રીતે હાર્યો વગેરે ..   

આ પુસ્તક અમેઝોન પરથી નીચેની લિંક પરથી ખરીદી શકો છો - 

અથવા અહીં ક્લિક કરો         


(અમેઝોન અફૈલાઇટ લિંક ). 



ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.