Olympics 2020 - એક ગોલ્ડ પણ ઘણા ગોલ્ડન પરફોર્મન્સ

આમ તો કાળમુખા કોરોનને લીધે ઓલમ્પિક 2020 એ 2021માં યોજાયો. હજુ ઓલમ્પિક શરુ થાય એ પહેલા જ   જાપાનમાં વિરોધ શરુ થયેલો, આ ઉપરાંત કોરોનની બીજી લહેરના લીધે પણ અનિશ્ચિતતાઓ હતી. આ બધા વચ્ચે જાપાનને ધન્યવાદ કે આયોજન સફળતા પૂર્વક પૂરું પડ્યું. આ પોસ્ટમાં આપણે ભારતના olympic 2020ના પરફોર્મન્સ વીશે વાત કરશું . 


ઓલમ્પિક 2020

ઓલમ્પિક 2020માં ભારતના 124 મોડલ મોકલ્યા હતા જેમાં 70 મેન અને 54 ફિમેલ ખેલાડીઓ હતા.આ ઓલમ્પિકના પ્રથમ દિવસે જ શરૂઆતની વેઇટ લિફ્ટિંગ ઇવેન્ટમાં જ મીરાબાઈ ચાનુંએ ભારતને સિલ્વર મેડલ અપાવી જબરદસ્ત ઓપનિંગ કર્યું. ભારતે પહેલી વખત મેડલ લિસ્ટમાં સિંગલ ડિઝિટમાં  રેન્ક જોયો. હીરોની એન્ટ્રી છેલ્લે હોય એમ છેલ્લે દિવસે નીરજ ચોપરા એ સીધો ગોલ્ડ પર ભાલો મારીને ભારતનું ગૌરવ વધારી દીધું. આ ઉપરાંત પીવી સિંધુ, લોવલીના, રવિ કુમાર દહિયા, બજંરંગ પુનિયા અને ભારતની હોકી ટીમે એક એક મેડલ અપવાનીને આ ઓલમ્પિક ભારત માટે બેસ્ટ ઓલમ્પિક બનાવ્યો. 

મેડલ જીતનાર ખેલાડીઓ વિશે વાત કરીએ એ પહેલા કેટલાક સ્પેશિયલ પર્ફોર્મન્સીસ 


1. અદિતિ અશોક. 


અદિતિ અશોક.

ગોલ્ફની રમતના અટપટા નિયમો અને લાંબી રમતને કારણે આપણી ચાંચ બહુ ડૂબે નહિ પરંતુ આ 23 વર્ષની છોકરીએ કમાલ કર્યું. ભારતે ગોલ્ફમાં 4 ખેલાડીઓ ઓલમ્પિકમાં મોકલેલા, એમાં બે મહિલા ખેલાડીઓ હતી. આમ તો ભારતને ગોલ્ફમાં કોઈ મેડલની આશા નહોતી એમાં પણ અદિતીનો વિશ્વમાં રેન્ક 200મોં હતો. 2016ના ઓલમ્પિકમાં પણ એનો રેન્ક 41મો  આવેલો. પરંતુ આ ઓલમ્પિકમાં એવી રીતે રમી કે છેલ્લે સુધી 200ના બદલે 2 રેન્ક પર રહી, છેલ્લા રાઉન્ડમાં એક ભૂલના લીધે બીજા નંબરથી ચોથા નંબર પર આવી અને મેડલથી  વંચિત રહી. 


2. ભારતીય મહિલા હોકી ટીમ 




ભારતીય મહિલા હોકી ટીમ  શરૂઆતમાં પોતાના લીગમાં સૌથી છેલ્લે હતી, પરંતુ પછીના મેચોમાં એવું શાનદાર પરફોર્મન્સ કર્યું કે હોટ ફેવરિટ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઓલમ્પિક ઇતિહાસમાં પ્રથમ વખત સેમી ફાઇનલમાં પહોંચી. ભારતીય મહિલા હોકી માટે આ એક શાનદાર જીત હતી. 

જીતનો જશ લેવા સૌ કોઈ આવે એમ આ મેચ પછી આ જ વિષય પર 2007માં  બનેલી ચક દે ઇન્ડિયા ફિલ્મે ટ્રેન્ડ કર્યું. શાહરુખ ખાન અને ભારતીય હોકી ટીમના ડચ કોચ Sjoerd Marijneની ટ્વીટર પરની ફ્રેન્ડલી ટ્રોલે ફેન્સ વચ્ચે આગ લગાવી. મીડિયાએ આખો દિવસ આ સમાચાર રિપીટ કર્યા. 

પરંતુ આ મેચ પછી ભારતનો સેમિફાઇનલ મેચ આર્જેન્ટિના સામે હતો જેમાં હાર મળી અને ગોલ્ડનું સ્વપ્ન રોળાયું. પછી બ્રોન્ઝ મેડલ માટે ફાઇટ બ્રિટિશ ટીમ  સાથે હતી પરંતુ એમાં પણ હાર મળતા  ભારતીય મહિલા હોકી માટે ઓલમ્પિક મેડલનું સ્વપ્ન પૂરું ના થયું.  તો પણ આ ઓલમ્પિક ભારતીય મહિલા હોકી ટીમ  માટે બેસ્ટ રહ્યો. 


3. કમલપ્રીત કૌર 




ફિલ્ડ ઇવેન્ટમાં નીરજ ચોપરા પહેલા કોઈ ફાઇનલમાં જવા વાળું  હોય તો એ હતી કમલપ્રીત  કૌર.  25 વર્ષની કમલપ્રીતે ડિસ્ક થ્રોમાં શરૂઆતથી જ સારું પ્રદર્શન કર્યું હતું. આ એમનો પહેલો ઓલમ્પિક હતો અને ફાઇનલ સુધી પહોંચીને છઠ્ઠું સ્થાન મેળવ્યું. 

આ ઉપરાંત સતીશ કુમાર જેને આંખ પાસે 13 ટાંકા આવ્યા હોવા છતાં નંબર 1 બોક્સર સામે રમ્યો, દિપક પુનિયા જે ભારતીય મહિલા હોકી ટીમની જેમ  સેમિફાઇનલ અને પછી બ્રોન્ઝ માટેનો મુકાબલો હાર્યો પરંતુ સરસ લડત આપી. આ ઉપરાંત મેરી કોમનો મુકાબલો પણ જજના લીધે વિવાદાસ્પદ રહ્યો. 

હવે વાત કરીએ ભારતને મેડલ અપવાનીને ઓલમ્પિકમાં નામ રોશન કરનાર ખેલાડીઓની - 


1. મીરાંબાઈ ચાનુ



ઓલમ્પિકના પહેલા જ દિવસે 49કિલો વેઇટ લિફ્ટિંગ કેટેગરીમાં 202 પોઇન્ટ  સાથે બીજુસ્થાન હાંસલ કરીને સિલ્વર મેડલ મેળવી ભારતને જબરદસ્ત ઓપનિંગ આપી હતી. મીરાંબાઈને પહેલા જ પદ્મશ્રી અને મેજેર ધાયનચંદ ખેલરત્ન પુરસ્કાર મળેલ છે. મીરાંબાઈએ આ પહેલા 2017માં અમેરિકામાં યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અને 2018માં ઓસ્ટ્રલિયામાં યોજાયેલ કોમનવેલ્થ ગેઇમ્સમાં ગોલ્ડ મેળવેલ છે. ઓલમ્પિકમાં આ એમનો પહેલો મેડલ છે. 


2. પીવી સિન્ધુ 




2016 ઓલમ્પિકમાં સિલ્વર મેડલ લાવનાર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુના વિશેષ પરિચયની કોઈને જરૂર નથી. પીવી  પાંસે આ વખતે ઘણી અપેક્ષાઓ હતી અને અપેક્ષા પર ખરી ઉતરે એવું પરફોર્મન્સ પણઆપ્યું. જો કે આગળ સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો અને પછી બ્રોન્ઝ  મુકાબલામાં શાનદાર પરફોર્મન્સ કરીને ભારતને બ્રોન્ઝ અપાવ્યો. ઓલમ્પિકમાં બે મેડલ જીતી લાવનાર ભારતની પ્રથમ ખેલાડી બની. પીવી સિંધુએ ઓલમ્પિક્સમાં 2 મેડલ ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયન્સશીપમાં 1 ગોલ્ડ ,2 સિલ્વર, 2 બ્રોન્ઝ જીત્યા છે અને કોમનવેલ્થમાં પણ એક બ્રોન્ઝ અને સિલ્વર જીતી ચુકી છે. 


3. લોવલીના બોરગોહૈન 



23 જ વર્ષની લોવલીના માટે આ પ્રથમ ઓલમ્પિક હતો. બોક્સિંગ માં મેરી કોમ અને બીજા નામોની વચ્ચે કદાચ એનું એટલું નામ પણ નહોતું. પરંતુ ઓલમ્પિકમાં અદભુત પ્રદર્શન કરી સેમિફાઇનલમાં પહોંચી. આ વખતે ભારત માટે સેમિફાઇનલ્સ બહુ જ  ખરાબ રહ્યા. લોવલીનાએ પણ સેમિફાઇનલમાં હાર સહન કરવી પડી પરંતુ આખરે બ્રોંઝ મેડલ જીતી ભારતની મેડલ ટ્રોલીમાં ત્રીજો ચંદ્રક ઉમેર્યો. 


4. રવિ કુમાર દહીયા



રવિ કુમાર પણ હજુ 23 જ વર્ષનો છે અને એના માટે પણ આ પ્રથમ ઓલમ્પિક જ હતો. આ પહેલા એશિયાની કુસ્તી  ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ જીતનાર રવિ કુમાર પાસે થોડી આશાઓ હતી. ભારતના બીજા કુસ્તી ખેલાડીઓના સાધારણ પ્રદર્શન વચ્ચે રવિ કુમારનું પ્રદર્શન જોરદાર રહ્યું. આખરે ભારતે સેમિફાઇનલ મુકાબલો જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. જો કે રવિકુમારને ફાઇનલમાં હાર સહન કરવી પડી પરંતુ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. રવિકુમારનો સેમિફાઇનલનો મેચ ઘણો જ રસપ્રદ રહ્યો. એ મુકાબલામાં આગળના રાઉન્ડમાં હારી રહેલ રવિ કુમારે છેલ્લી  થોડી જ મિનિટોમાં શાનદાર દેખાવ કરીને જીત મેળવી હતી.  પુરુષો તરફથી પહેલો મેડલ 5મી ઓગસ્ટે  રવિકુમારે અપાવ્યો. 


5. ભારતીય હોકી ટીમ 



1928થી લઈને 1972 સુધીના બધા ઓલમ્પિકમાં મેડલ લાવનાર ભારતીય પુરુષ હોકી ટિમ 1976ના ઓલમ્પિકમાં ખુબ જ ખરાબ પ્રદર્શન સાથે 7માં સ્થાને રહી પરંતુ પછીના જ 1980ના ઓલમ્પિકમાં ફરી કમબેક કરીને ગોલ્ડ મેડલ અપાવ્યો. આ  પછીના ઓલમ્પિકમાં ભારતીય હોકી ટિમનો દેખાવ સતત ખરાબ રહ્યો. એમ કહો કે હોકીના એક યુગનો અંત આવ્યો. 2008ના ઓલમ્પિકમાં તો ભારતની ટિમ ક્વોલિફાય પણ કરી શકી નહિ ! પરંતુ આટલા વરસો પછી હોકી ટીમે જોરદાર દેખાવ કરીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. સેમિફાઇનલમાં તો હાર મળી પરંતુ બ્રોન્ઝ મેચ જીતીને લગભગ 40 વર્ષ પછી હોકી ટીમે  ભારતને ઓલમ્પિકમાં મેડલ અપાવ્યો. ગોલકીપર શ્રીજેશનું પરફોર્મન્સ જબરદસ્ત રહ્યું.

5મી ઓગસ્ટ ભારત માટે જબરદસ્ત રહી, એક જ દિવસમાં 2 મેડલ મળ્યા એક સિલ્વર અને એક બ્રોન્ઝ. આ પછી સાતમી ઓઅગસ્ત એનાથી પણ જબરદસ્ત રહી, એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ ! 


6. નીરજ ચોપરા 


"ગોલ્ડ તો ગોલ્ડ હોવે"



પહેલા ઓલમ્પિકમાં એથ્લેટીક્સ રમતો ક્યારે શરુ થઈને પુરી થઇ જતી એ ખબર પણ ના રહેતી. એમાં પણ બરછી ફેંક જેવી રમત હાઈસ્કૂલમાં ક્યારેક રમ્યા હોઈ તો વળી થોડી ઘણી ખબર હોય. પરંતુ આ ઓલમ્પિકમાં 23 વર્ષના નીરજ ચોપરાએ કૈક અલગ જ પરફોર્મન્સ કરીને સૌને સ્તબ્ધ કરી દીધા.  શરૂઆતના રાઉન્ડમાં જ બેસ્ટ પરફોર્મન્સ કરીને ફાઇનલમાં જગ્યા બનાવી. ફાઇનલમાં એનો મુકાબલો બીજા 12 પ્લેયર્સ સાથે હતો જેમાં દુનિયાનો નંબર 1 પ્લેયર જર્મનીનો વિટર  પણ શામેલ હતો.

પહેલો ઘા રાણાનો એ ન્યાયે નીરજનો પહેલો જ 87 મિટરનો  થ્રો ભારતને ગોલ્ડ મેડલ અપાવવા માટે પૂરતો હતો. આ ગોલ્ડ સાથે જ ભારત મેડલ ટ્રોલી રેન્કિંગમાં છગડાની લાઈન પરથી ચોગડાની લાઈન પર આવી ગયું. 13 વર્ષ પછી ભારતે ઓલમ્પિકમાં ગોલ્ડ જીત્યો. આ પહેલા નીરજે કોમનવેલ્થમાં પણ ગોલ્ડ જીતેલો છે. 


7. બજરંગ પુનિયા 



બજરંગ પુનિયાએ 7મી ઓગસ્ટના રોજ જે દિવસે નીરજ ચોપરાએ ગોલ્ડ જીત્યો તે જ દિવસે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ બ્રોન્ઝ મેડલે આ ઓલમ્પિકને અત્યાર સુધીનો બેસ્ટ ઓલમ્પિક બનાવી દીધો.બજરંગ પુનિયાએ આ પહેલા કુસ્તીમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતેલો છે, કુસ્તી વર્લ્ડકપમાં પણ એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીતેલા છે.

ઓવરઓલ, આ ઓલમ્પિક ભારત માટે શ્રેષ્ઠ રહ્યો. ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. આ ઉપરાંત ઘણા ખેલાડીઓ ચોથા નમ્બરે આવ્યા. આર્ચરી અને શૂટિંગ જેમાં બહારતને મેડલની અપેક્ષા હોય છે એમને થોડા નિરાશ કર્યા. પરંતુ એથ્લેટીક્સમાં ગોલ્ડ અને એક બ્રોન્ઝ ભારત માટે બહુ મોટી વાત છે. આવતા ઓલમ્પિકમાં આ મેડલ્સનો આંકડો ડબલ ડીઝીટમાં પહોંચે એવું જરૂરથી લાગે છે.  

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.