બુક રિવ્યૂ - इब्नेबतूती - दिव्य प्रकाश दुबे
ગુજરાતીમાં ઘણી નવલકથાઓ વાંચી, અંગ્રેજીમાં પણ બે ત્રણ નવલકથા વાંચેલી છે પરંતુ હિન્દીમાં પ્રેમચંદજીની અમુક વાર્તાઓ સિવાય વધુ વાંચ્યું નથી. ત્યારે મિત્ર સ્મિતે આ હિન્દી નવલકથા "ઇબ્નેબતુતી" બુક એક્સચેન્જમાં આપી.
દિવ્ય પ્રકાશ દુબેનું નામ આમ તો સાંભળેલું એટલે ચંદ્રકાંત બક્ષીની પેરાલિસિસનો પૂરી કરીને સીધી જ આ વાંચવાની શરૂ કરેલી. અડધી વાંચ્યા પછી હું રાજકોટ જતો રહ્યો અને સાથે બુક લેવાનું ભૂલી ગયેલો એમાં એમ જ પડી રહી. પછી હમણાં મોબાઈલ બંધ થઈ જતા ફરી હાથમાં લીધી અને બે દિવસમાં જ પૂરી કરી.
આમ તો વાર્તા એકદમ સરળ છે, વાર્તામાં મુખ્ય બે જ કેરેક્ટર છે ગવરનમેન્ટ જોબ કરતી શાલું અને એનો દીકરો રાઘવ. રાઘવના પાપા આ દુનિયામાં રહ્યા નથી માં દીકરો બંને દુનિયા જીવે છે. રાઘવનાં અમેરિકાના વિઝા ફાઇનલ થઈ જાય છે અને એને મમ્મીની ચિંતા થાય છે. રાઘવની ગર્લફ્રેન્ડ નિશા અને રાઘવને એની મમ્મીની કોલેજ લવસ્ટોરી વિશે ખબર પડે છે અને વાર્તા અહીથી જામે છે.
વાર્તામાં શાલુની કોલેજની યાદોથી લઈને ત્યારનું પોલિટિકસ, અનામત અને જાતિવાદને પણ આવરી લીધાં છે. આ સરળ વાર્તામાં સૌથી ગમ્યું હોય તો વચ્ચે વચ્ચે લેખકે ઉમેરેલ ચિંતન. એકદમ સરળ ભાષામાં લખાયેલ આ નાના ફકરાઓ સાથે તમે ઘણું રિલેટ કરી શકો છો. જેમ કે
"बिना कुछ खोए एक लंबे सफर को पूरा नहीं किया जा सकता। सब कुछ खोने के बाद भी हमारा जो हिस्सा बच जाता है, असल में हम उतना ही होते है, बाकी सब तो बस शो - ऑफ है।"
"हर किसी को पता है कि पत्थर उछालने से आसमान में छेद नही होता लेकिन पत्थर उछालने में क्या है। कई बार आसमान भी पत्थर के इंतजार में होता है।"
તો તમે હિન્દી નવલકથામાં નવા નવા હોય તો વાંચવાની ખરેખર મજા આવશે.
ટિપ્પણીઓ નથી: