બુક રીવ્યુ - પેરેલિસિસ - ચંદ્રકાન્ત બક્ષી

ગયા વર્ષે અંતમાં ફેસબુક પર સારા વાંચવા જેવા ગુજરાતી પુસ્તકોનું સજેશન માંગેલું એમાં ઘણા બધા મિત્રોએ ચંદ્રકાન્ત બક્ષીની પેરેલિસિસ નવલકથા સજેસ્ટ કરેલી. પહેલા નામ પરથી લાગ્યું કે આ નવલકથા પેરેલિસિસના દર્દીની દુઃખદાયી કંટાળાજનક વાર્તા હશે પરંતુ ઘણા બધા લોકોએ સજેસ્ટ કરેલી એટલે તરત જ મંગાવી લીધી. એક દિવસ કામ પૂરું કરીને,  સાંજે જમીને વાર્તા વાંચવાની શરુ કરી કે છેક પુરી કરીને સૂતો. 


બુક રિવ્યૂ પેરાલિસિસ ચંદ્રકાન્ત બક્ષી


પેરેલિસિસ નવલકથાની પહેલી આવૃત્તિ 1967માં આવેલી. વાર્તા પણ એ જમાનાને અનુરૂપ લેટેસ્ટ છે જે આજે વાંચો તો પણ ક્યાંય જૂની લગતી નથી, જે તમને 70ના દાયકમાં પાછી લઇ જાય છે. ચંદ્રકાન્ત બક્ષીની આ નવલકથા મરાઠી, અંગ્રેજી, હિન્દી, રશિયન વગેરે ભાષાઓમાં પણ ટ્રાન્સલેટ થઇ છે. આ નવલકથા મુમબીની ગુજરાત યુનિવર્સીટીમાં પણ ભણાવવામાં આવે છે. આ પરથી જ તમને ખ્યાલ આવે કે વાર્તાનું અને લખાણનું લેવલ કેટલું ઊંચું છે. 


આ વાર્તા એક પ્રોફેશરની છે જે નાના એવા હિલસ્ટેશન પર રહે છે, રાત્રે સપના જુએ છે અને સવારે ચાલતા ચાલતા બેભાન થઈને એક હોસ્પિટલમાં પહોંચી જાય છે જ્યાં તેની સારવાર થાય છે. ત્યાંની મેટ્રેન ખુબ જ સારી રીતે એમની સારવાર કરે છે આ દરમિયાન બંને વચ્ચે વાતો થાય છે જે ખરેખર રસપ્રદ છે. આ વાતો પરથી પ્રોફેશરને પોતાનો ભૂતકાળ યાદ આવે છે જેમાં એમની દીકરી અને એમની પત્નીની વાતો છે આ તરફની વાર્તા એકદમ  ઝકડી રાખે એવી, ખુબ જ સરળ રીતે પરંતુ ઊંડાણ પૂર્વક લખાયેલી છે. 


એક પિતા અને મોર્ડન પિતાના સબંધો, બંને વચ્ચેનો વાર્તલાપ, દલીલો વગેરે આજે પણ એટલી જ મોર્ડન છે. બીજી તરફ પ્રોફેશરની સંભાળ લેતી હોસ્પિટલની મેટ્રેનની સમજદારી ભરી વાતો. બંને વચ્ચે ચાલતી લાગણીની વાતો અને સાથે ચાલતી વાર્તા તમને ક્યારેય એ દુનિયામાંથી બહાર આવવા નહિ દે એ ગેરંટી. 


આ 150 જેટલા પાનાની ચોપડી એક ઓસ્કાર વિનિંગ ફિલ્મથી જરાય ઓછી નથી. એક ફિલ્મની ટિકિટના ભાવમાં તમે આજે જ અહીં ક્લિક કરી ખરીદી શકો છો. હજુ ના વાંચી હોય તો જરૂરથી વાંચજો.  (અફેલાઇટ લિંક)


ચંદ્રકાન્ત બક્ષીનાં બીજા વાંચવા જેવા પુસ્તકો અહીં ક્લિક કરી અમેઝોન પરથી ખરીદી શકો છો.

બીજા ગુજરાતી પુસ્તકોના રીવ્યુ માટે અહીં ક્લિક કરો.


ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.