કાશ, એક સપનાની દુનિયા હોય!

જ્યારથી ચડ્યો છે તારા પ્રેમનો રંગ,
ત્યારથી હોળી રમુ કોને સંગ?

કાશ, એક સપનાની દુનિયા હોય,
કેસૂડાં સોળે કળાએ ખીલ્યાં હોય,
આંબા પર મોર હોય, કોયલના ટહુકા હોય
જ્યાં હું હોય,જ્યાં તું હોય
બીજું ના કોઈ હોય..

તું પકડી ગુલાલથી રંગે મને,
હું કેસૂડાંભરી પિચકારીથી નવડાવું તને.
હું તને બહોપાશમાં ઉંચકી લઈને ફરું ફુદરડી,
તું હાથ ઉપર કરી લહેરાવે ચૂંદરડી.
હું તારી ગરદન પર કરું પ્રેમના છૂંદણાં,
તું મારા ગાલ પર કરે હોઠોના ઉઝરડા.
એ દુનિયામાં વીતી જાય આખો જન્મારો
આમ જ રમતા રમતા રંગોની હોળી.

કાશ, એક સપનાની દુનિયા હોય!

- અંકિત સાદરિયા

( કવિઓની માફી સાથે..
થોડા આડા અવડા સુજેલા વાક્યો!)આ બ્લોગ પસંદ હોય તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.