બુક રીવ્યુ - આજુખેલે - ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ભટ્ટના મોટાભાગના પુસ્તકો મેં વસાવ્યા છે અને વાંચ્યા છે. આ વખતે લાઈબ્રેરીએ ગયો ત્યારે આજુખેલે પુસ્તક ધ્યાનમાં આવ્યું અને તરત જ ઇસ્યુ કરાવીને વાંચવાનું શરુ કરી દીધું. આ પુસ્તક ધ્રુવદાદાની જિંદગી પર છે એ ખબર હતી એટલે વાંચવાની વધુ જિજ્ઞાસા હતી. એક તો ધ્રુવદાદા જાહેરમાં બહુ આવતા નથી એટલે એમના વિષે બહુ ઓછી ખબર હોય છે. હું બેંગ્લોરમાં હતો ત્યારે એક વખત એમને મળેલો અને એમને એના જીવનના અમુક મજેદાર કિસ્સાઓ કહેલા. આ પુસ્તક મજેદાર અને ઊંડા કિસ્સાઓનો ખજાનો છે. 

પુસ્તકની વાત કરીએ તો આ પુસ્તક ધુવ ભટ્ટની આખી આત્મકથા નથી. આ  પુસ્તકમાં એમના જીવનના એમને ગમેલા, સાંભળેલા અને ક્યાંક કહેલા પ્રસંગો પ્રસંગો છે. આ સરળ લગતા પ્રસંગોમાં માનવતા, કરુણતા, હાસ્ય, દુઃખ બધું છે. શરૂઆત એમના બાળપણના પ્રસંગોથી થાય છે. ધુવ ભટ્ટ ઘણા અલગ અલગ ગામમાં રહેલા અને ભણેલા છે એટલે અલગ અલગ પ્રદેશો વિશે અને ત્યાંના લોકો વિષે પણ ઘણું છે. ત્યારબાદ એમની નોકરીના અમુક પ્રસંગો છે એમના અમુક રમુજી છે. આ ઉપરાંત એમના ગૃહસ્થ જીવનના પ્રસંગો પણ છે. છેલ્લે તમે ધુવ ભટ્ટને સાંભળ્યા હશે તો ખબર હશે કે એ અને એમના પત્ની બાળકોને વાર્તાઓ કહેતા પછી દરિયા કિનારે ફરવા લઇ જતા, એ બધા પ્રસંગો મજેદાર છે. 

"આજુખેલે" શબ્દ આમ તો અમે સૌરાષ્ટ્રમાં વાપરતા કે "આ વખતે" કે "આ દાવમાં". આજુખેલે દિવાળીમાં ફટાકડા લેવા ધોરાજી જવું છે. આજુખેલે મારે પેલી બોલિંગ નાખવી છે.  પ્રસ્તાવનામાં ધ્રુવભટ્ટ લખે છે કે "આ મારી આત્મકથા નથી. આત્મકથા લખવા જેટલી હિંમત કે સચ્ચાઈ મારામાં નથી. આ વાર્તા તો મેં દીઠેલાં, માણેલા જીવનના સૌંદર્યના સીધા સાદા  વર્ણનો છે".  248 પાનાના  આ પુસ્તકમાં એવા નાના નાના કિસ્સાઓનો ખજાનો છે જે આપણને સ્પર્શે છે, આપણી વચ્ચેના લાગે છે. ક્યાંય વધુ પડતું ઈમેજીનેશન નથી, જે છે એવું કહેવાયું છે. "

બુક રીવ્યુ

એક પિઝ્ઝા  કે મુવી ટિકિટની કિંમતનું આ પુસ્તક જરૂરથી વાંચજો 

અહીં ક્લિક કરીને ધુવ ભટ્ટનું આજુખેલે પુસ્તક ખરીદી શકો છો.  

(અમેઝોન અફાઇલેટ  લિંક) 


ધુવ ભટ્ટના બીજા સરસ વાંચવા જેવા અમેઝોન પરના પુસ્તકો - 

બીજા ગુજરાતી પુસ્તકોના રીવ્યુ માટે અહીં ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.