બૂક રીવ્યુ - નીરજા ભાર્ગવ by અશ્વિની ભટ્ટ

અશ્વિની ભટ્ટને આમ તો મેં બહુ વાંચેલા નહિ, પણ વખાણ બહુ સાંભળેલા. આ નવલકથાની પહેલા મેં એમની આયનો વાંચેલી જે થોડી હોરર ટાઈપ હતી જે મને ઠીક ઠાક  ગમેલી. કનૈયાલાલ મુન્શીની સળંગ ચાર નવલકથા પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ અને પૃથ્વીવલ્લભ  વાંચ્યા પછી કૈક નવું વાંચવાની ઈચ્છા હતી. ઘણા પુસ્તકો જોયા પછી અશ્વિની ભટ્ટ યાદ આવ્યા અને એમની આ બુક "નીરજા ભાર્ગવ"ઇસ્યુ કરી.

નીરજા ભાર્ગવ by  અશ્વિની ભટ્ટ


 જેમ નામ છે એ જ પ્રમાણે નીરજા ભાર્ગવ એક સુંદર છોકરી છે અને એની આસપાસની વાર્તા છે. એક સ્ટેશન માસ્તર ચેતન જે વાર્તાનો હીરો છે. વાર્તાની શરૂઆત આ સ્ટેશન માસ્તરના ઘરથી જ થાય છે. અચાનક એક રાત્રે મદદ માંગતી અજાણી સુંદર છોકરી આવી ચડે છે. જેને ઘરમાં રાખીને સ્ટેશન માસ્તર તપાસ માટે બહાર જાય છે. પાછો આવે છે ત્યાં ઘરમાં એક લાશ  પડી હોય છે અને છોકરી ગાયબ હોય છે. બસ પછી શરુ થાય છે એક ઝકડી રાખે, આંખનો પલકારો પણ ના મારવા દ્યે એવી મજબૂત સસ્પેન્સ થ્રિલર વાર્તા ! 

આ નવલકથાની ખાસિયત એ છે કે એમાં એક પણ બ્રેક નથી. પહેલા પાનેથી શરુ થયેલી વાર્તા છેક છેલ્લા પણે પુરી થાય છે. નાની નાની ઘટનાઓનું વર્ણન એટલું સ્પષ્ટ છે કે તમારા મગજમાં આબેહૂબ ચિત્ર ઉપજે. વાર્તાથી ધ્યાન ભટકે એવી એક પણ આડી  વાત નથી. ક્યારેક વધુ પડતું ડિટેઇલ વર્ણન બોરિંગ કરે પણ એનું કારણ પણ વાર્તાનું સસ્પેન્સ જ છે. અમુક વાતો વધુ પડતી કે અનરિયલ લાગે પણ જેમ્સ બોન્ડના મૂવીની જેમ વાર્તા મજેદાર છે. 

તો રાહ જોયા વગર, આ હોલીવુડ ફિલ્મને ટક્કર મારે આવી સસ્પેન્સ નવલકથા જલ્દી જ વાંચી નાખો, કિંમત પણ એક  જેટલી જ છે.  તમે બુક અહીંથી ખરીદી શકો છો => 


(અમેઝોન અફાઇલેટ  લિંક)

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.