બૂક રીવ્યુ - રાજાધિરાજ - કનૈયાલાલ મુનશી

 પાટણની પ્રભુતા (રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો અને ગુજરાતનો નાથ (રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો)  વાંચ્યા પછી ત્રીજો ભાગ "રાજાધિરાજ" વાંચવો જ પડે ને ! ગુજરાતનો નાથ પૂરી કાર્યને બીજે કે ત્રીજે જ દિવશે આ પુસ્તક વાંચવાનું શરુ કર્યું. રોજ રાત્રે ઊંઘ ના આવે ત્યાં સુધી વાંચ્યા જ કરું. આ બૂક પણ ગુજરાતનો નાથની જેમ થોડી મોટી બૂક છે એટલે વાર્તા પૂરી કરતા સમય લાગ્યો. આવડી મોટી વાર્તા  હોવા છતાં એક પણ પ્રકરણ થોડું પણ બોરિંગ નથી. 


બૂક રીવ્યુ - રાજાધિરાજ - કનૈયાલાલ મુનશી


રાજાધિરાજ વાર્તા પાટણના બદલે લાઠ, (જે પાટણના હેઠળ હોય છે) થી શરુ થાય છે. ગુજરાતનો નાથ વાર્તામાં હીરો બનેલ કાક ભટ્ટ રાજાધિરાજમાં પણ મુખ્ય પાત્ર છે. જયસિંહ સોલંકી પાટણનો રાજા બની ચુક્યો હોય છે. મુંજાલ અને મીનળદેવી ઘરડા થઇ ગયા હોય છે.  આ સમયે પાટણના રાજા જયસિંહએ જૂનાગઢની રાણી  દેવડીને મેળવવા જૂનાગઢ પર ચડાઈ કરી હોય છે. આ રાણી પહેલા જયસિંહને ગમતી હોય છે અને પછી રા' ખેંગાર એને જૂનાગઢ લઇ જાય છે અને બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે.  આના લીધે  ખેંગાર અને જયસિંહ વચ્ચે દુશ્મનાવટ વધે છે. પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાં જયસિંહ જૂનાગઢ પાડી શકતો નથી એટલે લાઠથી કાક ભટ્ટને બોલાવે છે.  કાકભટ્ટ વંથલી આવે છે, બીજી બાજુ લાઠમાં વિદ્રોહ થાય છે. વાર્તા વધુ રોમાંચક બને છે. 

આ બુકમાં કાક અને મંજરીની વાર્તા છે સાથે સાથે જયસિંહ વિષે ઘણું છે. જૂનાગઢના રા ખેંગાર અને રાણી  દેવડીની પણ વાત છે. જૂનાગઢ અને પાટની લડાઈ છે તો બીજી બાજુ લાઠને પાટણથી આઝાદ કરવાના વિદ્રોહ વિષે પણ છે. બાબરા ભૂતની પણ નાનકડી વાર્તા વણી  લીધી છે. તો આ સીરીઝનો છેલ્લો ભાગ ખુબ જ સરસ અને મહત્વનો છે. જો તમે આ બુક વાંચવાના હોય તો એક વાત યાદ રાખજો, પ્રસ્તાવના ના વાંચતા એમાં સ્પોઈલર છે !! 

 તમે આ બુક અનેઝોન પરથી ખરીદી શકો છો -


(અફેલેટ લિંક ) 

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.