બુક રીવ્યુ - ગુજરાતનો નાથ - કનૈયાલાલ મુનશી

શરૂઆતમાં આ મોટું પુસ્તક ચાલુ કરવાનું મન જ નહોતું થતું પરંતુ એક વખત પહેલું પ્રકરણ વાંચ્યું પછી ના રહેવાયું. જોબના કલાકો પછી થોડો થોડો સમય કાઢીને વીકેન્ડમાં રાત સુધી વાંચી ને 4-5 દિવસમાં જ પૂરું કરી નાખ્યું. આમ તો આ પુસ્તક "પાટણની પ્રભુતા" નો (રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો) બીજો ભાગ કહી શકાય.
પાટણની પ્રભુતાના પાત્રો અહીં પણ  છે કારણ કે આ પુસ્તક પણ ગુજરાતની ગાદી ની આસપાસની વાર્તાઓ વીશે છે. આ પુસ્તકમાં નવા પાત્રો કાક અને મંજરીની એન્ટ્રી થાય છે. બંને પાત્રો જબદસ્ત છે. પાટણની પ્રભુતા વાંચ્યા વગર પણ આ પુસ્તક વાંચી શકો છો. મોટા ભાગની જરૂરી હિન્ટ એ જ પાનામાં  આપેલી હોય છે. પરંતુ જો ગુજરાતમાં પાટણનું વર્ચસ્વ, પાટણની ગાદી સાંભળતા  મુખ્ય નાયકો, સોલંકી વંશ વિષે સારી રીતે સમજવું હોય તો પાટણની પ્રભુતાથી જ વાંચવાનું શરુ કરવું જોઈએ. 

Gujarat no nath

આ પુસ્તકમાં કાક ભટ્ટ કરીને એક બ્રાહ્મણ યોદ્ધો છે જે પાટણ મદદ માટે આવે છે. આ સમયે પાટણ અનેક સંકટોથી ઘેરાયેલું હોય છે. કાક ભટ્ટ અને મંત્રી મુંજાલ મળીને આ સંકટો દૂર કરવા પ્રયત્નો કરે છે. આ સમયે કાક ભટ્ટ પંડિતની જ્ઞાની છોકરી મંજરીના સંપર્કમાં આવે છે. બંને પાત્રો કેવી રીતે મળે છે, કેવી રીતે પ્રેમ થાય છે એ વાર્તા સરસ છે. આ ઉપરાંત જૂનાગઢ અને પાટણની જાણીતી દુશ્મની વિષે પણ છે રા નવઘણ કેવી રીતે પકડાય છે અને ખેંગાર નાનો હોવા છતાં તેને કેવી રીતે જૂનાગઢની ગાદી  મળે છે, ખેંગાર પાટણ સામે બદલો લેવા શું કરે છે. આ વાર્તામાં બીજો એક વિલન છે ઉદો શેઠ જે પાટણની પ્રભુતામાં સરસ રાજકારણ રમીને સોલંકીઓનો પ્રિય બન્યો હોય છે.  બીજા નાના નાના ઘણા પ્રસંગો અને પાત્રો છે જે વાર્તાને ક્યારેય નબળી કે બોરિંગ બનવા દેતા નથી. 

આ વાર્તાનો જ આગળનો છેલ્લો ભાગ છે  "રાજાધિરાજ" જે હું અત્યારે વાંચી રહ્યો છું. ગુજરાતનો ઇતિહાસ, મુખ્ય પાત્રોને  સમજવા આ પુસ્તકો દરેક ગુજરાતીએ વાંચવા જ જોઈએ. આ વાર્તા કોઈ વેબસીરીજથી ઘણી ઉપર છે ! 

તમે આ પુસ્તકો અમેઝોન પરથી નીચેની લિંક દ્વારા ખરીદી શકો છો. 


(અફેલેટ લિંક ) 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.