કોરોનાને એક વર્ષ પૂર્ણ !

આમ તો કોરોના વિશ્વમાં આવ્યો એને એક વર્ષ કરતા વધુ સમય થઇ ગયો. શરૂઆત તો ચીનમાં 2019માં જ થઇ ગઈ હતી એટલે કોવિડ 19  તરીકે ઓળખાય છે. ભારતમાં કોરોનાનો પહેલો કેસ જાન્યુઆરી 27ના કેરળમાં નોંધાયો હતો. ગુજરાતમાં કોરોનાને પહોંચતા થોડો સમય લાગ્યો હતો, માર્ચ 19ના વિદેશથી આવેલ બે વ્યક્તિઓ સૌપ્રથમ કોરોના પોઝિટિવ જણાયાં  હતા.  આ એક વર્ષમાં ઘણું બદલાય ગયું, ઘણું સમજાઈ  ગયું, ઘણું અનુભવ્યું, ઘણું એવું જીવ્યા જે વિચાર્યું નહોતું, ઘણું એવું ગુમાવ્યું, ઘણું એવું મેળવ્યું, ઘણી કસોટીઓ થઇ !

અત્યાર સુધીમાં ઓનલાઇન આંકડા પ્રમાણે 105મિલિયન લોકો કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે એમાં 2.28મિલિયન લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં આ આંકડો 10.8 મિલિયનનો છે અને એક લાખ 55 હાજર જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતની વસ્તી ગીચતા અને હોસ્પિટલ ફેસિલિટી જોતા સ્થિતિ ઘણી સારી છે. ગુજરાતમાં વચ્ચે પરિસ્થિતિ બગડી હતી ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં, આખરે બીજા રાજ્યો કરતા ગુજરાતમાં ઓવરઓલ સ્થિતિ સારી રહી. નાના ગામડાઓ સુધી હજુ સુધી કોરોના એટલો પહોંચ્યો નથી. 

one year of corona
ફોટો ક્રેડિટ - indialegallive


કોરોનાની  રસીઓ શોધાય ગઈ છે અને એમના ઉત્પાદનમાં ભારત પણ આગળ પડતું છે. પાડોશી દેશો ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા  અને બીજા 17 દેશોમાં ભારતની રસી પહોંચશે. રસીઓ હજુ કેટલી સેઇફ છે, વૃદ્ધો અને બીજી બીમારી ધરાવતા લોકોએ લેવી જોઈએ કે નહિ વગેરે ઉપર હજુ ચર્ચાઓ ચાલી રહી છે. ઘણી જગ્યાએ ખરાબ પરિણામો આવ્યા છે. જો કે  ભારતમાં સામાન્ય સાઈડ ઇફેક્ટ સિવાય હજુ વધારે કાંઈ થયું નથી. હજુ રસી કેટલી ઇફેક્ટિવ છે અને લાંબા ગાળાના સાઈડ ઇફેક્ટ પર પણ ચર્ચાઓ ચાલી રહી છે. આફ્રિકા અને યુકેના કોરોનાના નવા રૂપથી કેટલો ખતરો છે એ હજુ ખબર નથી!!

ભારતમાં 23 માર્ચના લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને લગભગ ત્રણ મહિના સુધી દૂધ, કરિયાણું  અને શાકભાજી સિવાય  બધું બંધ રહ્યું હતું.પછી ધીમે ધીમે અનલોકડાઉન શરુ થયા અને છૂટછાટો અપાતી ગઈ. જો કે ગુજરાતમાં હજુ ચારેય મહાનગરમાં રાતે 11 થી સવારે 6 સુધી બહાર નીકળવાની કે દુકાનો ખુલી રાખવાની મનાઈ છે. લોકોમાં કોરોનનો ભય નહિવત થઇ ગયો છે, લગ્નોમાં, આંદોલનોમાં, ચૂંટણીની સભાઓમાં, એમ જ રજાઓમાં જાહેર સ્થળોએ લોકો ભેગા થઇ રહ્યા છે. જો કે હજુ લોકો માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે.   ભારતમાં કોરોનના રોજના 50000 કેસની આસપાસ પહોંચેલા એ અત્યારે 12000ની આસપાસ આવી રહ્યા છે. શાળાઓ ખુલવાનું ધીમે ધીમે શરુ થયું છે, પરીક્ષાઓ ઓફલાઈન લેવાઈ રહી છે. જો કે હજુ પ્રાથમિક શાળાઓ ખુલી નથી. મોટા ભાગના આઇટી એમ્પ્લોય (મારા સહીત) હજુ ઘરેથી જ કામ કરી રહ્યા છે. ઓફિસો ખુલવાની તારીખો હજુ આવી નથી. બાકી ધંધાઓ રાબેતા મુજબ ચાલી રહ્યા છે. લોકો બહાર જમવા જઈ  રહ્યા છે જો કે ડાઈન  ઈન કરતા પાર્સલ લેવા વાળાઓની સંખ્યા હજુ વધુ છે.  

આ બધું બહારથી નોર્મલ લાગતી  દુનિયા એટલી નોર્મલ નથી રહેતી જયારે તમને શરદી ઉધરસ કે તાવના લક્ષણો દેખાય છે. એમાં ઓણ ઘરમાં કે પોતાને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો બધું એબનોર્મલ  થઇ જાય છે. હવે પ્રોપર દવાઓ અને જલ્દી ટેસ્ટની સુવિધાથી જલ્દી સાજા થઇ શકો છો પણ કોરોનટાઇન  પિરિયડ અને કોરોનની આફ્ટર ઇફેક્ટ તમને શારીરિક અને માનસિક રીતે ખોખલા કરી શકે છે. 

આ એક વર્ષમાં ઘણું બદલાઈ ગયું, લોકો ઇમ્યુનીટી પ્રત્યે વધુ જાગૃત બન્યા. સાઇકલોનું વેચાણ વધ્યું. ખાવામાં ખાતા ફળોનો ઉપયોગ વધ્યો, લીંબુનો તો બધો રસ નીચોવી લીધો. અમુક આયુર્વેદિક નુસ્ખાઓ વીશે  પણ લોકો જાણતા થયા. હળદળ તો પહેલેથી જ આપણી ઓલરાઉન્ડર દવા છે. આ ઉપરાંત શરીરની સ્વચ્છતા  પ્રત્યે પણ જાગૃતિ આવી, બહારથી આવી હાથ ધોવા કે નહાવું, કપડાં બદલવા વગેરે સામાન્ય થયું. હા પહેલા એટલું સામાન્ય નહોતું, હું હાલમાં જ બિગ બેંગ થીઅરી કરીને વેબ સિરીઝ જોવ છું , એમાં શેલ્ડન કૂપર જે મુખ્ય પાત્ર છે એ થોડો સનકી ફિઝિક્સ  રિસર્ચર હોઈ છે. જે કોઈ સાથે હાથ મિલાવતો જ નથી. એક જુના એપિસોડમાં એક વખત એ એના મિત્રને મજબૂરીમાં (પોતાની ભૂલ હોવાથી) હાઈ ફાઈ કરે છે અને પછી તરત જ સેનિટાઇઝરથી હાથ સાફ કરતો બતાવ્યો છે. એ ફન્ની  સીન આજે નોર્મલ છે !!

આ એક વર્ષમાં  કોરોના વોર્ડમાં ફરજ બજાવતા ડોકટરો, પરિચારિકાઓ અને  મેડિકલ ક્ષેત્રમાં કામ કરતા લોકોએ ખરેખર ઉત્તમ કામગીરી બજાવી છે જેમનો આભાર માનીએ એટલો ઓછો પડે. આ ઉપરાંત રસી માટે કામ કરતા લોકો , સંશોધન કરતા વૈજ્ઞાનિકો વગેરેએ પણ એટલી જ મહેનત કરી છે. આ ઉપરાંત જે શિક્ષકો સ્માર્ટ ફોન વાપરતા નહોતા એ પણ ઓનલાઇન ક્લાસ લઇ રહ્યા છે , ઓનલાઇન કસોટીઓ ચેક કરી રહ્યા છે જે ભવિષ્ય માટે ઘણું ઉત્તમ છે. ઘર સુધી શાકભાજી, ફળો અને દૂધ પહોંચાડતા ખેડૂતો, શાકભાજીવાળા, દૂધવાળા વગેરેએ પણ લોકડાઉન સરળ બનાવ્યું હતું.

આ કોરોના જલ્દીથી જલ્દી નાબૂદ થાય અને બધું સંપૂર્ણ નોર્મલ થાય, આખા વિશ્વમાં કોરોનાનો કેર પૂરો થાય, કોઈને પોતાના સ્વજનો ના ગુમાવવા પડે  અને કોરોનાને 2 વર્ષ માટે લેખ ના લખવો એવી પ્રાર્થના. 


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.