એક દિવસ બધું જ નોર્મલ થઈ જશે

એક દિવસ બધું નોર્મલ થઈ જશે અને આપણે ફરીથી આપણી રોજબરોજની જિંદગીમાં ખોવાઈ જશું. શું આપણી જીંદગીમાં કઈ ફર્ક પડશે? આપણે આ સમયમાં કઈ શીખશું??



જલ્દી જલ્દી ઉઠીને ટિફિન બનાવવાનું શરૂ થઈ જશે
સવારે વહેલું ઉઠીને નોકરીની ભાગદોડ શરૂ થઈ જશે
હા ભાઈ, એક દિવસ બધું જ નોર્મલ થઈ જશે.

બેંક એકાઉન્ટમાં ફરીથી રૂપિયા ક્રેડિટ ડેબિટ થઈ જશે
આવક જાવકના હિસાબો લાંબા થઈ જશે
હા ભાઈ, એક દિવસ બધું જ નોર્મલ થઈ જશે.

પછી ખબર નહીં વિડિઓ કોલ પણ ક્યારે થશે
રૂબરૂ મળશું કહીને ખબર નહીં ક્યારે મળવાનું થશે
હા ભાઈ, એક દિવસ બધું જ નોર્મલ થઈ જશે.

પેલી ચોપડીઓ ધૂળ સાફ કરી એમ જ મુકાઈ જશે
બોર્ડ ગેઇમ બાળકો પૂરતી સીમિત થઈ જશે
હા ભાઈ, એક દિવસ બધું જ નોર્મલ થઈ જશે.

હા ક્યારેક ક્યારેક મોલમાં મુવી જોવાઇ જશે
લાંબી વેબ સિરીઝ એમ જ ભુલાઈ જશે
હા ભાઈ, એક દિવસ બધું જ નોર્મલ થઈ જશે.

આખો દિવસ ઘરની બહાર જ, ઘરે જવાની રાહમાં કામ કરીશું
સાંજે ઓફિસથી આવીને એમ જ ટીવીની ચેનલો ફેરવી સુઈ જઈશું
હા ભાઈ, આપણે પણ નોર્મલ થઈ જઈશું.

બહાર નીકળતા કદાચ અનાયાસે જ માસ્ક યાદ આવી જશે
બહારથી આવીને કદાચ અનાયાસે જ હેન્ડવોશથી હાથ ધોવાઈ જશે
શું ભાઈ, એક દિવસ બધું નોર્મલ થઈ જશે??

જીવન ક્ષણિક છે, અને આપણા હાથમાં કાંઈ નથી,
આ દુનિયામાં ઘણું એવું છે જેની સામે આપણે લાચાર છીએ
શુ ભાઈ, એક દિવસ આ બધું સમજાઈ જશે !?

ફરીથી નોકરી ધંધો રૂપિયા પોઝીશનનો મોહ છોડી,
પરિવાર સાથે લોકડાઉન થવાની સમજ આવશે?
શું ભાઈ, એક દિવસ આટલી સમજ આવશે?

- અંકિત સાદરિયા.

આ બ્લોગ પસંદ હોય તો જરૂરથી ફોલો કરજો. આ બ્લોગનું પેજ "આ સાલી જીંદગી" ફેસબુક , ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો.

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.