કોરોના લોકડાઉન- વર્ક ફ્રોમ હોમ -૨

ઘરમાં જ ૨૦ જેટલા દિવસો થઇ ગયા છે. અમારા ઘરની ગેલેરીની સામે જ આંબાનો બગીચો છે. આબામાં કાચી કેરીઓ આવવા માંડી છે. કાલે અમે બહાર નીકળેલા ત્યારે ચાર પાંચ કેરી તોડી (ચોરી! ) લાવેલા. આ બગીચામાં રોજ બપોરે નીલગાયનું ટોળું આવે છે, લગભગ ૧૦ જેટલી નીલગાય હોય છે. નીલગાયને જોવી બહુ ગમે છે. સવારમાં મોરલાઓ પણ આવી ચડે છે. આસપાસમાં અવનવી ચકલીઓ અને બીજા પંખીઓ આવતા રહે છે, કાળી-પીળી ચકલી, ચમકતી બ્લુ ચકલી કરતા પણ નાનું પક્ષી, બ્લેક એન્ડ વ્હાઈટ ચકલી જેવું પંખી, ભગવાને ખરેખર કેટલી વિવિધતા બનાવી છે !  આજકાલ કુતરાઓ પણ બહુ ભસી રહ્યા છે, કદાચ એમને માણસો વગર એકલું લાગતું હશે, કે પછી ભૂખ્યા રહેતા હશે?
કોરોના લોક ડાઉન

(Btw  આવી સરસ મોબાઈલ ક્લિક્સ માટે મને ઇન્સ્તાગ્રામ પર ફોલો કરી શકો - ઇન્સ્તાગ્રામ લીંક )
 ૧૬માર્ચથી ઘરેથી જ  કામ ચાલુ છે જો કે હવે તો દિવસો ગણવાનું છોડી દીધું છે. ઘરેથી કામ કરવાની ધીરે ધીરે આદત પડતી જાય છે. નોર્મલી મને હેલ્પ માટે કોઈને મેસેજ કે કોલ કરવાનું બહુ મન નાં થાય. બહુ જરૂર પડે તો જ મેસેજ કરું પણ હવે ધીમે ધીમે તરત મેસેજ કરવાની ટેવ પડતી જાય છે. કામના સમયે ઘરમાં સુવાનું કે બીજે ક્યાય ધ્યાન ભટકતું નથી. આ અઠવાડિયે બહુ કામ રહ્યું, એક વીકમાં આટલા કલાક કામ મેં કદાચ ક્યારેય ઓફીસમાં જઈને પણ નથી કર્યું. જો કે હમણા હમણાં વાઈફાઈમાં બહુ પ્રોબ્લેમ આવે છે. ઘરેથી કામ કરવાના ઘણા ફાયદા પણ છે, ઓફીસ જવા આવવાનો સમાય બચે ઉપરાંત કારણ વગર તમને કોઈ ડીસ્ટર્બ નાં કરે. ક્યારેક ઓછું કામ હોય કે બહુ મન નાં હોય તો આરામથી પુસ્તક વાંચી શકો કે બીજી કોઈક પ્રવૃત્તિ કરી શકો. રાત્રે લેઈટ કોલ હોય કે બીજા કારણો માટે ફ્લેક્સિબલ  કલાકોમાં કામ કરી શકો. હવેથી આઈટી કંપનીઓએ(ખાસ કરીને ભારતની! ) વર્ક ફ્રોમ હોમને પોજીટીવ રીતે જોવાનું શરુ કરવું જોઈએ. અઠવાડિયામાં એક-બે વખત વર્ક ફ્રોમ હોમ કરી શકાય. જોઈએ હજુ કેટલો સમય આ સ્થિતિ ચાલે છે.

અહી વડોદરામાં ગરમી વધી રહી છે, પારો ૪૨ ડીગ્રી સુધી જાય છે. હજુ અહી શીફ્ટજ થયા હોય, એસી કે કુલર નથી. ઉનાળામાં છેલ્લા ૭ વરસોથી મોટાભાગે બેંગ્લોરમાં જ રહ્યો છું, આટલી ગરમીની આદત નથી. જો કે હજુ તો ગરમી વધશે !. જો કે કાઠીયાવાડમાં ખરા બપોરે તડકમાં રમતા રમતા ૧૫-૨૦ વરસ કાઢ્યા છે તો ગરમીથી  ટેવાતા વાર નહિ લાગે. 

ધીમે ધીમે ઘરમાં જ ચાલવાનું અને હળવી કસરતો કરવાનું ચાલુ કરી દીધું છે. કામ પૂરું થાય પછી અમુક સીરીઝ કે કૈક વાંચવાનું. ટીવીનું કેબલ ફીટ કરવાનું બાકી રહી ગયું હોય ટીવી બંધ જ છે. જો કે બેંગલોર હતા ત્યારથી જ ટીવીનું રીચાર્જ ફક્ત ક્રિકેટમેચ જોવા કરાવતો. હોટસ્ટાર લીધા પછી તો સાવ જ બંધ કરી દીધું હતું. ટીવી નો હોવાનો ફાયદો એ છે કે આપણે આપણા સમયે જે જોવું હોઈ તે ઈન્ટરનેટ પર શોધીને જોઈ શકીએ. બાકી ટીવીમાં એ જ રીપીટ પ્રોગ્રામ્સ જોવામાં કલાકો વેડફાઈ જાય.
લોકડાઉનને પણ ૧૦ જેવા દિવસો થઇ ગયા છે. ભારતમાં કોરોનાના કેસનો આકડો ૩૦૦૦ને વટાવી ગયો છે. અહી વડોદરામાં જો કે કેસ વધ્યા નથી. અમુક લોકોનું કહેવું છે કે ભારતમાં હજુ ટેસ્ટ ઓછા થાય છે, હોઈ શકે કદાચ. પણ સ્થિતિ હજુ સારી જ છે, બાકી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવવા મંડી હોત. સેલીબ્રીટીઓ અને બિઝનેસમેનએ કોરોના માટેના પ્રધાનમંત્રી ફંડ માટે કરોડોનો ફાળો આપ્યો છે, મેં પણ યથાશક્તિ ફાળો નોંધાવ્યો છે.

લોકડાઉન પહેલા થયેલા તગલીધી સમાજના મેળાવડામાં ઘણા દેશોથી લોકો આવેલા અને એમના લીધે પણ કોરોનોનાનો ફેલાવો ભારતમાં વધ્યો છે. ઉપરથી ઘણા લોકો પોલીસ અને ડોક્ટરોને સહકાર આપતા નથી એ ઘટનાઓ પણ સામે આવી છે. દિલ્લીમાં રોજનું પેટીયું રડતા મજુરોએ યુપી, રાજસ્થાનામાં પોતાના ઘર તરફ કુચ કરતા બોર્ડર પર મેળાવળો જામ્યો હતો. સરકારે સ્પેશિયલ બસો શરુ કરીને ઘરે પહોચાડ્યા. ખરેખર એક ભારતીય તરીકે શરમ અને ગુસ્સો આવે એવી ઘટનાઓ બની રહી છે. આ ઉપરાંત પણ લોકો લોકડાઉનને સમજતા નથી, કાલે શાકભાજી અને ફ્રુટ લેવા બહાર નીકળ્યા ત્યારે જોયું કે લોકો એમ જ એટીએમ પાસે બાઈકની ઘોડી ચડાવી બેઠા છે. સોસાઈટીના ગેટ પાસે મંડળીઓ જામી છે. હું અત્યાર સુધીમાં ૨૦ દિવસમાં ૨ વખત શાકભાજી લેવા બહાર નીકળ્યો છું. જો કે અહી અમારી સોસાયટીમાં આસપાસના ખેડૂતો મફતમાં શાકભાજી આપી જાય છે. કદાચ ખેડૂત જેટલું મોટું દિલ દુનિયામાં ભાગ્યે જ કોઈકનું હશે !

આજે એટલે કે પાંચ એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ  રાત્રે નવ વાગે નવ મીનીટ માટે ગેલેરીમાં રહી ટોર્ચ કે મીણબતી કરીને “આપણે એક છીએ” એ બતાવવાનું કહ્યું છે, મને બીક છે કે અગાઉની જેમ પબ્લિક કઈક નવો ભાંગરો વાટશે.  આ ટોપિક ઉપર ફન્ની જોકસ અને મિમ પણ બની રહ્યા છે. સામે મહિલાઓમાં સાડી ચેલેન્જને ટ્રેડીશનલ ચેલેન્જિસ વાઈરલ થઇ રહી છે. આ ઉપરાંત દુરદર્શન પર શરૂ થયેલ રામાયણના ટેલીકાસ્ટે વ્યુવરશીપના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ઉપરાંત મહાભારત, શક્તિમાન, ચાણક્ય જેવી જૂની હીટ સીરીયલો શરુ થઇ છે. આ સીરીયલો જોઈને લાગે છે અત્યારે કેમેરાથી માંડીને વીએફએક્સ કેટલું ઈમ્પ્રુવ થઇ ગયું છે. પણ ત્યારનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક, ગીતો, એક્ટિંગ વગેરે ઘણું ચડિયાતું છે. ઉપરાંત આ સીરીયલોમાં કઈ ઘોંઘાટ કે ઉતાવળ નથી, ત્યારની લાઈફસ્ટાઈલની જેમ જ સ્તો !


જો કે અમારે તો ઘરેથી કામ ચાલુ જ છે, આટલું બધું જોવાનો વાંચવાનો માણવાનો સમય શાની રવિ બે દિવસ જ મળે છે. ખરેખર જેને ૨૧ દિવસ પૂરી રજા મળી છે અને આર્થિક બહુ વાંધો આવે એમ નથી એ લોકો બહુ ભાગ્યશાળી છો. ધંધો નોકરી આખી જીંદગી કરવાના જ છે, આ સમય પરિવારને આપો, પોતાની જાતને આપો.


 “આ સમય પણ જતો રહેશે.” (અને કદાચ તમે એને બહુ યાદ કરશો ! ) .   
   
લોકડાઉન પહેલા આઠ દિવસ, વર્ક ફ્રોમ હોમ ટીપ્સ માટે આ વાંચો =>  Quarantine Life - આઠ દિવસ વર્ક ફ્રોમ હોમ) .   

"આ સાલી જીંદગી" પેજ ફોલો કરજો ફેસબુક લીંક, ઇન્સ્તાગ્રામ લીંક. 
  

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.