૨૧ દિવસ ઘરે બેઠા બેઠા શું કરવું ?

આપણા મોટાભાગના  ગુજરાતીઓને એકલા રહેતા આવડતું  જ નથી, આ ૧૦૦% સાચું છે. હનીમૂનમાં જાય તો પણ ફ્રેન્ડ્સ કે સગાવહાલામાંથી કોઈક કપલને સાથે લઇ જાય કે એકલા કેટલુંક ફરવું. ક્યારેય સાવ નિરાંતે એકલા બેઠા દરિયોમાં ડૂબતા સુરજને જોયો છે ? ક્યારેય સનસેટ પોઈન્ટ પર ઠંડી હવામાં અંધારું થઇ ત્યાં સુધી બેઠા છો ? ક્યારેય જંગલમાં એકલા એકલા ૪-૫ કલાકનું ટ્રેકિંગ કર્યું છે ? ક્યારેય સાવ અજાણ્યા જ સ્થળે એકલા ૪-૫ દિવસ રહીને ફર્યા છો ?  ક્યારેય એકલા એકલા બેસીને આખી નોવેલ પૂરી કરી છે ? જો હા તો તમને ૨૧ દિવસ કેમ કાઢવા એ આવડે જ છે..
હમણા ઘણા ફન્ની ફોટા આવે છે, કે ઘરે નવરા બેઠા બેઠા કિલોમાં કેટલા મમરા આવે એ ગણ્યા. હમ્મા હામમાં સોંગમાં કેટલી વાર હમ્મા આવે, ટીકટોક ડાઉન લોડ થઇ ગયું વગેરે. આ ફોટો તો પ્રો લેવલનો છે -   

જો કે કોમન સેન્સ છે, તમે ૨૧ દિવસ આવ ફ્રી હોય તો પુસ્તકો વાંચો (ઘણી ગુજરાતી બુક્સ ઓનલાઈન અવેલેબલ છે), મુવી જોવો , સીરીઝ જોવો, રમતો રમો અને આ લીસ્ટ પોત પોતાની રુચિ પ્રમાણે લંબાવી શકે છે . થોડા સજેશન હું આપી શકું છું.  
પુસ્તકો માટે - 
 • પ્રતિલિપિ , માતૃભારતી, અંતરનાદ  જેવી સાઈટ પર ગુજરાતી આખી બુક્સ મળી  રહેશે. પ્રતિલિપિ પર ધ્રુવ ભટ્ટની તત્ત્વમાસી, અકૂપારથી માંડીને લગભગ બધી બુક્સ છે. ઝવેરચંદ મેઘાણીની પણ બધી વાર્તાઓ છે. આ ઉપરાંત જીતેશ દોંગાની  વિશ્વમાનવ, નોર્થપોલ જેવી નવા યુવા લેખકોની બુક્સ છે.
 •  "ANYBOOKS " કરીને એક એપ છે, એના પર મોટા ભાગની અંગ્રેજીમાં બુક્સ ફ્રીમાં  મળી રહેશે 
સીરીઝ/સીરીયલો 
 • બાળકો અને પરિવાર સાથે જોવા માટે હોટસ્ટાર પર ફ્રી માં અમુક સરસ સીરીયલો છે જેમ કે નવું મહાભારત, બા બહુ ઔર બેબી, સારાભાઈ વી સારાભાઈ,ખીચડી..  યુટ્યુબ પર કદાચ દેખ ભાઈ દેખ છે.  
 • હિન્દી સીરીઝ તો પ્રાઈમ અને હોટસ્ટાર, યુટ્યુબ પર ઢગલો છે. તો પણ યુટ્યુબ  ધ વાઈરલ ફીવરની કોટા ફેક્ટરી, યે હૈ મેરી ફેમીલી અને પિચર્સ ચૂકવા જેવી નથી. 
 • અંગ્રેજી સીરીઝ પણ ઘણી જ છે પણ મને હમણા ગમેલી યંગ શેલ્ડન મસ્ત છે, બિગબેંગ થીએરી જોવાનું ચાલુ કરવાનું વિચારું છું ( જો કે મારે ઘરેથી કામ કરવાનું છે એટલે એટલો સમય નથી ). આ ઉપરાંત પ્રાઈમ પર  ટુ એન્ડ હાફ મેન વગેરે સરસ છે. 
ફિલ્મોનું સજેશન આપવાની જરૂર નથી. 
આ ઉપરાંત ઘરે ફેમીલી સાથે ઈશ્ટો, નવ કાકરી , લૂડો , કેરમ , પતો, ઉનો , બિઝનેસ જેવી ગેમ રમી શકાય. 

હવે અગત્યની વાત 
 • ૨૧ દિવસ કોઈ પણ આદત પાડવા માટે પૂરતા હોય છે તો આ સમયનો થોડો સમજીને ઉપયોગ કરો 
 • રોજ સવાર સાંજ ઘરમાં જ થોડી કસરત કે યોગા કરો 
 • તમારા ધંધા, નોકરી રિલેટેડ માહિતી , બુક્સ વાંચો, અપડેટેડ રહો, નવા આઈડિયા વિચારો 
 • આખો દિવસ સોસીયલ મીડિયા પર નાં પડ્યા રહો, મોબાઈલ પણ જરૂર પડે એટલો જ વાપરો. કોરોનાના ફાલતું મેસેજ ફોરવર્ડનાં કર્યા કરો. 
 • જે મિત્રો, સબંધીઓ, ગમતા વ્યક્તિઓ સાથે સમયના બહાને વાત નાં થઇ હોય એની સાથે વાત કરો 
 • તમારા બાળકોને કૈક નવું શીખવો , તમે પણ કૈક શીખો. રસોઈ, વોશિંગ મશીન ચલાવતા, મોબાઈલ/ લેપટોપના યુઝફૂલ ફીચર્સ વગેરે શીખી શકાય. 
 • કૈક પ્રવૃત્તિ જ કરતા રહેવું જરૂરી નથી , તમને ગમતા ગીત વગાડીને નિરાંતે બેઠા બેઠા સાંભળો, ગેલેરીમાં બેસીને પક્ષીઓ , પ્રાણીઓને ઓબ્સર્વ કરો , એમનમ કાઈ કર્યા વગર બેઈ જે મનમાં વિચાર આવે એ આવવા દ્યો. 
 • તમને કૈક શોખ હોય અને નોકરી કે ધંધાને લીધે સમય નાં મળ્યો હોય તો એમાં થોડી રુચિ લેવાનું ફરીથી શરુ કરો. 
બાકી વધારે પ્રવૃત્તિ માટે  જય વસાવડાનો એમના  પર લેખ  વાંચવા  જેવો =>  તો ઘરે બેઠા હવે  કરવું શું   ?

આ પણ વાંચો => વર્ક ફ્રોમ હોમના  પહેલા આઠ દિવસ 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.