લોકડાઉન 5.0 - અનલોક અનલોક અનલોક !


આખી દુનિયાનું જોઈએ તો કોરોના લગભગ 6-7 મહિનાનો થઈ ગયો છે. ભારતમાં આંકડો લાખને પાર કરી ગયો છે અને રોજના હજારો કેસ આવી રહ્યા છે. અમેરિકા અને બીજા દેશો કોરોના સામે હજુ એટલા જ લાચાર અને ઘૂંટણીયાભર છે. ત્યારે ભારતમાં લોકડાઉન ધીમે ધીમે ખુલી રહ્યું છે.

લોકડાઉન 1 અને લોકડાઉન 2 ના નિયમો બહુ આકરા હતા. દૂધ, કરિયાણું અને શાકભાજી સિવાય લગભગ કાઈ ખુલ્લું નહોતું , બહાર લોકો બહુ ઓછા દેખાતા હતા તો પણ કોરોના ધીમે ધીમે પગ ફેલાવી ભારતમાં  લાખને નજીક પહોંચી ગયો હતો. આ વખતે પરપ્રાંતીય મજૂરોનો પ્રશ્ન સામે આવ્યો. શ્રમિકો રોડ પર ચાલીને જ ઘરે, માદરે વતન જવા નીકળી પડ્યા. આ દ્રશ્યો બહુ કરુણ બન્યા. મીડિયા, વિરોધપક્ષ, લોકો બધા કોરોનાનું છોડીને મજૂરો માટે વિચારવા લાગ્યા. મજૂરોને જે તે સ્થળે રાખવા પૂરતું અનાજ કે રૂપિયા કે સાચી માહિતી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ રહી. ફાઈનાલી શ્રમિક ટ્રેનો દોડાવી પડી. સોનુ સુદ જેવા સેવાભાવી વ્યક્તિઓએ પણ પોતાની રીતે શ્રમિકોને ઘરે પહોંચાડવાની જવાબદારી લીધી. આ સમય દરમિયાન કોરોના કેટલો ફેલાશે, શ્રમિકો ઘરે પહોંચીને શું કરશે ત્યાં એમની જરૂરિયાતની વસ્તુઓ મળશે ? કારણ કે ત્યાં બેરોજગારી અને ગરીબી હોય એટલે તો એ પરપ્રાંતમાં મજૂરી કરવા આવ્યા હોય ને ! આ સમયે કોરોના કરતા મજૂરોને ઘરે પહોંચાડવાનો પ્રશ્ન મોટો બની ગયો.

2 મહિનાના લોડાઉન પછી લાગ્યું કે આમ પણ લોકડાઉનમાં કોરોના કંટ્રોલ બહાર જતો રહ્યો છે તો હવે બહુ લોકડાઉનનો ફાયદો નથી.લોકડાઉન 3.0 અનલોકડાઉન બન્યું અને ધીમે ધીમે પરમિશન વગર ટ્રાવેલ કરવાથી લઈ દુકાનો, કારખાનાઓ ખોલવાની મંજૂરી મળી. આમેય ઇકોનોમી અને નાના ધંધાર્થીઓ માટે પણ આ પગલું અનિવાર્ય હતું. ધીમે ધીમે બધું ખુલવા માંડ્યું, ફ્લાઇટ્સ પણ શરૂ થઈ. તો આ બાજુ  ગ્રીનજોનમાં રહેલ જિલ્લાઓમાં પણ કેસ આવવા મંડ્યા. ભારતમાં ટોટલ કોરોના કેસનો આંકડો લાખને પાર કરી ગયો. હવે લોકડાઉન 4.0 આવ્યું જેમાં લગભગ દિવસ માટે બધી છૂટછાટો છે. 

હવે છૂટછાટો મળી છે ત્યારે ન્યુઝ ચેનલથી માંડી લોકો એવી રીતે વર્તન કરી રહ્યા છે જાણે કોરોનાનું અસ્તિત્વ જ જતું રહ્યા છે. શું લોકડાઉન હતું ત્યાં સુધી જ કોરોના હતો? આજે અમુક કામ માટે બજારમાં ગયો ત્યારે લગભગ બજાર સાવ નોર્મલ છે. હા 80% લોકોના મોઢા પર માસ્ક છે. લોકોને લાગે છે કે માસ્ક અને સેનિતાઈઝરથી કોરોના નહીં આવે.  જ્યારે આટલા કેસ હોવા છતાં લોકડાઉન ખુલી રહ્યું છે ત્યારે વિરોધ કરવા વાળું લગભગ કોઈ નથી. 

હવે કોરોના એક જ વ્યક્તિથી કેટલા લોકો સુધી ફેલાશે એનું કોઈ ગણિત જ નથી. કદાચ હર્ડ ઇમ્યુનિટીનું ગણિત હોય, પણ જો કોરોનાનો ડેથ રેટ 1% પણ ગણો તો કરોડની આજુબાજુ લોકો મરે. આ ઉપરાંત દવાઓ, ડોકટરો અને હોસ્પિટલોની  ઘટ પડી જાય તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે. તો વળી ઘણા લોકો એમ માને છે ઇમ્યુનિટી સારી હોય તો કોરોના કાંઈ બગાડી શકશે નહીં. કદાચ આ સાચું  હોઈ પણ ટ્રાન્સમિશન તો થાય જ ને!
 
પરંતુ  અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કોરોનાનો ટેસ્ટ કરાવવો પણ એક ચેલેન્જ છે. તમને અમુક લક્ષણો હોય તો તરત જ ડર લાગવા માંડે અને તમને લાગે કે મારે ટેસ્ટ કરાવવો છે તો એ શક્ય નથી! તમે સ્વાઈન ફલૂ કે બીજા ગમે તે રોગ માટે ગમે ત્યારે ટેસ્ટ કરાવી શકો છો પણ આમાં આવી કાઈ આઝાદી નથી. તમારા રૂપિયે પણ તમે ટેસ્ટ નથી કરવી શકતા. ઘણી વખત રિપોર્ટ આવવામાં બહુ જ મોડું થઈ જાય છે.  ઉપરથી રિપોર્ટ કરાવવા માટે સરકારથી માંડીને બીજી મંજૂરીઓ લેવી જરૂરી છે. આ પ્રોસેસના તણાવમાં જ કદાચ માણસ મરી જાય !!

તો હવે કાલથી લગભગ બધું શરૂ થાય છે, 2-3 તબક્કામાં સાવ તંત્ર કાર્યરત થઈ જશે, ઇકોનોમી ય સરખી થઈ જશે પણ હવે એ જોવાનું કે આ મહામારીની શરૂઆત છે કે અંત !!

જે ભી હોય..જબ તક એ ગેમ ચલતા રહેગા, અપુન ઇધર ઈચ હૈ !

 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.