બુકરીવ્યું - ધ રામબાઈ by જીતેશ દોંગા

વિશ્વમાનવ અને નોર્થપોલ પછી જીતેશ દોંગાની ત્રીજી નવલકથા "ધ રામબાઈ" પબ્લિશ થઇ ચુકી છે. વિશ્વમાનવ અને નોર્થપોલ યુવાનોને ખુબ જ ગમેલી અને કદાચ કોઈ નવોદિત લેખક માટે સૌથી વધુ વંચાયેલી નવલકથા હશે. આગળની બંને નવલકથામાં એક યુવક છે કે યુવતી જે જે સપનાઓમાં જીવે છે , ફેન્ટસી છે જયારે આમાં સચ્ચાઈ છે. જે વાંચકોએ આ બંને નવલકથા વાંચી છે એ તો જીતેશની ત્રીજી બુકની એક વર્ષથી રાહ જોઈ રહ્યા છે. તો આ ત્રીજી નવલકથા "ધ રામબાઈ" મને કેવી લાગી !  

ધ રામબાઈ by જીતેશ દોંગાબુક રીવ્યુ - 

રામબાઈ એ એક વીરાંગના છે જે યુદ્ધ મેદાનોમાં નહિ પરંતુ જિંદગીના મંચ પર લડી છે. આ પુસ્તક આગળની બંને વાર્તાઓથી તદ્દન અલગ છે. આ વાર્તા યુવાનોથી લઈને વૃદ્ધો બધાને ગમે એવી છે. અહીં વાર્તા વિષે કોઈ સ્પોઈલર નહિ લખું, પુસ્તકના પાછળના કવરમાં છે એટલું પણ નહિ ! રામબાઈ વાંચવાની તો જ મજા આવે જો તમે રામબાઈ વિશે  કાંઈ જ પૂર્વગ્રહ ના રાખે.
વાંચક તરીકે રામબાઈ એક એવી સફર છે જે દરેક વાંચકને માણવી ગમે. શરૂઆત એક જૂની નોવેલ ટાઈપ લાગે તમને  એક સદી પાછળ ઢસડી  જાય. એમાં આવતા ચિન્હો અને કુદરતી વર્ણનો આ વાર્તાને બધાથી અલગ પાડે છે. રામબાઈ આ વિશાળ  બ્રહ્માડનું જ એક પાત્ર છે અને આમ જોવા જઈએ તો આપણી આસપાસ પણ આવી ઘણી રામબાઈ છે જેના ઉપર કોઈએ ચોપડી લખવાનું સાહસ કર્યું નથી. વાર્તા ભલે "રામબાઈ" પર હોય પણ  પ્રો ફેમિનિસ્ટ જરાય નથી. રામબાઈ એક સત્ય ઘટના છે  જે આ ધરતી પર બની ચુકી છે. 

વાંચન એક્સપિરિયન્સ 

મેં આ પુસ્તક પ્રુફ રીડીંગમાં જ વાંચેલુ. જયારે વાંચવાની શરૂઆત કરી ત્યારે નોકરીમાં પેપર મૂકી દીધું હતું એટલે સાવ નવરા હતા. ઓફિસમાં જ કામ પતાવી સોફા ઉપર બેઠા બેઠા વાંચવાનું શરુ કર્યું. પુસ્તકના બે ત્રણ ચેપ્ટર તો એમ જ એક બેઠકે જ વાંચી નાખ્યા. પછી શનિ રવિ રજા હોય શુક્રવારની રાતે વાંચવાની શરુ કરી અને સવારે પુરી કરી. હું એક અલગ જ વિશ્વ જીવી આવ્યો જે વિશ્વ આપણી જ આસપાસનું પોતીકું લાગ્યું પણ અલગ લાગ્યું. આ દરમિયાન આગળ શું થશે એ ઇન્તજાર સાથે સાથે હું એ માહોલમાં લગભગ ભળી જ ગયો. વાંચતા વાંચતા મોઢા પર સ્માઈલ આવી ક્યારેક ચેપ્ટર પૂરું થયા પછી હું શૂન્યાવકાશમાં  ખોવાય  ગયો અને ક્યારેક રડ્યો પણ ખરો. આગળ કહ્યું એમ રામબાઈ અનોખી છે પણ આવી અનોખી રામબાઈ આપણી નજીકમાં પણ હોઈ શકે અને વાર્તા તમને એમના જીવન વિશે વિચારતા કરી મૂકે !  છેલ્લે તમારે નક્કી  કરવાનું છે કે રામબાઈ સાચે જ "ધ રામબાઈ" છે કે નહિ !!

શું ગમ્યું 
- વાર્તા , જે કોઈ પણ નવલકથાનો પાયો છે 
- લખાણ, જીતેશ  દોંગાનું લખાણ પહેલી બે નોવેલમાં જ એટલું મજબૂત હતું જે આમાં પણ છે.
- આસપાસના કુદરતનું વર્ણન , પુસ્તકમાં ઉમેરેલ ચિત્રો 


શું ના ગમ્યું 
-  વાર્તાનો મધ્યભાગ  થોડો લાંબી લાગી શકે ( જે એડિટિંગ પછી સુધારી લીધેલ છે)
-  બે ત્રણ મુખ્ય પાત્રો સિવાય બીજા પાત્રોને ઓછો રોલ (પરંતુ આનાથી કદાચ વાર્તા વધુ લાંબી થઇ જાત )

પુસ્તક અહીંથી ઓનલાઇન ઓર્ડર થઇ શકશે - 
અમેઝોન પરથી બુક ઓર્ડર  કરવા અહીં ક્લિક કરો

હવે નવલકથા આપના નજીકના દરેક બુકસ્ટોર પર પણ ઉપલબ્ધ હશે.

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.