બુક રીવ્યુ - પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી

ભાગ્યે જ એવો કોઈ ગુજરાતી નવલકથાનો રસિક હશે જેને આ પુસ્તકનું નામ ના સાંભળ્યું હોય. કનૈયાલાલ મુનશીની એક પણ નવલકથા ના વાંચી હોય એવા કેટલા ગુજરાતીઓ હશે ? જવાબ છે બહુ બધા ! હા, જે રેગ્યુલર ગુજરાતી પુસ્તકો વાંચે છે એમને ઓછામાં ઓછું એક તો કનૈયાલાલ મુનશીનું પુસ્તક વાંચ્યું જ હશે કે વાંચવું જ જોઈએ. પરંતુ જે લોકો ગુજરાતી પુસ્તકો જ નથી વાંચતા કે ભણવામાં આવતા પુસ્તક સિવાય કાય વાંચ્યું નથી એમને પણ જરૂરથી આ પુસ્તકો વાંચવા જ જોઈએ. 

 પાટણની પ્રભુતા પુસ્તક વિશે  - 

patan ni prabhuta

આ પુસ્તક પાટણની ગાદી  માટે ચાલતી ખટપટ વિશે છે. પાટણના રાજા ભીમદેવએ ત્રણ લગ્ન કરેલા, એમના મૃત્યુ પછી એમના મોટા દીકરા ક્ષેમરાજે ગાદી  સંભાળી. એમના વાનપ્રથાશ્રમમાં ગયા પછી એમના ભાઈ કર્ણદેવ રાજા બન્યા. કર્ણદેવના ગયા પાછી રાણી મીનળદેવીએ શાશન સંભાળ્યું.  રાણી  મીનળદેવી પાસે માર્યાદિત સતા હતી અને હજુ કુંવર જયસિંહ નાનો  હતો. આ તકનો ફાયદો ઉઠાવી પાટણની ગાદી માટે શું શું થયું અને આખરે કોણે  ગાદી સંભાળી એ આ પુસ્તકમાં છે.

શરૂઆતમાં વધુ પડતા પાત્રોને લઈને કન્ફ્યુઝિંગ લાગતી વાર્તા, એક એવો વેગ પકડે  છે કે તમે છેલ્લા પાનાં સુધી ઉભા જ ના રહી શકો. શરૂઆતમાં કદાચ ક્યુ પાત્ર કોણ છે અને કોણ કોનો શું સબંધી છે એ જાણવા માટે આગળ આપેલ ચાર્ટ વારંવાર જોવો પડે. વળી એક પાત્રના એક કરતા વધુ નામો પણ છે. વળી વાર્તા રાજગાદીની છે, છે ને ગુજરાતી  ગેમ ઓફ થ્રોન્સ !!  આ પુસ્તકની ભાષા એટલી અઘરી નથી, વધુ પડતી ક્યાંય ફિલોસોફી નથી, અમુક અમુક વાક્યો જ ઘણું કહી જાય છે. દરેક પાત્રની પોતાની પર્સનાલિટી છે. મુંજાલ, મંડલેશ્વર, હંસા,  ત્રિભુવનપાળ, પ્રસન્ન બધા પાત્રો એટલા જ મજબૂત છે. 

આપણે ગુજરાતીઓ ભણવાથી માંડીને બધે મોગલો, મરાઠા અને બીજો ઇતિહાસ ભણીએ છીએ અને જાણીએ છીએ પણ આપણા  ગુજરાતનો ઇતિહાસ ભાગ્યે જ ખબર હોય છે.  મેઘાણી અને મુનશીએ આપણા ઇતિહાસને સરસ વાર્તાના સ્વરૂપમાં રજુ કર્યો છે ત્યારે આ પુસ્તકો વધુને વધુ વાંચવા જોઈએ. 

તમે આ પુસ્તક અમેઝોન પરથી એક ફિલ્મની ટિકિટના ભાવે ખરીદી શકો છો 


(અફેલેટ લિંક )


કનૈયાલાલ મુનશીના બીજા વાંચવા જેવા પુસ્તકો 

- ગુજરાતનો નાથ (આ પુસ્તક પહેલા પાટણની પ્રભુતા પુસ્તક વાંચવું સારું )
- રાજાધિરાજ (આ પુસ્તક પહેલા ગુજરાતનો નાથ વાંચવું જરૂરી )

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.