બુક રીવ્યુ - કમઠાણ - અશ્વિની ભટ્ટ

આ પુસ્તક મિત્રએ ભેટમાં આપેલું અને એમ જ પડ્યું હતું. હમણાં જોબ, જીમ અને ક્રિયાંશને વધુ સમય આપવાનો થાય છે એટલે પુસ્તકો ઓછા વંચાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સમય ચોરીને રોજ થોડું ઘણું તો વાંચી જ લવ છું. ઘણા સમય પછી આ પુસ્તક હાથમાં લીધું અને વાંચવાનું શરુ કર્યું.  આ એક હાસ્યસભર નવલકથા છે.  અશ્વિની ભટ્ટનું નામ વાંચીને આપણે કલ્પના પણ ના કરી હોય કે એ આટલું હળવું પણ લખી શકે છે. 
આ પુસ્તકની પ્રસ્તાવના જ જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટએ લખી છે. પુસ્તકની વાર્તા શરુ થાય છે એક ઘડફોડીયા એવરેજ ચોરથી જે એની જિંદગીમાં કાંઈ ખાસ કરી શક્યો હોતો નથી પરંતુ એ ભૂલથી ઈન્સ્પેક્ટરના ઘરે ત્રાટકે છે અને રૂપિયા તો ઠીક વર્દી, મેડલ અને પિસ્તોલ પણ લઇ જાય છે. બસ પછી બીજા દિવસથી વાર્તા, સોરી ધમાચકડી શરુ થાય છે.

આ વાર્તામાં પોલીસ ખાતાની કામ કરવાની પદ્ધતિથી માંડીને એમની ભાષા અને એમનો વ્યવહાર એટલો ચોક્કસાઈથી બતાવ્યો છે જાને કોઈ અંદરના માંણસે જ વાર્તા લખી હોય. જો તમને ખબર ના હોય કે આ હાસ્યકથા છે તો શરુઆતમાં તમને લાગે કે આ બધું શું થઇ રહ્યું છે. પણ આ અશ્વિની ભટ્ટ છે એટલે સાવ હાસ્યલેખ કે જ નહિ સાથે સાથે દમદાર વાર્તા પણ છે. ( જે તમારે વાંચવી પડશે).

જો તમે નવા વાંચક હોય અથવા હાસ્યરસ સમજતા ના હોય તો પુસ્તક બોરિંગ લાગી શકે. પુસ્તક એવી રીતે લખાયું છે જાણે તમારી સામે એ ઘટનાઓ બની રહી હોય. એક વખત તમે એ ઘટનાઓમાં જતા રહ્યાં એટલે પુસ્તક એક બેઠકે જ વંચાય જાય. હવે તો કદાચ આ પુસ્તક પરથી ગુજરાતી ફિલ્મ પણ આવી રહ્યું છે તો એ પહેલા વાંચવાની વધુ મજા પડશે.

એક ફિલ્મની ટિકિટ કે એક પિઝાના ભાવમાં તમે આ પુસ્તક અહીંથી ઓર્ડર કરી શકો છો. જો ફ્રીમાં વાંચવું હોય તો ગુગલ પ્લેબુક્સ પર પણ ઉપલબ્ધ છે.

આ  પુસ્તક અમેઝોન પરથી ખરીદવા માટે અહીં ક્લિક કરો 


બીજા પુસ્તકોના રીવ્યુ માટે અહીં ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.