ગુજરાતની Awasome October!

ગુજરાત જ નહિ પરંતુ લગભગ સમગ્ર ભારતમાં વસંત ઋતુની જેમ શરદ ઋતુ પણ  અલગ જ રીતે ખીલી ઉઠે છે. શરદ પૂનમની રાતલડી તો લગભગ બધા એ માણી  જ હશે. સાથે સાથે જ અત્યારે જે હવામાન હોય છે એ વિદેશોમાં ફરતા પણ ના મળે એવું અનોખું હોય છે. વહેલી સવારે શિયાળાની છડી પોકારતી ગુલાબી ઠંડી એક અલગ જ ઉર્જા ભરે. આખો દિવસ એકદમ બ્રાઇટ અને સન્ની અને સાંજ પડતા જ ફરી આહલાદકતા. આ જ  ઓક્ટોબરની વિશેષતા છે બધું માફસરનું કોઈ આકરી ઠંડી નહિ કે આકરી ગરમી નહિ. રોજ એમ જ સવાર સાંજ બહાર લટાર મારવાનું મન થઇ જાય. 


ખાલી આબોહવા જ નહિ પરંતુ પ્રકૃતિ પણ ફરીથી સોળે કળાએ ખીલે. હજુ ચોમાસુ પૂરું જ થયું હોય એટલે હરિયાળી તો હોય જ આ ઉપરાંત વગડો પીળા, કેસરી અને જાંબલી રંગોથી શોભી ઉઠે. સાથે સાથે આ જ કલરના પતંગિયાઓ ચાર ચાંદ લગાવે. ફૂલો પર ઉંડા ઉડ કરતા ભમરાઓ અને પતંગિયાઓ જોવામાં ક્યારે ધ્યાન લાગી જાય એ ખબર જ ના પડે. પ્રાકૃતિક સ્થળોએ ફરવા જવાની બેસ્ટ ઋતુ કહી શકાય. હજુ નાના ઝરણામાં ખડ ખડ પાણી વહેતુ હોય, તળાવ, નદીઓમાં પણ ભરપૂર પાણી હોય એટલે કિનારે બેસી એમ જ જોતા રહેવાની મજા આવે. આજ સીઝનમાં કૂતરાના નાના નાના ગલુડિયાઓ દોડા દોડી કરતા હોય, ઝાડની ડાળીએ કુમળા તડકે અવનવા પક્ષીઓ ઝૂલા ઝૂલતા હોય. અરે મોરના બચ્ચા પણ અત્યારે જ જોવા મળે, કોણે કોણે જોયા છે?


વળી આ જ સમયે ખેતરોમાં ખરીફ પાકના મોલ મરચી, મગફળી, કપાસ, સોયા, શેરડી વગેરે તૈયાર થવાની તૈયારી હોય. ખેતરના ધોરિયામાં ચોખ્ખું પાણી દોડતું હોય, લીલીછમ હરિયાળી વચ્ચે ખેડૂતો પરસેવો પડતાં હોય. આ જ સમયે નવરાત્રી, શરદ પૂનમ, દિવાળી વગેરે સૌથી મોટા તહેવારો પણ આવે. ખરેખર દરોરોજની એક સરખી ભાગભગ વાળી જિંદગીમાંથી થોડો સમય કાઢીને આ ઋતુઓનો બદલાવ માણવો જોઈએ. આપણે ભારતવાસીઓ ખાસ કરીને ગુજરાતીઓ નશીબવાળા છીએ કે આપણે બધી ઋતુઓ અહી મન ભરીને માણી શકીએ છીએ.


આસપાસની ઓકટોબરની અદભૂત ક્ષણો (અહી ક્લિક કરી ઈન્સ્ટાગ્રામમાં ફોલો કરજો)









તમને આ બ્લોગ ગમતો હોય તો જરૂરથી ફોલો કરજો અને તમારા મિત્રોને પણ બ્લોગ વિશે જણાવજો.

નીચેમાંથી જૂની પોસ્ટ્સ પણ વાંચજો, મજા આવશે :)

----

તમને આ આર્ટિકલ પણ ગમશે 

વરસાદ અને યાદોનો ભીનો સબંધ!

- શિયાળાની એ સોનેરી સવાર!

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.