શિયાળા ની એ સોનેરી સવાર !
કવિ કલાપીએ સવાર નું પરફેક્ટ વર્ણન તો ઉપર ની પંક્તિઓ માં જ કરી દીધું છે . પૂર્વ માં સુર્ય ઉગી રહ્યો છે , ભૂરું આકાશ છે એકેય વાદળી નથી. ઠંડો ઠંડો ઉત્સાહ ને જગાવતો પવન વાય રહ્યો છે એજ ઉત્સાહ માં પોપટ ઉડાઉડ કરી મીઠા ગીત ગાય રહ્યા છે. એજ સમયે શેરડી નાં ખેતર માં લાલ લાલ ગાલ વાળા ખેડૂત નાં નાના ભૂલકાઓ રમી રહ્યા છે , સુરજ તેના પર જાણે હાથ ફેરવે છે. વૃદ્ધ માતા અને ખેડૂત સગડી તાપી રહ્યા છે . એકદમ પરફેક્ટ વર્ણન. જેને એ શિયાળા ની સવાર જોઈ છે એને જ અનાદર નો ભાવ સમજાય, બાકી ૯-૧૦ વાગે શહેર ની વચ્ચો વચ્ચ ઊઠવા વાળા ને આ નેચરલ આનદ ની ક્યાંથી ખબર હોઈ !ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંત નો પૂર્વ માં ;
ભૂરું છે,,નભ સ્વચ્છ સ્વચ્છ , દીસતી એકે નથી વાદળી :
ઠંડો હિમભર્યો વહે અનીલ શો ઉત્સાહ ને પ્રેરતો ;
જે ઉત્સાહ ભરી દીસે શુક ઉડી,,ગાતા મીઠા ગીતડાં ;મધુર સમયે તેવે ખેતરે શેલડીના .
રમત કૃષિવલોના બાલ નાના કરે છે .
કમલવત ગણીને બાલ ના ગાલ રાતા ;
રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે .વૃદ્ધ માતા અને તાત : તાપે છે સગડી કરી ;
અહો કેવું સુખી જોડું વિધાતાએ નીર્મ્યુદીસે !!
![]() |
Breakfast |
પછી સવારે ૮-૯ વાગે એટલે શેરી માં કુમળા તડકે કોથળો પાથરી વિટામીન ડી લેવા બેસી જવાનું . ત્યાં બેઠા બેઠા હોમવર્ક કરીએ કા તો ચિત્રો દોરીએ. જો અદા (પાપા ના મોટાભાઈ ) શેરડી લાવ્યા હોઈ તો ત્યાં તડકે બેઠા બેઠા શેર-
ડી ખાવાની .મને શિયાળા માં સૌથી વધુ ભાવતું ફ્રુટ (ફ્રુટ !!?) હોઈ તો એ છે ચણીયા બોર . હા લાલ લાલ ચણીયા બોર ખાવાની મજ્જા પડી જાય. એનો ખટમીઠો સ્વાદ જ એવો હોઈ કે ગમે તેટલા હોઈ તો પણ ખવાય જાય. આ ચણીયા બોર તો હું અને મારો કઝીન ભાઈ રોમિલ જ વગડા માં જઈ વીણી આવતા .
![]() |
તાપણું |
પછી સવાર ની સ્કુલ થઇ ત્યારે પણ સ્કુલ નાં ટાઈમ કરતા અડધા કલાક વહેલું પહોચી જવાનું . અને ગામ નાં પાદરે ,સ્કુલ ની બહાર મોટું તાપણું કરીએ. સવાર સવાર માં તાપી ને ઠંડી ઉડાવતા ઉડાવતા ગપ્પા મારવા ની એ મજા કૈક અલગ જ હતી .
" બધું લઇ લે પાછું મને મારી એ જીંદગી પાછી આપી દે "
હવે તો એ દિવસો આવવા લગભગ અશક્ય જ છે . સમય પણ બદલાય ગયો છે અને એ ગામડું પણ. પરતું અંદર સચવાયેલી એ યાદ હજુ એવી ને એવી જ મીઠી લાગે છે .હું મારી જાત ને ખુશનસીબ માનું છું કે મેં આ રાજાશાહી આનંદ માણ્યો છે .
-
ટિપ્પણીઓ નથી: