જેને શિયાળો આમ માણ્યો હોઈ એ ખેડૂત !!
જેને શિયાળા માં
મધ |
- ખજુર ( વિથ ઘર ની ગાય નું ઘી ) ની "બોખ" બોલાવી હોઈ
- ગમે એની વાડીએ (ખેતરે) થી શેરડી નાં સાંઠા કાપી ને ત્યાં જ બેઠા બેઠા પતાવી દીધા હોઈ
- આખા વગડા ની ખૂણે ખૂણે થી ચાનીયા બોર એકઠા કરી ખાધા હોઈ
- હાથે મધ ( તમારું હની) ઉજેરી ને વાટકો વાટકો મધ ખાઈ ગયા હોઈ
- ગરમ ભાખરી સાથે તાજા માખણ ( ભૂરી ભેસ નું ) નો આખો વાટકો નાસ્તા માં ખાધો હોઈ
- કુવા નાં પાણી ખોબા ભરી ને ડાઈરેકટ(ક્યારેક ધોરિયા(?) માંથી ) પીધા હોઈ
- સવાર થી સાંજ સુધી કપાસ વીણ્યો હોઈ
- ભઠ્ઠા માં શેકેલ રીંગણાં નો ઓળો અને બાજરા નાં રોટલા દાબ્યા હોઈ
- "ઘઉં નાં પોક"( !! ) - ની બોખ બોલાવી હોઈ
- જેના ઠંડીગાર રાત માં કપાસ માં પાણી વારી વારી ને બાવડા મજબુત બન્યા હોઈ
- જેને શિયાળા માં દેશી ગોળ નાં આખા માટલા સાફ કરી નાખ્યા હોઈ
- જેને ખેતરો માં પોતાના ખેતરનાં ( કે આજુબાજુ નાં ખેતર માંથી ચોરી ને ) શાકભાજી નું ઊંધું બનાવી ચાપડી ઊંધિયું નાં પ્રોગ્રામ કર્યા હોઈ
- જેને ખેતર માંથી જાતે ગોતેલા શકરિયા ગાજર માટલા માં બાફી ને ખાધા હોઈ
- જેના માટે મગફળી નાં દાણા અને ગોળ નાસ્તો હોઈ (ગ્રાઉન્ડ નટ વાળી ચોકલેટ્સ ખાવાની જરૂર નહી )
- જેના બપોર નાં ભાતા માં તાજી ઉપાડેલી , ધોરિયા નાં પાણીએ ધોયેલાં ડુંગળી, મુળા અને ગાજર હોઈ
- જેના ડબરા માં તાજા, ચોખ્ખા ઘી નાં અડદિયા ભર્યા હોઈ
ચણીયા બોર |
આમાંથી અમુક "વર્ડ" નો મીનીંગ તો આપણી પ્યોર પીઝા - બર્ગર વાળી પેઢી ને ખબર પણ નહી હોઈ !!
લેટેસ્ટ પોપ્યુલર પોસ્ટ્સ : - શિયાળા ની એ સોનેરી સવાર !