તુલસી ક્યારો - ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી મારા પહેલે થી જ ફેવરીટ. સૌરાષ્ટ્ર ની રસધાર ના ભાગો તો લગભગ આઠમાં ધોરણ માં જ વાંચી નાખેલા . આમ તો હમણાં કોઈ ગુજરાતી બુક વાચવા નો સમય નથી રહેતો. મારા હાથ માં આ બુક આવી "તુલસી ક્યારો ". આખી બુક વાંચવાનો ટાઈમ હતો જ નહી , સેમેસ્ટર પૂરું થવામાં છે અને સાથે બીજા પણ થોડા અગત્ય નાં કામો છે . થયું ચલ ને થોડી પ્રસ્તાવના જોઈ લવ .

zaverchand meghani
ઝવેરચંદ મેઘાણી
પણ જેવું વાંચવાનું ચાલુ કર્યું કે , બુક મુકવાનું મન જ નો થાય . એ જુના ગામડા નું અદભુત વર્ણન વાચી ને મગજ માં લાઈવ ચિત્ર ઉપસી જ આવે . બધા પાત્રો , બધા ની અલગ અલગ વિશિષ્ટતા , વાસ્તવિક અને જીવંત જ લાગે . બધા કામો અને કલાસીસ હોવા છતાં ૨૪ કલાક માં પૂરી કરી નાખી .

સોમેશ્વર માસ્તર - શાણા અને સાચા માણસ . ક્યાં, કોની સાથે, કઈ રીતે  વર્તવું બધી વાત માં નિપુણ.
ભદ્રા : વિધવા સ્ત્રી . વાક્ચાતુર્ય માં નિષ્ણાત. અને પોતાના મન પાર કેવી રીતે કાબુ કરી જાણે એનું વિસ્તૃત વર્ણન.
દેવું -   માં વગર નો નાની ઉંમરે જ સમજણો થયેલો મોટો દીકરો.
વિરસુત : શહેર માં જઈ આધુનિક બનેલો દેશી માણસ .
કંચન : આધુનિક , ઓપન માઈન્ડેડ છોકરી ની અંદર રહેલી ભારતીય નારી !

હજુ બીજા પાત્રો છે  જીવરામ મામા ,યમુના વગેરે .

વાત ચાલુ થાય છે એક ગામડા નાં ઘર થી , ત્યાંથી જાય છે અમદાવાદ શહેર માં અને હરીફરી ને પાછી આવે છે એ જ  ગામડામાં ! એક ગામડા નો  બાપ અને એક વિધવા કેવી રીતે શહેર માં રહેતા દીકરા નો ઘર  સંસાર બચાવે છે ! બુક ની સ્ટોરી વિશે તો વધુ વાત નથી કરવી પણ  બધી વાતો જે બારીકાય થી વર્ણન કર્યું છે એ ઝવેરચંદ મેઘાણી સિવાય બીજા કોઈ લેખક ભાગ્યે જ કરી શકે . તમને ગુજરાતી વાંચવું ગમતું હોઈ તો આ બુક તો વાચવી જ પડે !!

બુક ઓનલાઈન પણ ઉપલબ્ધ છે (એમેઝોન .કોમ ) પર => TULSIKYARO (તુલસી ક્યારો )


બીજી પોપ્યુલર પોસ્ટ્સ -
  1. ઓવર એક્સાઇટેડ લોકો !!
  2. "પતંગિયા ની પ્રીત "
  3. એ (બિચારા !!)મોબાઈલ વગર નાં લોકો ...!!

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.