ઓવર એક્સાઇટેડ લોકો !!

તમારી આજુબાજુ માં નઝર નાખશો તો વિવિધ પ્રકાર નાં લોકો મળી આવશે . જેમને આમ તો મુખ્ય ૪  કેટેગરી માં વહેચી શકાય.
  1. સ્લો પ્રોસેસર ( અત્યંત ધીમા મગજ વાળા )
  2. નોર્મલ 
  3. સ્માર્ટ
  4. ઓવર સ્માર્ટ 
આ  બધી કેટેગરી લોકો નું મગજ કેટલું ચાલે છે એના પર છે  પરંતુ હજુ એક કેટેગરી છે "ઓવર એક્સાઇટેડ". આ લોકો ઉપર ની ચાર કેટેગરી માંથી કોઈ પણ માં આવી શકે .

આ "ઓવર એક્સાઇટેડ" લોકો, નોર્મલ લોકો થી  થોડા અલગ હોઈ છે , ચાલો ઉદાહરણ થી જ ચાલુ કરીએ . તમે કોઈ ફન્કશન માં બેઠા હોઈ ત્યાં તમારા કોઈ જાણીતા આંટી આવી ને કૈક કામ સોપે. હજુ તો આંટી કામ પૂરું બતાવે પણ નહી ત્યાં તો બાજુ માં બેઠેલો "ઓવર એક્સાઇટેડ" બોલી પડે - " ઓકે ઓકે આંટી , થઇ જશે , હું હમણાં જ પતાવી દવ . તમે ફંક્શન માં ધ્યાન આપો "  અને હજુ તો આપને એની સામે જોઈએ એ પેલા તો ઉતાવળે ભાગી પણ  ગયો હોઈ.  પછી થોડીવાર માં ફોન કરે - " અલ્યા આવ તો અહી,  મારા થી નહિ થાઈ. તારું કામ પડશે " . તો ડોબા પેલા નો ખબર પડે !!!!!

આવા  લોકો ને મમત્વ પણ બોવ જ હોઈ . ગામ માં કોઈના પણ લગ્ન હોઈ , આમંત્રણ હોઈ કે નો હોઈ , નજીક ના સબંધી હોઈ કે બોલવા નાં પણ  વહેવાર નાં હોઈ , કઈ ફર્ક નાં પડે. પોતાના ઘરનો જ પ્રસંગ છે એવું માની ને ઠેકડા મારતા હોઈ . "કોઈ કામ હોઈ તો કેજો હો , હું બેઠો છું , મુંજાતા નઈ ". ભાઈ , પેલા એ તો જો તને અહી ઓળખે છે કેટલા .

ક્યાંક  સારી છોકરી ને જોઈ જાય એટલે પત્યું . આપણને થાઈ કે હમણાં જ નંબર લઇ આવશે. એવા ધમપછાડા કરે કે વાત જ નાં પૂછો . આખા ફંક્શન માં ઘુમરીઓ મરાવે . અને થોડી વારે બોલ્યા કરે " જો આપણા સામે જ જોવે છે , પાક્કું એને કૈક છે જ "  પેલી જતી નાં રયે ત્યાં સુધી લડી લ્યે . આમેય આવા લોકો થી સુકો પાપડ પણ ભાંગે એમ નો હોઈ .

ક્રિકેટ  રમતા હોઈ ને ત્યારે આવા લોકો મોટા ભાગે પોઈન્ટ માં ( પીચ ની એકદમ નજીક ) જ ઉભા હોઈ. બધા બોલ માં "વેલ બોલ ,વેલ બોલ " , "ઓહ્હ્હ જરાક રહી ગયો " .અરે જોતો ખરા વાઈડ બોલ છે !! કોઈ પણ ગેમ રમતા હોઈ સૌથી વધુ અવાજ અને ઠેકડા આવા લોકો જ મારતા હોઈ , ડઝ નોટ મેટર - રમતા આવડે છે કે નઈ .

અમુક તો નાની નાની વાતો માં એક્સાઇટેડ થઇ જાય . આપણા મોબાઈલ માં મેસેજ આવે તો હાથ માં થી મોબાઈલ  આંચકી  લ્યે . "કોનો છે જોવા દે !!" . સોસાઈટી માં કોઈ છોકરી ને જોવા આવ્યા હોઈ તો ૧૦-૧૨  મકાન માં જઈ કહી આવે - " ફલાણા ભાઈ ની બેબી ને ફલાણા  શહેર થી જોવા આવ્યા છે " બેન તમે તમારું કામ કરો ને !  અરે હા , ગ્રુપ ફોટો પાડતા હોઈ ત્યારે , જાણે વર્ષો પછી આવો મોકો મળ્યો હોઈ એમ રાડો પડતા હોઈ " ચીઝ્ઝ ...પનીરરરર...." . કોઈ જાણીતી વ્યક્તિ આપને મળવા આવે ત્યારે બાજુમાં ઉભેલો એ આપને હાથ મિલાવીએ એ પેલા જઈ ને ગળે મળી લ્યે . અને ચાલુ કરી દ્યે - "મેં જ અંકિતભાઈ ને કીધું હતું , તમને મળવા બોલાવે . કેટલા દિવસો થી મળ્યા નથી (ટોપા , તું તો પેલી - બીજી વાર મળે છે ). શું સમાચાર છે ?  ભાભી મજામાં ને ? ટપુડો શું કરે ? " અરે ભાઈ પાછળ હજુ હું ઉભો છું !અને એ ભાઈ મને મળવા આવ્યા છે .

આ  લોકો કાઈ પણ  કામ "ઓવર એક્સાઇટમેન્ટ" માં આવી ચાલુ કરી દ્યે . પછી ખબર પડે કે આ આપણા 'બર' નું નથી . આવા લોકો થોડા દિવસ માં લોકો માં પોપ્યુલર થઇ જાય પછી લોકો દુર ભાગવા માંડે. સંસાર છે ચાલ્યા કરે .


તમને આ પોસ્ટ પણ ગમશે  -> વીર લેપટોપ ગાથા !!  
.

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.