જો બકા - નવરાત્રી સ્પેશિયલ !!


આજ કાલ "જો બકા" વાળા પોસ્ટરનો ક્રેઝ વધ્યો છે , તો મને પણ થયું લાવ ને નવરાત્રીની થોડી શિખામણો "જો બકા" થી જ આપી દવ.

jo bka
જો બકા
 • જો  બકા... નવરાત્રીમાં પાસ લેવાની ત્રેવડ નાં હોઈ તો ગર્લફ્રેન્ડ નો રખાઈ .
 • જો  બકા... નવરાત્રીમાં પાસ માગીને શરમાંવશો  નહિ !
 • જો  બકા... નવરાત્રીના પાસ હોઈ તો તું આપનો ભાઈબંધ !! 
 • જો  બકા... નવરાત્રીમાં પાણીની બોટલો ગ્રાઉન્ડમાં ગમે ત્યાં નહી ફેંકવાની .
 • જો  બકા... નવરાત્રીમાં પાર્કિંગ આડેધડ નહિ કરવા નું .
 • જો  બકા... નવરાત્રીમાં ઢોરની જેમ રમતા "ખેલૈયાઓ " થી થોડું અંતર રાખવું .
 • જો  બકા... નવરાત્રીમાં આખી રાત રેઢિયાળની જેમ ભટકવાનું નહિ.
 • જો  બકા... નવરાત્રીમાં ગરબા રમતા નો આવડતું હોઈ તો વચ્ચે ડબકા નો મારવા 
 • જો  બકા... નવરાત્રીમાં માતાજીની આરાધના કરવા થોડા ગરબા પણ ગાય લેવા.
 • જો  બકા... નવરાત્રીમાં ઢંગ ધડા વાળા કપડા પહેરી  ને ગરબા રમવા જવું .
 • જો  બકા... નવરાત્રીમાં જોવાનાં સામાન્ય  વર્ગ નાં પાસ લેવાનો કોઈ મતલબ નથી .
 • જો  બકા... નવરાત્રીમાં જાવ છો તો ત્રણ તાળી કે ફોર સ્ટેપ તો રમતા આવડવું જ જોઈએ .
 • jo bka
  જો બકા
 •  
 • જો  બકા... નવરાત્રીમાં ખોટી કોઈની  "સળી" નો કરવી .
 • જો  બકા... નવરાત્રીમાં સોસાયટી અને પરંપરાગત  ગરબાને પ્રાધાન્ય આપવું .
 • જો  બકા... નવરાત્રીમાં તમે વજન ઘટાડવા નહિ પરંતુ ગરબે રમવા જાવ છો.
 • જો  બકા... નવરાત્રીમાં છોકરીઓ ને ઈમ્પ્રેસ કરવા ઠેકડા નો મારવા , સારું રમશો તો ઈમ્પ્રેસ થઇ જશે.
 • જો  બકા... નવરાત્રીમાં ક્યારેક માતાજી ને પણ યાદ કરી લેવા .
 • જો  બકા... નવરાત્રીમાં તમે ગરબા રમવા જાવ છો શુટીંગ ઉતારવા નહિ .
 • જો  બકા... નવરાત્રીમાં સ્પેશિયલ માતાજી ના પ્રસાદ માટે નો આવવું .
 • જો  બકા... નવરાત્રીમાં મમ્મી પાપા ની આબરુ ધ્યાન માં રાખવી .
 • જો  બકા... નવરાત્રી છે તફ્લીક તો રહેવા ની જ !!
અને લાસ્ટ
 • જો  બકા... આ પોસ્ટ ડાઈરેક્ટ કોપી નહિ મારવાની , ઉપરથી લીંક કોપી કરી શેર કરવાની .
તમને  આ પોસ્ટ પણ ગમશે જ : વીર લેપટોપ ગાથા .

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.