એ રોટલો , "રોટલો" ન હતો

એ રોટલો , "રોટલો" ન હતો


Bajara no rotlo
બાજરા નો રોટલો

આમ તો લોટ તો બાજરાનો જ હતો
પણ દાદા એ પોતા ના હાથે બાજરો ખેતર માં વાવ્યો હતો
 ચાર મહિના ના જતન પછી એને લણ્યો હતો
આખો દિવસ મહેનત કરી ડુંડા માંથી દાણા કાઢ્યા હતા

દાદી એ જીણી નજર થી એ દાણા ને સાફ કર્યા હતા
એ દાણા ને પથ્થર ની ઘંટી માં દળ્યા હતા
હવે એ લોટ માં પથ્થર નો સ્પર્શ હતો
સાથે સાથે એમાં દાદી ના મીઠા લોકગીતો ભળ્યા હતા .


એ લોટે  કુવાના મીઠા પાણી  ચાખ્યા હતા
દાદી એ નાના છોકરા ને પ્રેમ કરતા હોઈ એમ
વહાલ કરી ને લોટ ને બાંધ્યો હતો .
દશે દશ આંગળા વડે કોઈ કુંભાર માટી ને ઓપ આપે એમ
 ટીચી ટીચી  ગોળ ગાડા ના પૈડા જેવો બનાવ્યો હતો

પેલી કાળી તાવડી ની મેશ ચડી હતી
ગાય ના છાણા નો ધુમાડો સ્પર્શ્યો હતો
પેલા ચુલા નાં  અગ્નિ દેવતા એ  શેક્યો હતો
જયારે એ ગરમા ગરમ રોટલો
માખણ નાં પીંડા સાથે મારી થાળી માં પીરસાણો
ત્યારે એ રોટલો , "રોટલો" ન હતો પણ
એક પવિત્ર પ્રસાદ બની ગયો હતો .

-અંકિત સાદરીયા

<નીચે સ્ટાર પર ક્લિક કરી , તમને પોસ્ટ કેવી લાગી એનું રેટિંગ આપી શકો છો >


તમને આ પોસ્ટ પણ ગમશે : જેને શિયાળો આમ માણ્યો હોઈ એ ખેડૂત !

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.