નદી બોલે છે - "ઓં માનવી "


પ્રદુષણગંગા નદી નાં શુદ્ધિકરણ નો મુદ્દો આ લોકસભા ની ચુંટણી માં બહુ જ ગાજ્યો . હવે આગલા કેટલા વર્ષો માં નરેન્દ્ર મોદીજી અને તેમની સરકાર ગંગા નદી ને શુદ્ધ કરે છે એ જોવું રહ્યું. આ તો થઇ થઇ નદી ની સફાઈ ની વાત, પણ નદી ને ગંદી કોણ કરે છે ?? આપણે જ . હા આપણે માણસો જ !
નદી  માણસો ને ૨-૩ પંક્તિઓ કહેવા માગે છે
    
મેં  જીવન બક્ષ્યું તને ,
                       તો જીવી જાણ ઓ માનવી  

પહેલી સૃષ્ટિ પાંગરી પાણીમાં ,                          
                        તો તેને બચાવ ઓ માનવી.
મારે કશો બદલો નથી જોઈતો,                            
                       બસ  મને બરબાદ નો કર ઓ માનવી
જીવન આપ્યું છે તો જીવી લે ,                                
                      પરંતુ માનવતા કાજ , ઓ માનવી .
હજુ સમય છે તારી પાસે ઘણો                                          
                      બસ મારા બોલ દિલમાં કર "અંકિત" ઓ માનવી .

 આજે ઘરે ખાખાખોળા કરતા કરતા ૧૦ માં ધોરણ નાં વેકેશન માં લખેલી ડાયરી હાથ માં આવી, ત્યારે આ થોડીક લાઈન્સ  લખેલી !!

તમને આ પોસ્ટ પણ ગમશે : એ રોટલો , "રોટલો" ન હતો

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.