પૂછવા ની કળા

આ ટાઇટલ વાંચી ને થયું હશે કે આ "પૂછવાની કળા " એટલે શું વળી ? ઘણા લોકો ને તમે રસ્તો પૂછતા જોયા હશે . સામે વાળા રસ્તો કેવી રીતે બતાવે છે એનો આધાર તમે એને કેમ પૂછો છો એના પર આધાર રાખે છે . કેટલાક આમ પૂછતા હોઈ છે - " એ ભાઈ અમદાવાદ જવું હોઈ તો ?"  સામેવાળા નાં મગજ માં તરત જ આવે કે "ભાઈ  જવું હોઈ તો જા ને " . બીજો માણસ પૂછે - " કાકા અમદાવાદ જવું હોઈ તો અહી થી કઈ બાજુ જવાનું ?" ફર્ક પડે ભાઈ .
આ  પૂછવા ની કળા  પર થી "નાં" ની "હા"  કેમ થઇ જાય એ માટે એક સરસ નાની સ્ટોરી છે .

એક વખત શનિવારે સાંજે  બે મિત્રો   મંદિર જતા હતા.  એમાં એક મિત્ર ને સિગારેટ પીવાની આદત હતી . એમને બીજા મિત્ર ને પૂછ્યું - " શું પ્રાર્થના કરતા કરતા સિગારેટ પી શકાય  ?"  મિત્ર એ કહ્યું કે " મારા કરતા પુજારી ને જ પૂછી જો ને "
એને જઈ ને પુજારી ને પૂછ્યું - " મહારાજ , હું  પ્રાર્થના કરતા કરતા સિગારેટ પી શકું ?
પૂજારીએ પ્રેમ થી જવાબ આપ્યો :- "નહી બેટા , આપણા ધર્મ માં એમ નાં કરાય . એ ખરાબ આદત કહેવાય".
પૂજારી
pujari

પહેલા મિત્ર એ આવી ને બીજા મિત્ર ની કીધું કે પૂજારીએ નાં પાડી. બીજા મિત્ર એ કહ્યું " મને ખબર જ હતી એ તો . ટે પ્રશ્ન જ ખોટી રીતે પૂછ્યો . મને ટ્રાય કરવા દે".

બીજા મિત્ર એ પુજારી પાસે જઈ ને પૂછ્યું -" મહારાજ મને પ્રાર્થના - પૂજા કરવી બહુ જ ગમે . શું સિગારેટ પીતા પીતા પણ પ્રાર્થના કરી શકાય ?

પુજારી :- " હા બેટા , કેમ નહી . કઈ પણ કામ કરતા કરતા , ચાલતા ચાલતા , સુતા સુતા ગમે ત્યારે પ્રાર્થના કરી શકાય. જયારે મન થાય ત્યારે પ્રાર્થના કરી શકાય ".

મોરલ : "ઘણી વખત કૈક અપ્રુવલ ( પરવાનગી ) , કેવી રીતે એ માગવા માં આવી છે એના પર પણ આધાર રાખતી હોઈ છે

તમને આ પોસ્ટ પણ ગમશે : -  એ રોટલો , "રોટલો" ન હતો

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.