આર્ટીકલ ઈમેઈલમાં મેળવવા તમારું ઈમેઈલ સબમિટ કરો

મકરસંક્રાંતિ : કાયપો જ છે ,ચગે તો કાપું ને !

Follow Me on Twitter -


Click here to Follow Me on Instagramમકર સંક્રાંતિ કે ઉતરાયણ એ મારો ફેવરીટ એવો તહેવાર . જો કે અમે એને પહેલા ગામડે "ખીહર" કહેતા . ગામડે હતા ત્યારે પતંગ ઉડાડવા સિવાય , સવારે બધા લોકો બાળકો ને બિસ્કીટ , ચોકલેટ , બોર વગેરે આપતા એ લેવા જવાનું  એક્સાઇટમેન્ટ રહેતું.

રાજકોટ આવ્યા પછી આ તહેવાર માં વધુ મજા આવવા માંડી . ફેમીલી નાં બધા ભેગા થાય. આગલી રાત્રે પતંગ ના કિન્ના બાંધતા બાંધતા વાતો કરવાની . જેને કિન્ના બાંધતા ના  આવડતા હોઈ એ બીજા ની "અણી" કાઢતા હોઈ કે સવારે વગાડવા ના ગીતો નું પ્લે લીસ્ટ બનાવતા હોઈ ( આ કાર્ય કરનાર ને બીજા દિવસે પાક્કી ગાળો ખાવા ની હોઈ છે )  . એક બે જણા ને વળી લુટેલી પતંગો ક્યાય મળે તો ખરીદવા મોકલ્યા હોઈ ( ઇન કેઈસ આપણા કિન્ના બાંધેલી પતંગ નો ચગે તો )

સવારે ધાબે ચડી ને પેલા અડધો કલાક તો સ્પીકર ગોઠવવા માં અને "એન્વાયર્મેન્ટ" સેટ કરવા માં જાય . માંડ બધું સરખું ગોઠવાય ત્યાં લાઈટ જતી રયે .એટલે  બે ચાર "અપશબ્દો" બોલી ને પતંગ   ચગાવવા નું ચાલુ થાય . પેલા તો કોઈ ફીરકી પકડવા વાળું ના મળે. પણ પછી જેના થી પતંગ નો ચગે એ આપોઆપ કોઈ ની ચગેલી પતંગ ઉડાવવા મળશે એ આશાથી ફીરકી પકડવાનું કાર્ય સ્વ્હર્ષથી સ્વીકારી લ્યે . રીયલ લાઈફ માં પણ ઘણા લોકો આવો ચગેલા પતંગ વાળા ને શોધતા જ હોઈ છે ને !

બીજો પણ એક વર્ગ હોઈ છે જેમનાં થી પતંગ નાં ચગે કે ચગેલી પતંગ કપાય જાય એટલે તરત હાથ માં દુરબીન લઇ ને આંખો ઠારે. અને તે દિવસે તો હરિયાળી હોવા ઉપરાંત ક્યારેય નાં જોયેલ ફૂલો પણ ઉગી નીકળ્યા હોઈ એ પણ સજી ધજી ને ! એમાં પણ ક્યારેક ક્યારેક લાઈટ આવતી હોઈ તો એ પ્રમાણે ગીતો પણ વાગતા હોઈ એટલે વધુ મોજ આવે .  

બપોરે મસ્ત જમવાનું હોઈ , ભુખ પણ એવી લાગી હોઈ . ઊંધિયું  બનાવ્યું હોઈ સાથે પૂરી કે ચાપડી હોઈ . ગામડે થીં મસ્ત ઘાટી અને ખાટી છાસ આવી હોઈ ( ઇન કેઈસ માણસો વધી ગયા હોઈ અને તમે છેલ્લે હોઈ તો આછી અને મોળી પણ મળે ). અમુક પતંગ રસિયાઓ તો નીચે જમવા પણ નો ઉતરે, માંડ ક્યાંક "પેચ" લાગ્યા હોઈ . આજુ બાજુ નાં ધાબે ચડેલ આંટીઓ  પાસે થી ચીક્કી કે  કૈક નાસ્તો માંગી ને જ ચલાવી લ્યે .(અમારી અગાસી એ નાસ્તા ની સવલત બોવ ઓછી હોઈ , બીકોઝ આખું "બજરંગદલ"  જ ધાબે ચડ્યું હોઈ ).

છેલ્લે થાકે એટલે દોરા માં તૂટેલી પતંગો બાંધી ને જાવા દ્યે . ફિરકા ખાલી કરે ત્યારે જ શાંતિ થાય . પછી ધાબા પાર નવરાત્રી ચાલુ થાય . નવરાત્રી નાં બધા સ્ટેપ નો થય જાય કે નીચે થી કોઈ ખીજાય નહિ ત્યાં સુધી શાંતિ જ નો થાય . દિવાળી એકલી ને કેમ બાકી રાખી દેવાય ? અંધારું થાય એટલે ફટાકડા નો વારો . બધા લોકો તો તારા મંડળ અને એવું બધું ફોડતા હોઈ પણ અમારે મુહર્ત તો "સુતળી બોમ્બ" થી જ કરવું પડે (તો જ બધા નું ધ્યાન આ બાજુ ખેચાય ને !! ) . રોકેટ લાવ્યા હોઈ , જે બાજુ જાજા "ફાનસ" ચગતા હોઈ એ બાજુ રોકેટ કરે . બધું પુરુ થઇ જાય એટલે નીચે. (સ્પીકર્સ , વધેલી પતંગો , ફીરકીઓ વગેરે છેલ્લે જે ઉતરે એના ઉપર ) .

Comment with Facebook