વિશ્વ માનવ : એક વાંચવા જેવી બુક

બુક જેમ દિલ થી લખી છે એમ રીવ્યુ પણ હું દિલ થી જ લખવાનો
"જીતેશ દોંગા" નામના વ્યક્તિ ને હું ઘણા સમય થી ફેસબુક માં જાણતો હતો , પણ "જીતેશ દોંગા" નામના લેખક નો પરિચય આ બુક વાંચ્યા પછી થયો. જયારે પહેલી વખટ ફેસબુક માં બુક ની ઓનલાઈન ડાઉનલોડ માટે ની લીંક એમને મૂકી ત્યારે પહેલી જ મીનીટે મેં ડાઉનલોડ કરી લીધી હતી.

વિશ્વ માનવ
તો પછી આટલા લેઈટ રીવ્યુ શું કામ ?
મને ખબર હતી આ ભાઈ એન્જીનીયર છે એટલે થયું કે ભાઈએ  થોડી ફિલોસોફી ઠોકી હશે. પોતાની જાત ને લેખક બનાવવા અને "હિટ" સાબિત કરવા ક્યાંક થી એકાદ સ્ટોરી પકડી ને એમાં સેક્સ નું વર્ણન   , ગાળા ગાળી વગેરે સારી રીતે લખી ને મોસ્ટ ઓપન માઈન્ડેડ "યુવા લેખક " બનવા ની ટ્રાય કરી હશે . એટલે પહેલા આ બુક વાંચવાનું મન જ નોતું થતું. એમાં પણ પછી આંખ નાં નબર ઉતરાવ્યા હોઈ નાં વાંચી શક્યો .  પછી સીધા જ કોઈ રીવ્યુ વાંચ્યા વગર બુક વાંચવાની શરૂઆત કરી .

રીવ્યુ :
(હું સ્ટોરી વિશે લખી ને મજા બગાડવા માગતો નથી ). બુક માં મુખ્ય ચાર કેરેક્ટર છે . એમાં મને સૌથી મજા આવી હોઈ તો રામ અને મુશ્કાન ની લવ સ્ટોરી માં .એકદમ રીયલ . પહેલો પાર્ટ એક જ શ્વાસે વાંચી ગયો હોઈ એવું લાગ્યું . સુપર્બ ,બોસ મજા પડી ગઈ.
બીજા પાર્ટ માં જે સ્ટોરી છે એ એકદમ વર્ડ ક્લાસ છે . આજ સુધી આવી સ્ટોરી ક્યારેય વાંચી નથી . પણ એમાં થોડી સેમ વાતો રીપીટ થતી હોઈ એવું લાગ્યું . આખી માણસ જાત ની રીયાલીટી રજુ કરતી સ્ટોરી એટલે પાર્ટ-૨ .
ત્રીજો  પાર્ટ એકદમ અનએક્સપેક્ટેડ હતો . કોઈ આ વાત પહેલા બે પાર્ટ વાંચી ને વિચારી જ ના શકે . મેઈન કેરેક્ટર (ના કોઈ ને નામ નથી કહેવું એનું ) જે રીતે ભગવાન સામે પોતાની ડાયરી લખે છે , સુપર્બ . પણ એ જ ડાયરી વાર્તા ને આગળ નથી વધારતી . તો લોકો બોર થઇ શકે (સ્પેસીય્લી નવા વાંચકો ) . બાકી આ સ્ટોરી પણ મસ્ત એન ભાવુક હતી . એકદમ ફ્રેશ અને  તાજી .
ચોથા પાર્ટ માં જે રીતે ફૂટબોલ ને લઇ ને સ્ટોરી બનાવી છે , સખત . કોઈ ની તાકાત નથી કે ભારત માં ફૂટબોલ ને લઇ ને સ્ટોરી ને આગળ વધારે. ક્રિકેટ જ નાખવા નું મન થઇ જાય . (કયું કી  લોગ જાનતે હે જો બિકતા હે વો લિખના હૈ ) . ફૂટબોલ માટે ફાઈવ સ્ટાર યાર !! આ પાર્ટ પણ થોડો વધુ ખેચાયેલો લાગ્યો .

મેં અહી પાર્ટ ૧, પાર્ટ ૪ લખ્યા છે , પણ સ્ટોરી એક જ છે . તમારે પહેલે થી છેલ્લે સુધી આખી બુક વાંચવી જ પડે . લવ ફીલ કરવો જ પડે , રડવું પડે ,હસવું પડે ....અને છેલે બુક પૂરી થયા પછી , કેરેક્ટર્સ ને મિસ કરવા જ પડે !!


ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.