આંતરાષ્ટ્રીય મહિલા દિવસ


કાલે જયારે ફેસબુક ખોલ્યું ત્યારે જોયું તો "વુમેન" નાં ખોબે ખોબા ભરી ને વખાણ થતા હતા. અલ્મોસ્ટ  બધા મિત્રો ની વોલ પર એકાદ મહિલાઓ નાં વખાણ કરતી પોસ્ટ હતી. પહેલા તો મને ખબર જ નાં હતી કે આવો કોઈ દિવસ હોઈ. જે દિવસે ફેસબુક પર જય ને મહિલાઓ નાં વખાણ કર્યા કરવાના.  આપણે  તો રોજ રોજ  મમ્મી , બહેન , ફ્રેન્ડ બધા ના વખાણ કરીએ તો રોજ મહિલા દિવસ !! 

જો કે આ મહેલા દિવસ ની ઉજવણી તો વર્ષો પહેલા લગભગ 1900 થી અલગ અલગ સંસ્થાઓ એ શરુ કરી હતી. પછી 8 માર્ચ ને ઓફિસિયલ મહિલા દિવસ તરીકે ઘોષિત કરવા માં આવ્યો. આ દિવસે અલગ અલગ સંસ્થાઓ મહિલાઓ નાં સન્માન કાર્યક્રમો  , મહિલાઓ ને સામાજિક કામ માટે આગળ આવવા પ્રોત્સાહિત કરવી વગેરે આ વુમેન ડે  પાછળ નાં હેતુઓ છે. 

હવે ખરેખર વાત એ છે કે મોટા ભાગ ની મહિલાઓ એજ્યુકેશન લઇ રહી છે. સામાજિક રીતે આગળ આવી રહી છે ત્યારે એમની સિક્યુરીટી નું શું ? ખાસ કરી ને ભારત માં આ બાબત ને ક્યારેય સીરીયસલી લેવાણી  જ નથી. નારીઓ ની સુરક્ષા  મહિલાઓ અને તેમના કુટુંબીજનો ની રીસ્પોન્સીબીલીટી બની ગઈ છે. જયારે કઈ પણ ફકર વગર , અડધી રાત્રે પણ પુરા ભારત માં મહિલાઓ સુરક્ષિત હશે ત્યારે સાચો મહિલા દિવસ ઉજવી શકાશે.

આ પોસ્ટ મુકવાનું કારણ આ એક વિડીયો છે, આ વિડીયો ખરેખર જોવા જેવો છે.


Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.