લવ યુ એસ અ ફ્રેન્ડ !

સેનારીઓ -૧

૧૯૮૦ નો એ સમય હતો .ઉનાળા નાં વેકેશન હતા . આજે મસ્ત ઉનાળા ની બપોર હતી , એકદમ સુમસામ . એક તરુણ પોતાના રૂમ માં રેડિયો પાર વિવિધ ભારતી નાં પ્રોગ્રામ સાંભળી રહ્યો હતો . એક થી એક મસ્ત ગીત વાગતા હતા .."રૂપ તેરા મસ્તાના , દિલ મેરા દીવાના .." , " ચહેરા હે યા ચાંદ ખીલા હૈ " ... અને એક એક સોંગ એને એની પ્રેમિકા ની યાદ અપાવતી હતી . સામે એનો જ ચહેરો આવી જતો હતો . ફેકટ હતું કે બંને જણા એકબીજા ને દિલોજાન થી ચાહતા હતા . કોલેજ ના પહેલા જ વર્ષ માં એને પોતાની પ્રેમિકા ને પ્રપોઝ કર્યું હતું "આઈ લવ યુ . જયારે પ્રથમ દિવસે તને જોય હતી ત્યાર થી જ મને તારી સાથે પ્રેમ થઇ ગયો હતો. જેમ જેમ તને વધુ જોતો ગયો તેમ તેમ હું વધુ પ્રેમ માં ડૂબતો ગયો . કદાચ હવે વધુ તારા વગર નહિ રહી શકું . આઈ લવ યુ "   અને એ કોલેજ સુંદરી એ તરત જ જવાબ આપ્યો હતો "આઈ લવ યુ ટુ " અને શરમાય ને દુપટ્ટા માં મોઢું છુપાવી દીધું હતું . હા ત્યારે બે જ ઓપ્શન હતા, યા તો ઓન્લી ક્લાસ મેટ ઓર ઇન લવ .

કોલેજ માં વેકેશન ચાલતું હોઈ , વાત કરવા માટે મળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો . મન તો એવું થતું હતું કે આખો દિવસ વાત જ કરતા રહીએ પણ એ કોઈ પણ રીતે પોસિબલ નહોતું . લેન્ડ લાઈન પર ફોન કરવા માં પણ બોવ ડર રહેતો .જે પણ હોઈ , એ ગીત ની સાથે સાથે ખૂશ થતો રહેતો હતો . એની પ્રેમિકા ને એક એક શબ્દ માં જોઈ શકતો હતો . સામે પણ એની પ્રેમિકા રેડિયો સાંભળતી હશે અને પોતાને મિસ કરતી હશે એ એને ખ્યાલ હતો.   

સેનારીઓ -૨ :

૨૦૧૪ ચાલે છે , એ જ ઉનાળો છે . એ જ કોલેજ ની છુટ્ટી છે. આજે મસ્ત ઉનાળા ની બપોર હતી . મસ્ત એસી રૂમ માં કોઈ તરુણ પોતાના લેપટોપ સામે બેઠો હતો . લેપટોપ માંથી મસ્ત અર્જિત સિંઘ નાં સોંગ વાગતા હતા . કોઈ ને પણ પ્રેમ માં ડુબાવી દ્યે એવા ધારદાર. "તુમ હી હો , મેરી આશિકી તુમ હી હો ", "કભી જો બાદલ બરસે ..".  એક એક સોંગ એને ગમતી છોકરી ની યાદ અપાવતું હતું .

પણ હવે એ મિસ કરવા નો જમાનો ગયો . હાથ માં સ્માર્ટ ફોન હતો .એમાં એક ગ્રીન કલર નું આઇકન હતું. એના પર ક્લિક કરી આખો દિવસ  એ પોતાની ગર્લ ફ્રેન્ડ  સાથે વાતો કરી શકતો હતો . હા વોટ્સ અપ એ બંને ને કોલેજ નાં વેકેશન માં પણ સાથે રાખતું  હતું . સવારે ઉઠે ત્યારે ગુડ મોર્નિંગ કિસ થી દિવસ શરુ થતો . બ્રશ કર્યું કે નહિ , શું બ્રેકફાસ્ટ કર્યો , ફેસબુક માં પેલું સ્ટેટ્સ કોનાં માટે હતું , ડીપી સેક્સી છે , લંચ માં શું ખાધું , ઊંઘ આવે છે , સાંજે ક્યાં મળશું  વગેરે વગેરે આખો દિવસ ચાલ્યા કરતુ .

ક્લાસ  માં પહેલી વાર જોઈ ત્યાર થી જ ગમી ગય હતી . મસ્ત મોડર્ન બિન્દાસ સુંદર છોકરી હતી . ફેસબુક માં એડ કરી ને નંબર માંગ્યા હતા .પછી વોટ્સ અપમાં વાતો ચાલુ થય. બંને લગભગ આખો દિવસ વાતો કરતા . એક દિવસ વોટ્સ અપ માં જ પ્રપોઝ કર્યું " સી, આઈ લાઈક યુ ફ્રોમ ફસ્ટ ડે ઓન્લી . એન્ડ નાવ આપણે બંને મોસ્ટલી આખો દિવસ કનેક્ટેડ રહીએ છીએ. તું મને વધુ ગમવા માંડી છો . આપણે એકબીજા નાં બહોત ક્લોસ છીએ . આઈ લવ યુ . ડુ યુ લવ મી ?"   અને આન્સર હતો " નોટ ધેટ વે યાર . આઈ લવ યુ એસ એ ફ્રેન્ડ "

અને આ આન્સર એને બોવ કન્ફયુઝ કરતો હતો . બધા જ વાગતા સોંગ એને એની ગર્લફ્રેન્ડ ની યાદ ની સાથે સાથે કેટલાક પ્રશ્નો પૂછતા હતા . હર પળ સાથે રહેતી છોકરી માટે એ સ્યોર નહોતો કે એ રીયલ  માં એની ગર્લફ્રેન્ડ છે ? એને લવ કરે છે ? અરે એ તો ૨૪ કલાક મારી સાથે જ વાત કરે છે તો એ મારી જ છે ને ?  કે પછી કોઈ બીજા સારા છોકરા ની શોધ માં હશે ?? નાં નાં એ એવું નાં કરે .મારી જ છે એ . તો પછી એને મને "આઈ લવ યુ એસ અ ફ્રેન્ડ" કેમ કહ્યું ? એનો શું મતલબ ? ખાલી આઈ લવ યુ બીજા કોઈ ને કહ્યું હશે ? તો પછી એની સાથે વાતો કેમ નહિ કરતી હોઈ ?....

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.