વેવિશાળ - ઝવેરચંદ મેઘાણી ની માસ્ટરપીસ નવલકથા

સૌરાષ્ટ્રની રસધાર , તુલસી ક્યારો , સોરઠ નાં તીરે વગેરે ઝવેરચંદ મેઘાણી ની નવલકથાઓ વાંચ્યા પછી આ બુક હાથ માં આવી. બુક ની સ્ટોરી સરળ , સીધી સાદી છે. પણ મેઘાણીએ સૌરાષ્ટ્ર ને પોતાના દિલ માં  નીચોવી લીધુ છે.  સૌરાષ્ટ્ર ની એક એક પ્રથા, લોકો ની સમાજ, દરેક જ્ઞાતિઓ ની પરંપરા , સંસ્કૃતિ થી સંપૂર્ણ વાકેફ અને બુક માં ઉતારી શકે તો એ માત્ર ઝવેરચંદ મેઘાણી. બુક માં એક કિશોર ની ખુમારી , એક યુવતી નો ત્યાગ, એક મહિલા ની સમજણ તો સામે જ એની દેરાણી ની અણસમજણ  , શેઠ નો રૂપિયા નો ઘમંડ.... ન વર્ણવી શકાય એટલું એક વાર્તા માં રજુ કર્યું છે. નવલકથા ની ભાષા ઓલ્ડ ગુજરાતી ટાઈપ ની છે.

અમુક વાક્યો જે માત્ર અને માત્ર ઝવેરચંદ મેઘાણી જ લખી શકે:


  • નારી રૂપ ને નવપલ્લવિત રાખવા માટે જ પ્રકૃતિએ એની આંખો પાછળ અખૂટ અશ્રુ-ટાંકા ઉતાર્યા છ
  •  અનેક માણસો ની પીઠો એમના ચહેરાઓ કરતા વધુ આકર્ષિત હોઈ છે . મુખાકૃતિ કરતા બારડો જયારે હૃદયની આરસી બને છે ત્યારે એનું દર્શન વેદનાયુંકત થાય છે . 
  •   આપણે આંખ ચોખ્ખી રાખીએ એટલે દુનિયા જખ મારે છે .
  •   સ્ત્રીઓ માં કુદરતે જ મુકેલી કળા – કહેવું એક ને અને સંભળાવવું કોઈક બીજા ને .
  •   સાચો રોષ યૌવન માં રુદન કરાવે છે અને પ્રોઢા અવસ્થા માં આંસુ સુકવી નાખે છે.
 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.