મકરસંક્રાંતિ : કાયપો જ છે ,ચગે તો કાપું ને !
મકર સંક્રાંતિ કે ઉતરાયણ એ મારો ફેવરીટ એવો તહેવાર . જો કે અમે એને પહેલા ગામડે "ખીહર" કહેતા . ગામડે હતા ત્યારે પતંગ ઉડાડવા સિવાય , સવારે બધા લોકો બાળકો ને બિસ્કીટ , ચોકલેટ , બોર વગેરે આપતા એ લેવા જવાનું એક્સાઇટમેન્ટ રહેતું.
રાજકોટ આવ્યા પછી આ તહેવાર માં વધુ મજા આવવા માંડી . ફેમીલી નાં બધા ભેગા થાય. આગલી રાત્રે પતંગ ના કિન્ના બાંધતા બાંધતા વાતો કરવાની . જેને કિન્ના બાંધતા ના આવડતા હોઈ એ બીજા ની "અણી" કાઢતા હોઈ કે સવારે વગાડવા ના ગીતો નું પ્લે લીસ્ટ બનાવતા હોઈ ( આ કાર્ય કરનાર ને બીજા દિવસે પાક્કી ગાળો ખાવા ની હોઈ છે ) . એક બે જણા ને વળી લુટેલી પતંગો ક્યાય મળે તો ખરીદવા મોકલ્યા હોઈ ( ઇન કેઈસ આપણા કિન્ના બાંધેલી પતંગ નો ચગે તો )
સવારે ધાબે ચડી ને પેલા અડધો કલાક તો સ્પીકર ગોઠવવા માં અને "એન્વાયર્મેન્ટ" સેટ કરવા માં જાય . માંડ બધું સરખું ગોઠવાય ત્યાં લાઈટ જતી રયે .એટલે બે ચાર "અપશબ્દો" બોલી ને પતંગ ચગાવવા નું ચાલુ થાય . પેલા તો કોઈ ફીરકી પકડવા વાળું ના મળે. પણ પછી જેના થી પતંગ નો ચગે એ આપોઆપ કોઈ ની ચગેલી પતંગ ઉડાવવા મળશે એ આશાથી ફીરકી પકડવાનું કાર્ય સ્વ્હર્ષથી સ્વીકારી લ્યે . રીયલ લાઈફ માં પણ ઘણા લોકો આવો ચગેલા પતંગ વાળા ને શોધતા જ હોઈ છે ને !

બપોરે મસ્ત જમવાનું હોઈ , ભુખ પણ એવી લાગી હોઈ . ઊંધિયું બનાવ્યું હોઈ સાથે પૂરી કે ચાપડી હોઈ . ગામડે થીં મસ્ત ઘાટી અને ખાટી છાસ આવી હોઈ ( ઇન કેઈસ માણસો વધી ગયા હોઈ અને તમે છેલ્લે હોઈ તો આછી અને મોળી પણ મળે ). અમુક પતંગ રસિયાઓ તો નીચે જમવા પણ નો ઉતરે, માંડ ક્યાંક "પેચ" લાગ્યા હોઈ . આજુ બાજુ નાં ધાબે ચડેલ આંટીઓ પાસે થી ચીક્કી કે કૈક નાસ્તો માંગી ને જ ચલાવી લ્યે .(અમારી અગાસી એ નાસ્તા ની સવલત બોવ ઓછી હોઈ , બીકોઝ આખું "બજરંગદલ" જ ધાબે ચડ્યું હોઈ ).
છેલ્લે થાકે એટલે દોરા માં તૂટેલી પતંગો બાંધી ને જાવા દ્યે . ફિરકા ખાલી કરે ત્યારે જ શાંતિ થાય . પછી ધાબા પાર નવરાત્રી ચાલુ થાય . નવરાત્રી નાં બધા સ્ટેપ નો થય જાય કે નીચે થી કોઈ ખીજાય નહિ ત્યાં સુધી શાંતિ જ નો થાય . દિવાળી એકલી ને કેમ બાકી રાખી દેવાય ? અંધારું થાય એટલે ફટાકડા નો વારો . બધા લોકો તો તારા મંડળ અને એવું બધું ફોડતા હોઈ પણ અમારે મુહર્ત તો "સુતળી બોમ્બ" થી જ કરવું પડે (તો જ બધા નું ધ્યાન આ બાજુ ખેચાય ને !! ) . રોકેટ લાવ્યા હોઈ , જે બાજુ જાજા "ફાનસ" ચગતા હોઈ એ બાજુ રોકેટ કરે . બધું પુરુ થઇ જાય એટલે નીચે. (સ્પીકર્સ , વધેલી પતંગો , ફીરકીઓ વગેરે છેલ્લે જે ઉતરે એના ઉપર ) .
ભારત ભલે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જેવું વિકસિત નથી પણ એક વાત તો છે જે વિકસિત સુખિયા દેશો પાસે નથી. એ છે અહીંનાં મોજમસ્તી, નટખટપણાંથી છલકતાં તહેવારો. સગા સંબંધીઓ, દોસ્તો સાથે ટેપ પર રોકિંગ મ્યુઝિકનાં તાલે ઉંચેરા આભને પતંગથી આંબવાની મજા, બીજાની પતંગને કાપતી વખતે ' કાયપો છે' બોલવાની મોજ, તલ સાંકળી, લાડુ ખાવાની મોજ, તહેવાર પહેલાની ઉત્કટતા, આનંદ, ઉલ્લાસ અને ઘણું બધું -- આ બધાનો પેલા ભૂરિયાઓને ક્યાંથી અનુભવ હોય ?
જવાબ આપોકાઢી નાખોHappy uttarayan
જવાબ આપોકાઢી નાખોHappy uttarayan
જવાબ આપોકાઢી નાખો