બુક રિવ્યુ- ચીન મારી નજરે - સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સચ્ચિદાનંદજીના પ્રવાસ નિબંધો વાંચવા બહુ ગમે છે. મેં ઘણા બધા પુસ્તકો વાંચી નાખ્યા છે. એમની આત્મકથા મારા અનુભવો પહેલી વખત વાંચી હતી એ પછી જયારે પણ એમનું કોઈ પુસ્તક મળે એટલે વંચાય જ જાય. એમાં પણ પ્રવાસ વર્ણનોમાં ઇઝરાયલ અને ઇજિપ્તની ઝાંખી, તુર્કી અને ઇજિપ્ત, પૂર્વમાં નવું પશ્ચિમ વગેરે એકદમ સરસ છે. હમણાં જ ચીન મારી નજરે પુસ્તક પૂરું કર્યું જાણે એ 1995નું ચીન ફરી આવ્યો.
આ પુસ્તક ફક્ત પ્રવાસ વર્ણન જ નથી, ચીન વિષે ત્યાંનો ઇતિહાસ ત્યાંના રાજાઓનો ઇતિહાસ, ત્યાંના લોકો વિષે અને સંસ્કૃતિ વિષે ઘણું છે. સ્વામીજીએ લગભગ આખા ચીનનો પ્રવાસ કર્યો છે, ચીનમાં પણ આપણી જેમ પ્રદેશ પ્રમાણે વિવિધતા છે. ચીનના પોલિટિક્સ પર પણ થોડું ઘણું લખેલું છે. ત્યાંના ધર્મો ખાસ કરીને બૌદ્ધ અને મુસ્લિમ વિષે પણ છે બંને કેવી રીતે એકબીજાથી અને આપણાંથી અલગ પડે છે એના પર ઘણું લખેલ છે.
ચીનમાં લોકોની જિંદગીમાં સરકારનો હસ્તક્ષેપ ઘણો ઊંડો છે. તમે પ્રવાસ કરવા જાવ તો ગાઈડ બતાવે એ જ સ્થળો જોઈ શકો, એકલા આડા અવડા ના જઈ શકો. રોજ એક ફેક્ટરીની મુલાકાત જરૂરથી લેવાની જ. અમુક અમુક જગ્યાએ ગાઈડ લઇ જાય એ ઘર જોવા જવાનું. ગાઈડ કોઈ પણ પોલિટિકલ પ્રશ્નનો જવાબ ના આપે. ચીનમાં પણ આપણી જેમ અમુક એરિયાઓમાં ગંદકી વધારે છે તો અમુક એરિયા યુરોપ જેવા ચોખ્ખા. દુકાનદારો ભાવતાલ બહુ કરે છે એટલે 50% કરતા પણ ઓછી કિંમતે વસ્તુઓ મળી રહે. ફકત વેજ જમતા લોકો માટે જમવામાં બહુ મુશ્કેલી છે.
છેલ્લે ઉપસંહારમાં પ્રજાના ધર્મ વિષે, ભારતની ત્યારની સ્થિતિ વિષે (જે અત્યારે પણ એ જ છે), ધાર્મિકતા અને નૈતિકતા વિષે, ભારતની લોકશાહી વિષે, ચીનને મળેલા લાભ વિષે, વિસ્થાપિતોના પ્રશ્નો વિષે, વાણી સ્વતંત્રતા વિષે લખેલું છે જે ખરેખર દરેક ભારતીયોએ વાંચવું જોઈએ. તો સ્વામી સચ્ચિદાનંદજીની નજરે ચીન ફરવું જ હોય તો આ પુસ્તક વાંચવું જ જોઈએ.
એક ફિલ્મની ટિકિટ કે એક પિઝાના ભાવમાં તમે આ પુસ્તક અહીંથી ઓર્ડર કરી શકો છો. જો ફ્રીમાં વાંચવું હોય તો ગુગલ પ્લેબુક્સ પર પણ ઉપલબ્ધ છે.
ચીન મારી નજરે -
ટિપ્પણીઓ નથી: