બુકરીવ્યું - અંતરિક્ષના આગિયા - ધુર્વ ભટ્ટ

જે પણ આ વાંચી રહ્યા હશે એમાંથી મોટાભાગના લોકોએ નાનપણથી અત્યાર સુધી વિસ્મ્ય ભાવે તારોડિયા જોયા જ હશે. ઉનાળામાં અગાસી પર સુવા જતા ત્યારે, ક્યાંય હિલ સ્ટેશનમાં ફરવા ગયા હોઈએ ત્યાં, ક્યાંય દરિયા કિનારે બેઠા હોઈએ તો ત્યાં, ખેતરમાં રાતે પાણી વાળવા  કે રખોપુ કરવા ગયા હોઈએ ત્યાં, વહેલી સવારે વગડામાં "ડબલે" ગયા હોઈએ ત્યાંથી પણ!  અમુક તારાઓના નામ પણ ખબર હશે જેમ કે સપ્તર્ષી, હૈરણું, ધ્રુવ તારો, વ્યાધ વગેરે. આપણામાંથી મોટાભાગનાઓ એ એમ જ તારાઓ જોયા હશે, તારાઓના સમૂહને જોઇને કલ્પનાઓ કરી હશે કે આ સિંહ જેવું દેખાય છે, આ હરણ જેવું દેખાય છે કે આ ફૂલ જેવું દેખાય છે વગેરે, આ આકારોની કલ્પનાઓ પૂર્વજોએ પણ કરી હતી અને એના આધારે  અવનવી વાર્તાઓ બનાવી હતી જેથી આકાશને ઓળખવું અને યાદ રાખવું સરળ બને અને તારાઓનો દિશા અને સમય જાણવા માટે ઉપયોગ કરી શકાય. આ પુસ્તકમાં આવી વાર્તાઓ દ્વારા આકાશ અને કેલેન્ડરની સમજ આપવામાં આવી છે. ચંદ્ર દર મહિને અલગ અલગ રાશિઓમાં પ્રવેશે છે અને આખા વર્ષમાં દરેક રાશિઓમાં ભ્રમણ કરી લે છે એટલે આપણા ચંદ્ર કેલેન્ડર પ્રમાણે એક વર્ષ પૂરું થાય છે. ચંદ્ર કેલેન્ડરમાં અધિક માસ કેમ આવે છે અમુક તિથિઓનો ક્ષય કેમ થાય છે એ પણ પૌરાણિક વાર્તાઓનો સંદર્ભ લઈને સરળતાથી સમજાવ્યું છે. આ ઉપરાંત દરેક નક્ષત્ર પાછળની પૌરાણિક કથાઓ છે, કયો તારો ક્યાં મહિનામાં કઈ બાજુ દેખાય એને કેવી રીતે ઓળખવો એ પણ આકાશના જે તે મહિનાઓના નક્શાઓ મૂકીને સમજાવ્યું છે. જો આ નક્શાઓ કલર ઈમેજમાં સરસ ક્વોલિટી પેજમાં આપ્યા હોત તો વધુ મજા પડત પરંતુ પછી પુસ્તકની કિંમત પણ વધી જાય. 

આ પુસ્તકમાં ખાલી આપણી જ પૌરાણિક કથાઓ નથી પરંતુ ગ્રીક કથાઓનો પણ સંદર્ભ આપવામાં આવ્યો છે. સાલું આપણને થાય કે આપણી અને ગ્રીકની પૌરાણિક કથાઓ વચ્ચે આટલી સમાનતા કેમ હશે! આ વાર્તાઓ સાંભળ્યા પછી આકાશ તરફ ઇન્ટરેસ્ટ ઘણો વધી જાય. 

ખાસ કરીને સ્કૂલમાં ભણતા બાળકોને તારાઓ બતાવીને આ આકાશની સમાજ આપવી જોઈએ એમાં પણ દરેક તારાઓ સાથે કોઈ વાર્તા જોડાય તો આકાશ જોવાની મજામાં ઓર વધારો થઇ જાય. શરૂઆતમાં પુસ્તકમાં લખ્યું છે એમ ધ્રુવ ભટ્ટ  દાદા અને એમના પત્ની દિવ્યાબેન કિશોરોને એકઠા કરીને આકાશ દર્શન કરાવતા અને સાથે સાથે કોઈ તારા અને નક્ષત્રની વાતો પણ કહેતા.  જે બાળકોએ આ વાર્તાઓ સાંભળી હોય એમેને આકાશ જોવામાં વધુ રસ પડતો અને આકાશનો નકશો પણ જલ્દી યાદ રહી જતો. દરેક કિશોર વયના બાળકોના માતાપિતાએ ફરવા જાય કે ગામડે જાય ત્યારે આ પુસ્તક સાથે રાખવું જોઈએ અને તારાઓ બતાવી એની સાથે જોડાયેલી વાર્તા કહેવી જોઈએ. 

આ ધુવ ભટ્ટનું હમણાં જ લોન્ચ થયેલું નવું પુસ્તક એક ફિલ્મની ટિકિટ કરતા પણ ઓછા ભાવે અમેઝોન પરથી ખરીદવા અહીં ક્લિક કરો (amazon affiliate link)

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.