2022 - શું નવું આવ્યું, શું બદલાયું?

2020 અને 2021 તો કોરોના ડરમાં લગભગ ઘરમાં જ વીત્યા, 2022એ થોડો ખુલ્લામાં ફરીથી શ્વાશ લેવાનો મોકો આપ્યો. આમ તો 2021માં જ વેક્સિનેશન પછી કોરોનાના કેસ ઘટવા માંડ્યા જે 2022માં સાવ ઘટી ગયા. લોકો માસ્ક અને સેનિટાઇઝર ઘરે જ ભૂલીને નિશ્ચિંન્ત ફરવા લાગ્યા, ફરીથી સ્વતંત્રતાનો અહેસાસ થયો. ડિસેમ્બરમાં ફરીથી ચાઈના અને અન્ય દેશોમાં કેસો ભયકંર વધી રહ્યા છે પરંતુ આપણે હજુ વાંધો નથી. આ ઉપરાંત આ વર્ષમાં ઘણી એવી ઘટનાઓ બની કે જે આવનારા વર્ષોમાં ઘણા બદલાવો લાવશે.

2022 - શું નવું આવ્યું, શું બદલાયું?


મહત્વની ઘટનાઓ -
 • ઇંગ્લેંડના રાજકારણમાં અનિશ્ચિતાઓ શરૂ થઇ. ભારતીય મૂળના હિન્દૂ "ઋષિ સૂચક" પહેલા વડાપ્રધાન બન્યા.
 • રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ છેડ્યું. શરૂઆતમાં લાગતું હતું કે એકાદ અઠવાડિયામાં યુદ્ધ પૂરું થઇ જશે પરંતુ હજુ એનો અંત નથી આવ્યો. ભારતના ઘણા વિદ્યાર્થીઓને યુક્રેનથી ભારત લાવવામાં આવ્યા. આ યુદ્ધના લીધે વિશ્વમાં મોંઘવારી પણ વધી. અત્યારે યુક્રેનની હાલત ખરાબ છે.
 • મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં 135 જેટલા લોકો મૃત્યુ પામ્યા મોરબી ફરી વખત દુર્ઘટનાનું ભોગ બન્યું. અનેક પરિવારોમાં માતમ છવાયો. ભારતમાં પ્રવાસન સ્થળો પર સમયાન્તરે ક્વોલિટી ઇન્સ્પેક્શન થવાની ખુબ જ જરૂર છે.
 • અત્યારે ડિસેમ્બરમાં અમેરિકા અને કેનેડામાં ભયંકર બરફનું તોફાન ચાલી રહ્યું છે, મોટા ભાગના વિસ્તારોમાં વીજળીની સમસ્યાઓ છે, 150 થી વધુ લોકો ભોગ બન્યા છે, કટોકટી જાહેર કહેવામાં આવી છે.
 • ઈરાનમાં હિજાબ વિરુદ્ધ ચળવળ શરુ થઇ. સપ્ટેમ્બરમાં 22 વર્ષની મહશા અમીની નામની છોકરીની હિજાબ ના પહેરવાના લીધે "મોરલ પોલીસ" દ્વારા ટકાયત કરવામાં આવી. એનું પોલીસ ચોકીમાં જ મૃત્યુ થયું.હજારો લોકોએ રોડ પર પ્રોટેસ્ટ કર્યો, ઈરાન ફૂટબોલ ખેલાડીઓએ પણ ફિફા સમયે પોતાનો વિરોધ નોંધાવ્યો!
 • ઈરાનથી ઉલટું ભારતમાં શાળાઓ અને પરીક્ષામાં હિજાબ પહેરવા દેવા માટે બેંગ્લોરમાં પ્રોટેસ્ટ થયા.
 • આ વર્ષે ભારતે લોકપ્રિય સિંગર લતા મંગેશકરને ખોયા આ ઉપરાંત જાણીતા ગાયકો બપ્પી લહેરી અને ભુપિન્દર સિંગને પણ ખોયા.
 • રોડ એક્સિડન્ટમાં ટાટા ગ્રુપના સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ થયું. આ કેસથી રોડ સેફટી પર ઘણી ચર્ચાઓ થઇ. હાલમાં જ ક્રિકેટર રિષભ પંતનું દિલ્લી એક્સપ્રેસ વે પર એક્સિડન્ટ થયું છે અને એ હોસ્પિટલમાં છે.
 • ભારતના વોરન બફેટ રાકેશ ઝુનઝુનવાલાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું.
 • દિલ્લીમાં આફતાબ પુનાવાળાએ એમની સાથે લિવ ઈનમાં રહેતી ગર્લફ્રેન્ડ શ્રદ્ધાનું મર્ડર કરી એના કટકા કરી ફ્રીઝમાં રાખ્યા હતા, આ ઘટનાએ ચકરાર જગાવી. આવી બીજી ઘટનાઓ પણ સામે આવી.
રાજકારણ -
 • 2022ના ગુજરાત ઇલેક્શનમાં આ વખતે ત્રિકોણીય જંગ હતો. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલીયા, ઈશુદાન ગઢવી જેવા થોડા મજબૂત નેતાઓ ઉતાર્યા હતા પરંતુ આ વખતે તેનો લાભ ભાજપને મળ્યો અને પ્રચંડ બહુમતી સાથે 156 સીટો મેળવી. લોકોએ ભુપેન્દ્ર પટેલનું મુખ્યમંત્રી પદ સ્વીકાર્યું. ચૂંટણીના થોડા સમય પહેલા જ ભાજપે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રી મંડળને દૂર કર્યું હતું. ગયા વર્ષે 77 ઉપર સીટ જીતેલી કોંગ્રેસ આ વર્ષે 17માં સમેટાય ગઈ.
 • આ ઉપરાંત ગોવા, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, મણિપુર અને હિમાચલ પ્રદેશમાં ઈલેક્શન થયા. મણિપુર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં ભાજપની સરકાર બની જયારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની. હિમાચલ પ્રદેશમાં લોકોએ કોંગ્રેસને મેજોરીટી આપી.
 • મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે શિવસેના સાથે છેડો ફાડી ભાજપ સાથે જોડાઈને મુખ્યમંત્રી બન્યા જયારે ડેવિડ ફર્નાડિસ નાયબ મુખ્યમંત્રી બન્યા.
 • દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ ટ્રાઇબલ કમ્યુનિટીમાંથી રાષ્ટ્રપતિ બન્યા.
 • કોંગ્રેસે ગાંધી પરિવાર બહાર મલ્લિકાર્જુનને પોતાના પ્રેસિડેન્ટ બનાવ્યા. શશી થરૂર આ ચૂંટણી હારી ગયા!
 • પાકિસ્તાનમાં ઇમરાન ખાનને વડાપ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા.પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા શેહબાઝ શરીફ નવા વડાપ્રધાન બન્યા.
ઈકોનોમી -
 • રશિયા યુક્રેન યુદ્ધ અને કોરોનાના લીધે વિશ્વભરમાં મોંઘવારી વધી. જીવન જરૂરિયાતની વસ્તુઓ વધુ મોંઘી બની.
 • ગુજરાતમાં રાહત આપ્યા બાદ, પેટ્રોલ 96 અને ડીઝલ 92ની આસપાસ છે, છેલ્લો ગેસનો બાટલો 1059નો આવ્યો.
 • બેન્કોએ હોમલોન દરોમાં વધારો કર્યો.
 • 2020 અને 21માં કોરોનાને લીધે પડી ભાંગેલ જીડીપીમાં સુધારો આવ્યો 2022-23માં 6.9% રહ્યો.
 • 58000 આસપાસથી શરુ થયેલ સેન્સેક્સ રેકોર્ડ તોડી 63000 ઉપર ગયો. લઘુતમ 52000 આસપાસ રહ્યો.
 • વર્ષની શરૂઆતમાં ગોલ્ડનાં ભાવ 49000 આસપાસ હતા જે અત્યારે વધીને 55000 આસપાસ છે.
 • અમુક જીવન જરૂરિયાતની વસ્તુઓ (પેકેટ્સ) જેવી કે દહીં, ગોળ, ચોખા, પનીર વગેરે પર 5% જીએસટી લગાવવામાં આવ્યો.
વિજ્ઞાન અને ટેક્નોલોજી -
 • દુનિયાના ધનાઢ્ય બિઝનેસમેન ઈલોન મસ્કે 44 બિલિયન ડોલરમાં ટ્વીટર ખરીદ્યુ. આ પછી એની ઓરીજીનલ ટેસ્લાના શેરના ભાવમાં ઘટાડો થયો.
 • ટ્વીટર, ફેસબુક, અમેઝોન વગેરે મોટી કંપનીઓએ ઘણા કર્મચારીઓને છુટા કર્યા. ટ્વીટર સીઈઓ પરાગ અગ્રવાલને પણ છૂટો કરવામાં આવ્યો.
 • ક્રિપ્ટો કરન્સીના ભાવમાં મોટો ઘટાડો થયો.
 • એપલે iphone 14 અને iphone 14 plus લોન્ચ કર્યા. જો કે ધીમે ધીમે નવા વર્ઝનનો ક્રેઝ ઓછો થઇ રહ્યો હોય એવું લાગ્યું.
 • ગૂગલે એન્ડ્રોઇડ 13 એનાઉન્સ કર્યું હતું પરંતુ હજુ મોટા ભાગના ડિવાઈઝમાં એન્ડ્રોઇડ 12 જ છે.
 • એન્ટરટેઇન્મેન્ટ -
 • આ વખતે પણ બોલીવુડે નિરાશ કર્યા, દ્રશ્યમ 2 અને ધ કાશ્મીર ફાઈલ સિવાય કોઈ મુવી એટલું લોકોને ના ગમ્યું.
 • સાઉથના ફિલ્મો ફરીથી ચાલ્યા, RRR, PS-1, કેજીએફ 2, વિક્રમ, સીતા રામન, કાર્તિકેય -2 વગેરે ફિલ્મો ખુબ ચાલ્યા.
 • ગુજરાતરી ફિલ્મો પણ અમુક સારા આવ્યા પણ હજુ મોજ પડી જાય એવા ઓછા બને છે. મોટાભાગની સ્ટોરી એકદમ સરળ હોય છે. જો કે સૌથી મોટા ન્યુઝ એ છે કે ગુજરાતી ફિલ્મ "છેલ્લો શો" ઓસ્કારમાં ટોપ 15 માં નોમિનેટ થઇ ગયું છે.
 • હિન્દી વેબ સિરીઝમાં TVF ની પંચાયત 2, ગુલ્લક, પિચર્સ -2 વગેરે લોકોને ખુબ ગમી. આ ઉપરાંત કોલેજ રોમાન્સ, કેમ્પસ ડાયરીઝ, એનસીઆર ડેય્ઝ, રોકેટ બોયઝ વગેરે લોકોને પસંદ પડી. ગેમ ઓફ થ્રોન્સ પરથી હાઉસ ઓફ ડ્રેગન આવી અને લોર્ડ ઓફ ધ રિંગ્સ પરથી ધ રિંગ ઓફ પાવર આવી. બંને એવરેજ ચાલી.
 • બધા OTT વાળાઓએ ભાવ વધારી દીધા!!
સ્પોર્ટ્સ -
 • આ વખતે T20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત ફરીથી સેમિફાઇનલમાં નીકળી ગયું. આખા વર્લ્ડ કપમાં ભારતની ટીમનું પ્રદર્શન એવરેજ રહ્યું. ઇંગ્લેન્ડ ફરીથી વર્લ્ડકપ જીત્યું. આ વર્ષે સૂર્ય કુમાર યાદવનું ફોર્મ જબરદસ્ત રહ્યું. વર્લ્ડ કપમાં કોહલીએ પણ સારું પ્રદર્શન કર્યું.
 • આ વખતે કતારમાં યોજાયેલ ફિફા વર્લ્ડકપનો ક્રેઝ સારો રહ્યો. ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવી ચેમ્પિયન બન્યું. મેસી ચાહકો માટે આ સૌથી મોટી જીત હતી.
 • આઈપીએલમાં પ્રથમ વખત જ રમી રહેલી ગુજરાત ટાઇટન્સ ટિમ વિજેતા બની. હાર્દિક પંડ્યા નવો ઉભરતો કેપ્ટન બન્યો. હવે આવતા 20-20 ફોર્મેટમાં એ જ કેપ્ટન બની જાય તો નવાઈ નહિ.
મારા માટે -
 • ક્રિયાંશ હવે 1 વર્ષ ઉપરનો થઇ ગયો, ચાલતા શીખી ગયો છે અને હવે બોલતા શીખી રહ્યો છે એટલે ફ્રી જ નથી થવા દેતો.
 • આ વર્ષે વધુ પુસ્તકો વાંચવાનો સમય ના મળ્યો - દુખિયારા, ક્રોસિંગ ગર્લ, મહાભારતનું ચિંતન, અંતરિક્ષના આગિયા, અઘોરીઓ સાથે 5 દિવસ અને અડધું પ્રેમરંગ વાંચ્યું. મેં વાંચેલા પુસ્તકોના રીવ્યુ તમને આ બ્લોગમાંથી જ મળી રહેશે ( અહીં ક્લિક કરો).
 • ફરવામાં આ વર્ષે દિવ, દમણ, પાવાગઢ, દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઉદયપુર, હાથણી માતા (જાંબુઘોડા), કોટાના બીચ (વડોદરા પાસે), સ્તંભેશ્વર મહાદેવ વગેરે સ્થળોએ ફર્યો. બાકી ક્રિયાંશ સાથે આસપાસમાં ઘણું રખડ્યા. ટ્રાવેલ રીલ જોવા માટે અહી ક્લિક કરો.
 • 2020 ફેબ્રુઆરી પછી સીધું 2022 ડિસેમ્બરમાં થિયેટરમાં ફિલ્મ જોયું. આ વર્ષે દ્રશ્યમ2, પીએસ 1, સીતા રામન વગેરે અમુક ફિલ્મ ગમી. સિરીઝમાં TVFની જ ગુલ્લક3, પંચાયત 2 અને અત્યારે સિક્સર જોવ છું. ફલેમસની સીઝન 3 પણ ગમેલી.
 • આ વર્ષે વડોદરાની અલગ અલગ વાનગીઓ ટેસ્ટ કરી સેવ ઉસળ ભાવી ગયું.
 • જેમને નાનપણથી વાંચતો આવ્યો છું એ લેખક મિત્ર જય વસાવડાને રૂબરૂમાં સાંભળવાનો અને મળવાનો મોકો મળ્યો.
 • આ વર્ષે ફેસબુકની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ રહ્યો. ઇન્સ્ટાગ્રામ પર ઘણી સ્ટોરી, રીલ્સ બનાવી. દ્વારકાની રીલ પર 10000 ઉપર વ્યુ આવ્યા. (ઇન્સ્ટાગ્રામ હેન્ડલ - @ankit_sadariya)
 • મારી યૂટ્યૂબ ચેનલ "સોફ્ટવેર ટેસ્ટિંગ ટિપ્સ અને ટ્રિક્સ" પર 11 વિડિઓ અપલોડ કર્યા, 690 જેટલા સબસ્ક્રાઈબર થયા. તમે આઇટીમાં આ ફિલ્ડમાં હોય તો સબ્સ્ક્રાઇબ કરી શકો છો.
બ્લોગ માટે 2021 -
 • આ વર્ષે આ પોસ્ટ સિવાયની 15 પોસ્ટ્સ લખી, ટોટલ બ્લોગમાં આ વર્ષે 75000 જેટલા વ્યુ આવ્યા. એમાં 'ભારે વરસાદ પછીનો "ઉઘાડ" !' ની પોસ્ટ સૌથી વધુ વંચાણી.
 • ફેસબુક પેજ "આ સાલી જીંદગી" પર 54100 માંથી 70000+ ફોલોવર્સ થઇ ગયા, "આ સાલી જીંદગી" ફેસબુક ગ્રુપમાં પણ 8000+ સભ્યો થઇ ગયા. ઇન્સ્ટાગ્રામ પર 4500 માંથી 4600+ ફોલોવર્સ થયા.
 • હજુ આ બ્લોગ ફોલો ના કર્યો હોય તો ફોલો કરો.

આગલી વાંચવા જેવી પોસ્ટ્સ - 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.