૨૦૧૯ - શું નવું આવ્યું અને શું બદલાયું ?

પાછલા વર્ષે ૨૦૧૮માં ઘણું બધું નવું આવ્યું ફૂડ ડીલેવરી સ્ટાર્ટઅપ્સ પોપ્યુલર બન્યા, ક્રીપ્ટો કરન્સી ટ્રેડીંગ લગભગ બંધ થયું, અમેઝોન પ્રાઈમ, નેટફ્લીક્સ વગેરે પોપ્યુલર બન્યા, ત્રિપલ તલાક બીલ લોકસભામાં પાસ થયું, સબરીમાલા વિવાદ વકર્યો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢમાં કોંગ્રેસે વાપસી કરી. બ્લોગમાટે અને પર્સનલ માટે પણ ઘણું બધું થયું. ૨૦૧૮નું રીવીઝન તમે અહી ક્લિક કરીને વાંચી શકો છો. 

૨૦૧૯ - શું નવું આવ્યું અને શું બદલાયું ?

૨૦૧૯ - શું નવું આવ્યું અને શું બદલાયું ? 

રાજકારણ 

  • સૌ પ્રથમ ૨૦૧૯માં વધુ બહુમત સાથે નરેન્દ્ર મોદીના નેતૃત્વ સાથે ભાજપ સરકાર ફરીથી ચૂંટાણી. 
  • આખરે જમ્મુ કાશ્મીરમાં ધારા ૩૭૦નું નિરાકણ આવ્યું  
  • આખરે રામમંદિરનાં વિવાદનો ચુકાદો આવ્યો, શાંતિથી પત્યું. 
  • ત્રિપલ તલાક બીલ રાજ્યસભામાંથી પસાર થયું. 
  • હમણા જ 

    Citizenship Amendment Bill પસાર થયું, હજુ વિવાદ ચાલે છે 

  • ડુંગળીના ભાવે ડીસેમ્બરમાં આંતક મચાવ્યો. 
  • GDPમાં ગાબડા પડ્યા. ફર્સ્ટ ક્વાર્ટરમાં ૬.૬ , બીજામાં ૫.૮, ત્રીજામાં ૫ અને ચોથા ક્વાર્ટરમાં ૪.૫ રહ્યો. 
  • સનસેક્સ ૩૬૨૫૪ ઇન્ડેક્સથી શરુ થયેલો , ૩૮૦૦૦+ ગયો બજેટ પછી ત્યાંથી ગગળીને ૩૬૦૦૦ આસપાસ આવ્યો. સરકારે સ્પેશીયલ ફંડ અને ટેક્સમાં ફેરફાર કરીને ટેકો આપ્યો. પહેલીવાર ૪૧૦૦૦ના આકડાને આંબ્યો. 
  • ગયા વર્ષની સરખામણીમાં આ વખતે રૂપિયો ડોલર સામે સ્ટ્રોંગ રહ્યો. (૭૦ની આસપાસ).
  • મહારાષ્ટ્ર ચુંટણીમાં ખરેખરનું પોલીટીક્સ થયું. આખરે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મિશ્ર સરકાર બની. ઉદ્ધવ ઠાકરે પહેલી વખત મુખ્યમંત્રી બન્યા. 
  • આકરા રોડસેફટીના નિયમો ચર્ચાસ્પદ બન્યા. (ખાસ કરીને ગુજરાતમાં).
  • હૈદરાબાદની બળાત્કારની ઘટના ખુબ ચગી, આરોપીઓનું એન્કાઉનટર થયું. બીજી ઘણી આવી ઘટનાઓ સામે આવી. 
ક્રિકેટ 
  • ક્રિકેટમાં ભારત ૨૦૧૯નો વર્લ્ડ કપ સેમીફાઈનલમાં હાર્યું. 
  • વર્લ્ડ ટેસ્ટ સીરીઝમાં ભારત પહેલા નંબરે છે. 
  • વન ડે અને ટેસ્ટ રેન્કિંગમાં કોહલી પહેલા નંબરે છે.
  •  મુંબઈ ઇન્ડિયન્સ ફરીથી આઈપીએલ જીત્યું. 
વેબ સીરીઝ 
  • આખરે ગેમ ઓફ થ્રોન્સનો અંત આવ્યો, છેલ્લી સીઝનમાં ગોટાળા માર્યા. સેક્રેડ ગેઈમસ સીઝન-૨ પણ ખાસ રહી નહિ. મને ફેમીલી મેન ગમી. બહુ ઓછી વેબ સીરીઝ જોઈ અમેઝોન પ્રાઈમ પરની બ્રેથ પણ ગમી. ટીવીએફની કોટા ફેક્ટરી હિટ રહી, ફ્લેમ્સ ૨ પણ બહુ ગમી. 
બોલીવુડ 
  • બોલીવુડમાં હ્રીતિક રોશન અને ટાઈગર શ્રોફની વોર( કે વાર ! ) સૌથી વધુ કમાણી કરવાવાળી ફિલ્મ રહી. 
  • ગલીબોય ભારત તરફથી ઓસ્કાર માટે નોમીનેટ થઇ. 
  • આ વખતે ઉરી-સર્જીકલ સ્ટ્રાઈક, ગલી બોય, બદલા, કેસરી, કબીર સિંઘ, દે દે પ્યાર દે, આર્ટીકલ ૧૫, સુપર ૩૦, છીછોરે, ડ્રીમ ગર્લ, બાલા વગેરે ફિલ્મો ગમી. 
પર્યાવરણ 
  • પર્યાવરણના બદલાવને લઈને ૧૬ વર્ષની  ગ્રેતા ઠુંન્બર્ગનું ભાષણ ઘણું વિવાદાસ્પદ રહ્યું. 
  • વડાપ્રધાન નરેન્દ્રમોદીનો ચેન્નાઈ બીચ પર પ્લાસ્ટિકની સફાઈ કરતો વિડિયો વાઈરલ થયો. 
  • ઈલેત્રિક કાર અને બસ માટે સરકાર તરફથી પ્રોત્સાહન મળ્યું. ઘણા શહેરોમાં ઈલેત્રિક સીટી બસો શરુ થઇ. 
  • મહારાષ્ટમાં મેટ્રો માટે વૃક્ષો કાપવાને લઈને વિરોધ થયો. પ્રોજેક્ટ  લગભગ અટક્યો. 
  • આ વખતે ચોમાસું મોડું ચાલુ થયું પરંતુ  વધુ વરસાદ પડ્યો. ઘણી જગ્યાએ લીલો દુકાળ જાહેર થયો. 
ટેકનોલોજી 
  • આઈફોન ૧૧ લોન્ચ થયો. એની ત્રણ કેમેરાવાળી ડીઝાઇનની મજાક ઉડી. 
  • એનડ્રોઈડ Q ઓપરેટીંગ સીસ્ટમ આવી. આ વખતે એનું કોઈ જ નામ રાખવામાં નથી આવ્યું. 10.0 તરીકે જ ઓળખાશે. 
  • બેંગ્લોર જેવા શહેરોમાં સાઇકલ અને બાઈક રેન્ટના સ્ટાર્ટઅપને સારો પ્રતિભાવ મળ્યો. 
  • ૬ જીબી અને ૮ જીબી રેમ મોબાઈલ માટે સામાન્ય બની. ૬૪ થી ૨૫૬ જીબી સ્ટોરેજવાળા સ્માર્ટ ફોન બજારમાં આવ્યા.
  • સુંદર પીચાઈ ફક્ત ગુગલ નહિ, પૂરી આલ્ફાબેટ કંપનીના CEO બન્યા. 
  • આ વખતે કોઈ સારી એવી નવી ટ્રેન્ડીંગ એપ્લીકેશન માર્કેટમાં નથી આવી.  
  • ઈસરોએ ચન્દ્રાયન લોન્ચ કર્યું. દુર્ભાગ્યે લેન્ડર ક્રેશ થઇ ગયું. 
બ્લોગ માટે 
  • બ્લોગ માટે અને મારા માટે  આ વર્ષ સૌથી સુખદ રહ્યું. આ બ્લોગનો જ એક આર્ટીકલ જય વસાવડાની નવી બુક "એ દોસ્તી" માં સ્થાન પામ્યો. તમને વાંચનનો શોખ હોય તો બ્લોગને જરૂરથી ફોલો કરજો અને ગમતા આર્ટીકલ શેર કરજો. 
  •   આ વર્ષે મેં બ્લોગમાં ૧૫ જેવી પોસ્ટ્સ કરી, જે ગયા વર્ષ કરતા થોડી વધારે છે.  એમાં મારી કોડાઈ-કેનાલ સફરની પોસ્ટને સૌથી વધુ હિટ્સ આવ્યા. હિંદુ ધર્મના વાડાઓ પરની પોસ્ટ પણ લોકોને બહુ ગમી.
  • આ સાલી જીંદગીના ઇન્સ્તાગ્રામ અને ફેસબુક પેજ પર પણ ઘણી પોસ્ટ્સ મુકું છું.
    (હજુ લાઈક ના કર્યું હોય તો આ લીંક પર ક્લિક કરો  => આ સાલી જીંદગી ફેસબુક પેજ ,  આ સાલી જીંદગી ઇન્સ્તાગ્રામ  પેજ )
પર્સનલ 
  • ૨૦૧૮માં બધા ગોલ પુરા કર્યા હતા. ૨૦૧૯માં એવા કોઈ ખાસ ગોલ હતા નહિ. એક મોટો ગોલ હતો જે પૂરો થયો છે એના પર ક્યારેક આખી પોસ્ટ લખીશ. 
  • આ વર્ષે પણ ઘણું ફર્યો. શરૂઆતમાં જ સ્કન્દગીરી ટ્રેકિંગમાં ગયા. પહેલું અઘરું રાત્રિનું ટ્રેકિંગ હતું. આજ સુધી ક્યારેય નાં જોયો હોય એવો સનરાઈઝ જોયો. (આના પર રખડપટ્ટી વિભાગમાં પોસ્ટ મુકવાની બાકી છે). પછી ગોવા ગયા. કુંતીબેટ્ટા ટ્રેકિંગ પર ગયા. કેરેલા ફર્યા. હમણાં જ હોરાગીનાબેટ્ટા ટ્રેકિંગમાં ગયા.  
  • આ વર્ષે ગયા વર્ષ કરતા વધુ પુસ્તકો વાંચ્યા. ધુવભટ્ટના તિમિર પંથી, અકુપર, લવલી પાનહાઉસ , અગ્નિકન્યા, સમુદ્રાન્તિકે વાંચ્યા. શોભા બોન્દ્રેનું ગુજરાતીઓ ધંધો કેવી રીતે કરે છે વાંચ્યું.  આ ઉપરાંત રેગ્યુલર આર્ટીકલ અને ટેકનીકલ પુસ્તકો તો ખરા જ. 
  • લગભગ આખું વર્ષ જીમ ગયો. વજન કંટ્રોલમાં રહ્યું. 
  • દાઢી વધારી, એક પણ વખત ચહેરા પર બ્લેડ નથી ફેરવી. (બસ એમ જ ) 
  • નાનકડા પ્લેમાં ભાગ લઈને અભિનય કર્યો, સ્ક્રીપ્ટ પણ લખી. 
  • વિડીઓ બ્લોગીંગ શરુ કરવાની ઈચ્છા હતી, ૨-૩ વિડીઓ બનાવ્યા પણ કેમેરા સામે એટલું જામ્યું નહિ. જોઈએ આવતા વર્ષે ! 
આગલા આર્ટીકલ્સ - 

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.