બૂક રિવ્યૂ - અઘોરીઓ સાથે પાંચ દિવસ - સુરેશ સોમપુરા

આ પુસ્તકનું ટાઇટલ વાંચીને જ પુસ્તક વાંચવાનું મન હતું. આમ પણ મને અઘોરીઓ વિશે એમ જ સાંભળેલી વાતો સિવાય વધુ જ્ઞાન નહતું. એટલે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ પુસ્તક શરૂ કરી પૂરું કર્યું .

અઘોરીઓ સાથે પાંચ રાતો

આ પુસ્તકમાં લેખકને એક અઘોરીઓનાં કેમ્પમાં પાંચ દિવસ જવાનો મોકો મળે છે. લેખક અઘોરીઓની શક્તિઓ, ચમત્કારો, માન્યતાઓ વગેરે જાણવા માટે ઉત્સુક હોય છે. લેખક પાંચ દિવસ ત્યાં અલગ અલગ શક્તિઓ ધરાવતા અઘોરીઓને મળે છે, એમની સાથે આત્માથી માંડીને મનની શક્તિઓની ચર્ચાઓ કરે છે અમુકને ઉઘાડા પણ પાડે છે. આ ઉપરાંત તેમના ઉત્સવો, અલગ માન્યતાઓ અને પ્રયોગો વિશે પણ છે. આ ઉપરાંત એક બીજી વાત પણ ચાલતી રહે છે, લેખકના મિત્ર અને એક અઘોરી બાવાની જે થોડી પકડી રાખે એવી વાર્તા છે. 

અઘોરીઓ સાથે થતી ચર્ચાઓ દરમિયાન ઘણી સારી વાંચવાલાયક વાતો છે જે મજા આવે એવી છે. આ ઉપરાંત અઘરીઓના પાંચે  પાંચ દિવસમાં કૈક એવી ઘટનાઓ છે જે આપણા માન્યમાં ના આવે. એક અલગ જ દુનિયાનો અનુભવ થઇ શકે. 


આ પુસ્તકમાં લખેલી કેટલી વાતો સાચી છે, એ તો મને નથી ખબર પરંતુ દુનિયામાં ઘણું બધું આપણી માન્યતાઓ કરતા ક્યાંય આગળ હોય છે. થોડું અલગ પ્રકારનું પણ વાંચવાની મજા આવે એવું પુસ્તક છે. વાર્તાની સાથે સાથે ફિલોસોફી પણ છે.

આ પુસ્તક તમને મોબાઈલમાં વાંચવા માટે પ્લે સ્ટોર પર પુસ્તક વિભાગમાં ફ્રીમાં મળી જશે. બાકી તમે એમેઝોન પરથી  અહીં ક્લિક કરી નજીવા ખર્ચે વસાવી શકો છો. (amazon affiliated link)

ટિપ્પણીઓ નથી:

Add your comment -

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.