બુકરીવ્યું - મહાભારતનું ચિંતન - સ્વામી સચ્ચિદાનંદ

તમારામાંથી અમુક લોકોએ જરૂરથી મહાભારત વાંચ્યું હશે, અમુકે સિરિયલ જોઈ હશે તો અમુકે કોઈક પાસેથી સાંભળ્યું હશે પરંતુ ભાગ્યે જ કોઈક એવું હશે જેને મહાભારતની વાર્તા ખબર ના હોય. મહાભારત ભારતનો સૌથી લોકપ્રિય પ્રાચીન ગ્રંથ કહી શકાય, ભાગ્યે જ કોઈ એવું હશે જેને મહાભારત ના ગમતું હોય. ઉપરછલ્લી વાતો કે સીરિયલને બાદ કરતા ઊંડા ઉતરો તો વધુ મજા પડે એવો ગ્રંથ છે. 

મહાભારતનું ચિંતન by સ્વામિ સચ્ચિદાનંદજી

આ મહાભારતનું ચિંતન પુસ્તકમાં સ્વામી સચ્ચિદાનંદે વાર્તાની શરૂઆત છેક શકુંતલાના જન્મથી કરી છે. પછી એ વંશમાં ભરતનો જન્મ થાય છે તેના લીધે આ દેશ ભારત તરીકે ઓળખાય છે પછી ગંગા પ્રતિપરાજા અને શાંતનુની વાત છે પછી ભીષ્મનો કેવી રીતે જન્મ થાય છે અને પાંડવોની વંશાવલી વિષે વાત છે પછીની વાતો લગભગ જાણીતી છે પરંતુ આ પુસ્તકમાં સિરિયલ કે સાંભળેલી વાતો કરતા ઘણું વધુ છે. ઉપરથી જયારે પાંડવો વાંસવાસમાં જાય છે ત્યારે જે સ્થળે જાય છે એ બધા સ્થળોની પણ અલગ વાર્તાઓ કહી છે. એક વખત આ પુસ્તક વાંચવાનું શરુ કરો એટલે મૂકવું બહુ અઘરું છે. એક એક ચેપટર જકડી રાખે એવું છે. કુલ 465 પાનાનું પુસ્તક છે અને લગભગ 100 જેટલા ચેપટર છે. 

ભૂમિકામાં જ સ્વામી સચ્ચિદાનંદ લખે છે કે "આ પુસ્તક "મહાભારત" નો ભાષાનુવાદ નથી તેમ જ ભાવાનુવાદ પણ નથી. આ તો મહાભારતની મૂળ કથાને આધારે રજૂ થયેલું ચિંતન છે. "મહાભારતનું ચિંતન પુસ્તક ફક્ત મહાભારતની વાર્તા જ નથી સાથે સાથે દરેક પ્રસંગો પર મળતો બોધ અને અત્યારની પરિસ્થિતિ સાથે સરખામણી પણ છે. અમુક વાતો કે ઘટનાઓનું ઊંડાણમાં ચિંતન છે. અમુક પ્રસંગોને ખરેખર ઊંડાણમાં સમજાવ્યા છે જે ભાગ્યે જ લોકોને ખબર હોય. ઘણી વાતો પ્રેક્ટિકલ રીતે કહી છે એક જ ચશ્માં ચડાવીને જોવાને બદલે ઘણા એંગલથી રજૂ કર્યું છે. આ 500 પાનાનું પુસ્તક તમને મહાભારતના દરેક પ્રસંગ વિષે ઘણું ઊંડાણમાં સમજાવે છે, જીંદગીના બોધ આપે છે. 

આ પુસ્તકમાંથી અમુક સ્ક્રીનશોટ - 
મહાભારતનું ચિંતન by સ્વામિ સચ્ચિદાનંદજી
આ માહિતી અને પ્રેરણા સભર પુસ્તક તમે એક ફિલ્મ ટિકિટ જેટલી નજીવી કિંમત પર ખરીદી શકો છો. આ પુસ્તક ગુગલ પ્લે બુક પર ફ્રી માં પણ વાંચી શકો છો પરંતુ તે મોબાઈલમાં જ વાંચવું પડશે.

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.