રખડપટ્ટી - હાથણી માતા ધોધ - જાંબુઘોડા

આમ તો જાંબુઘોડાનું આખું જંગલ જ મજેદાર છે એમ પણ ચોમાસા પછી પ્રકૃતિ ખીલી ઉઠે છે. ઘણા સમય થી વડોદરા હતો પરંતુ કોરોના અને પછી ક્રિયાંશના લીધે બહુ ક્યાંય ફરવા જવાનું થતું નહીં. હવે આજુબાજુમાં થોડી રખડપટ્ટી શરુ કરી. એમ તો વડોદરા જ મારા માટે નવું એટલે કમાટી બાગ, રાત્રી બઝાર અને બીજી અમુક ફેમસ જગ્યાઓ પર આંટા માર્યા. આજુબાજુમા કોટના બીચ અને તુળજાા ભવાનીી માતા  રાનુ પણ જઈ આવ્યા. થયું આ વખતે ચોમાસા પછી આજુબાજુમાં જ ક્યાંય સુંદર જગ્યાએ જઈએ અને નક્કી કર્યું વડોદરાથી 80-85 કિમી દૂર વોટરફોલ જોવા જવાનું. પ્રકૃતિમાં દરિયો, નદી, ધોધ, જંગલ, પર્વત, ખીણ, પ્રાણીઓ, પક્ષીઓ બધું જ જોવું ગમે.પ્રકૃતિની જેટલી વધુ નજીક જાઓ એટલો વધુ આનંદ મળે એટલે બહુ દૂર નહીં તો આજુબાજુમાં જ ક્યાંક પ્રાકૃતિક સ્થળની મુલાકાત લેતી રહેવી. 



હાથણી માતાનો ધોધ વડોદરાથી પાવાગઢ બાજુથી શિવરાજપુર થઈને જઈ શકાય. ગુગલમેપ એકદમ સચોટ રસ્તો જ બતાવે છે. ગુગલ રીવ્યુમાં ત્યાં જમા થતી ભીડ વિષે વાંચેલું એટલે શનિવારે વહેલી સવારમાં જ નીકળી જવાનું નક્કી કર્યું. લગભગ સવારે 6.30 વાગ્યે નીકળી ગયેલ અને 8.30 આસપાસ ત્યાં પહોંચી ગયેલા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમારા સિવાય ફક્ત એક જ ગાડી આવી હતી. શિવરાજપુરથી રસ્તો સિંગલ લેન છે પરંતુ સારો છે. આસપાસ કલરે કલરના મનમોહક વૃક્ષો જોતા જ રહેવાનું મન થાય. ખુબ જ સુંદર રસ્તો છે. 

(સાઈઝના લીધે વિડિઓ ક્વોલિટી બગડી ગઈ છે )


ત્યાં ઓફિસિયલ પાર્કિંગ નથી પરંતુ લોકલ લોકોએ કાર પાર્કિંગ માટે જગ્યા બનાવી છે અને 50 રૂપિયા ચાર્જ લે છે. ત્યાં કપડાં બદલવા માટે પણ બાથરૂમ આપે છે. પાર્કિંગ પછી અડધો કિલોમીટર જેવું ચાલીને ધોધ સુધી પહોંચી શકો. ધોધ એકદમ પર્વતની વચ્ચે છે એટલે તમે ત્યાં સુધી પહોંચો પછી જ દેખાય. વળી જ્યાં ધોધ પડે છે ત્યાં જ કોતરમાં હાથણી માતાનું મંદિર છે. આ આખી જગ્યા હાથી જેવી લાગતી હોય કદાચ એટલે જ હાથણી માતા નામ પડ્યું હશે. ચોમાસામાં વરસાદ પછી અહીં પુષક્ળ પાણી હોય છે પરંતુ ધીમે ધીમે ઓછું થતું જાય છે. અહીં તમે નહાઈ શકો છો, થોડું ટ્રેક કરી ધોધમાં ઉપર સુધી જઈ શકાય છે પરંતુ સાવચેતી જરૂરી છે. મેં સાઉથમાં ઘણા ધોધ જોયેલા ગુજરાતમાં પણ આટલા સારા ધોધ છે એ હમણાં ખબર પડી. (બીજા ઘણા પણ હવે લિસ્ટમાં છે).

(ઉપરના ફોટા અને વિડિઓ નીચે શેર કરેલ ઇન્સ્ટાગ્રામ રીલની લિન્કમાં મળી જશે!) 

અહીં પાર્કિંગથી ચાલીને એક રાસ્તો ધોધ તરફ જાય છે બીજો સીધો જાય છે ત્યાં સામાન્ય ટ્રેકિંગ કરીને તમે ઉપરના ભાગ સુધી પહોંચી શકો છો. ત્યાં એક શાંત ઝરણું વહે છે અને આસપાસનો નજારો ખુબ જ સુંદર છે. અહીંથી જ ધોધ સુધી પાણી આવે છે. 






ઉપર તરફ જતી વખતે એક ચાની ટપરી પર એક દાદા એકતારો અને કરતાલ લઈને બેઠા હતા. એમને અમને એક સરસ ગીત સંભળાવ્યું. ઇન્સ્ટાગ્રામમાં આખી ટ્રીપ અને આ દાદાનું ગીત રીલ્સમાં અપલોડ કર્યું છે તમે અહીં ક્લિક કરી મને ફોલો કરી શકો. 


આખી ટ્રિપની રીલ -


દાદાનું ગીત - 


રિટર્નમાં અમે ત્યાં જ જમવાનું નક્કી કર્યું. ત્યાં એક લોકલ કપલ બાજરા અને જારના રોટલા અને શાક બનાવે છે એમને અમે પહેલા જ રીંગણાં બટેટાનું શાક અને મકાઈના રોટલા બનાવવાનું કહી દીધેલું. એકદમ દેશી અને સ્વાદિષ્ટ!

જો તમે આ જગ્યાએ જવાનો પ્લાન કરતા હોય તો થોડું વહેલું જવું પછી બહુ ભીડ થઇ જાય છે અને ત્યાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું. 

આવા સરસ ફોટો માટે મને ઇન્સ્ટાગ્રામ પર અહીં ક્લિક કરી ફોલો કરી શકો છો. (વધુ માહિતી માટે મને ફેસબુક કે ટવીટર પર પણ ફોલો કરી મેસેજ કરી શકો :) ) 


બીજા રખડપટ્ટીના અનુભવો - 

ટિપ્પણીઓ નથી:

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.