એલેપ્પી - ભારતનું વેનિસ !


મુન્નારથી એલ્લેપી કેવી રીતે જવું, અને એલેપ્પી જઈને ક્યાં રહેવું વગેરે કઈ પ્લાન કર્યું નાં હતું.  મુન્નારમાં એસ ટી સ્ટેન્ડ જઈને પૂછ્યું તો ખબર પડી કે કેરેલા એસટીની બસો સીધી એલેપ્પી  જાય છે. બસમાં મુન્નારથી એલેપ્પી છ કલાક જેવું થાય એટલે સવારે ૧૧ની બસમાં જ નીકળી જવાનું પસંદ કર્યું.  અમે જેવા બસસ્ટોપ પહોચ્યા તો બસ ઉપડતી જ હતી. બસમાં ચડ્યા તો અમારા અને ૨ વિદેશી કપલ સિવાય કોઈ નહોતું. જો કે પછી આગળ જતા બસ ભરાઈ ગઈ. છ કલાક બસમાં લગભગ આખા કેરેલાના દર્શન થઈ ગયા. કેરેલા સારું એવું ડેવલપ સ્ટેટ છે, રસ્તાઓ એકદમ સારા અને ઓવર બ્રીઝ, મેટ્રો વગેરે પણ સારું એવું છે. વચ્ચે ૨-૩ શહેરો આવ્યા એમાં જોયું ફર્નીચરનું માર્કેટ બહુ મોટું છે. અમે લગભગ સાંજે છ વાગે એલ્પ્પી પહોચ્યા. 

એલ્લ્પીનું નામ અહી અલપ્પુઝા છે. આ સુંદર શહેર આમ તો દરિયાકિનારે આવેલ છે પરંતુ શહેરના પાછળના ભાગમાં ઘણી નદીઓ છે જે સમુદ્રને મળે છે. આ ભાગ બેક વોટર તરીકે ઓળખાય છે. આ નદીઓ વચ્ચે ઘણા ટાપુઓ બનેલા છે જ્યાં નાના નાના ગામડાઓ છે. આ ગામડાઓમાં રહેતા લોકો ચોખાની ખેતી કરે છે અથવા પર્યટકો માટે બોટ ચલાવે છે. 

અહી સૌથી મોટું આકર્ષણ હાઉસબોટમાં રહેવાનું છે. આ હાઉસબોટોમાં હોટલ જેવી જ બધી સુવિધા હોય છે, પાણીમાં તરતી હોટેલ કહી શકો. એમાં ૨૪ કલાક રહેવાનું અને આજુબાજુના સુંદર દ્રશ્યો જોવાના. આ ઉપરાંત સમુદ્ર બાજુમાં હોય એલેપ્પી બીચ છે.

આ બધા ફોટા અને વિડીઓ મેં મારી જાતે મોબાઈલથી લીધેલ છે. આવા બધા પ્લેસના ફોટા જોવા માટે મને  ઇન્સ્તાગ્રામ પર ફોલો કરો. => અહી ક્લિક કરો 



અમે હાઉસબોટના બદલે સમુદ્રકિનારે રહેવાનું નક્કી કર્યું અને બીજા દિવસે બોટ લઈને બેકવોટર ફરવા જવાનું રાખ્યું. સાંજે જ હોટેલ રાખીને સીધા બીચ પર ઉપડ્યા. બીચ પર પહોચ્યા ત્યાં સનસેટ થઇ ગયો હતો. ત્યાં થોડી વાર બેઠા અને ત્યાનું ફેમસ શરબત કુલુક્કી પીધું. એમાં લીંબુ શરબતમાં આદુ મરચા અને ફ્લેવર  જવું  બધું મિક્સ હોય. 

સવારે પહેલા બીચ પર નાહવા ગયા. પણ  ત્યાં દરીઓ બહુ ઊંડો હોઈ જઈ શકાય એમ નહોતું. થોડીવાર પગ પલાળીને વિટામીન D લઈને નીકળી ગયા. ત્યાંથી નાસ્તો કરીને  બેકવોટર  જવાનું નક્કી કર્યું. બસસ્ટેન્ડ પાસે જ એક દીનીશ કરીને યુવાન મળ્યો હતો. એની પાસે શિકારા બોટ હતી. અમે પ્રાઇવેટ શિકારા બોટમાં જ ૩ કલાક જવનું નક્કી કર્યું. બોટ અમને મળે એ પહેલા કલાક જેવો સમય હોય અમે માર્કેટમાં આંટો મારવાનું નક્કી કર્યું. માર્કેટ મોટાભાગે નોર્મલ ટાઉન માર્કેટ જેવું જ હતું. ગોલ્ડના  બહુ હાઈ-ફાઈ શો રૂમ હતા. ત્યાં પાસે જ મુલ્લાકલ મંદિર હતું, ત્યાં ચાલીને જ જવાનું નક્કી કર્યું.  અમે ગયા ત્યારે મંદિરમાં કૈક પૂજા ચાલતી હતી, વિદેશીઓ પણ હતા. મંદિર એકદમ સરસ હતું કોઈ પણ રોકટોક વગર શાંતિથી બેસી શકો કે આંટા મારી શકો. અહી અમને હાથી પણ જોવા મળ્યા. 






ત્યાંથી ઠંડુ પાણી ભરીને બેક વોટર માટે શિકારા બોટમાં નીકળી ગયા. શિકારા બોટ એકદમ મસ્ત હતી, ઉપર ઢાંકેલી અને અને સુતા સુતા આજુબાજુના દ્રશ્યો જોઈ શકાય એવી .


ત્યાં બેક વોટર નાળીયેરી અને બીજા વૃક્ષોને લીધે મસ્ત વ્યુ જોવા મળે ઉપરથી અવનવી હોળીઓ અને હાઉસબોટો પણ ખરી. 



ઘણા પક્ષીઓ પણ જોવા મળ્યા



આ ભાઈ આવીરીતે નાળીયેર ભેગા કરીને શહેરમાં લઈ જાય. ઘર વપરાશની બધી વસ્તુઓ પણ બોટમાં જ આવે.


એકદમ શાંતિ અને સુંદરતા. 



અમે શિકારા ચલાવનાર અંકલના ઘરે પણ ગયેલા. આવા જ કિનારા પર તેમનું ઘર હતું.


ત્યાં ઘણા ફલાવ વૃક્ષો પણ હતા. કેળા , નાળીયેર , પપૈયા અને બીજું કૈક આપણી બદામ જેવું અલગ હતું.

ત્યાંથી પૂરું કરી જમવા ગયા. ઓટોને બદલે  ચાલવાનું નક્કી કર્યું. સરપ્રાઈઝલી ત્યાં લીલા નાળીયેર બહુ મળતા જ નહોતા. અને મળ્યા એ બેંગલોરથી પણ મોંઘા હતા. ત્યાંથી હોટેલ પર ફ્રેશ થઈ બીચ તરફ ગયા. ત્યાં જ રસ્તમાં દીવાદાંડી દેખાણી. ત્યાં દીવાદાંડી પર ઉપર ટીકીટ લઈને જઈ શકાતું હતું. ઉપરથી આખા ટાઉનનો સુંદર વ્યુ આવતો હતો.





ત્યાંથી સાંજે સનસેટ જોવા બીચ પર ગયા. અહી શનિવાર હોય લોકલ ટાઉનના લોકો જ વધારે હતા. અમુક ફોરેનર્સ હતા.



આ બધા ફોટા અને વિડીઓ મેં મારી જાતે મોબાઈલથી લીધેલ છે. આવા બધા પ્લેસના ફોટા જોવા માટે મને  ઇન્સ્તાગ્રામ પર ફોલો કરો. => અહી ક્લિક કરો 

સાંજે અંધારું થયું ત્યાં સુધી ત્યાં જ બેઠા. પછી જમવા માટે ઉપડ્યા. જમીને હોટેલ ફ્રેશ થયો ત્યાં જ વરસાદ તુટી પડ્યો. સદભાગ્યે એક રીક્ષા મળી ગઈ. એને અમને બસ સ્ટોપ સુધીના ૮૦ કહ્યા પણ અમે ૬૦ માં ફિક્સ કર્યું. પણ ત્યાં પહોચ્યા ત્યારે ઓટોવાળાએ ૫૦ જ લીધા. !

જમવાનું ?

એલેપ્પીમાં અમે કઈ જમવાના ઓપ્શન શોધ્યા નહોતા. દરિયા કિનારે હોય અને મીઠું પાણી પણ બાજુમાં હોય ફીશ વધુ મળે. અમે એક પ્યોર વેજ હોટેલમાં બ્રેકફાસ્ટ કરવા ગયેલા. એ ત્યાની લોકલ પોપ્યુલર હતી. બ્રેકફાસ્ટ માં નીર ઢોસા અને પુટ્ટ ખાધેલું. બહુ જ ટેસ્ટી હતું. સાંજે પણ ત્યાં જ ગયેલા. સાંજે મસાલા ઢોસા અને નીર ઢોસા ફરીથી ખાધા.
જો કે ત્યાં જ આગળ જૈન મંદિર , વૈષ્ણવ હવેલી  પણ છે એટલે ગુજરતી પણ ત્યાં મળતું જ હશે.

ગુગલે બનાવી દીધેલો એલેપ્પી ટ્રીપનો આખો વિડીઓ -




અહી ક્લિક કરી બધી રખડપટ્ટીની પોસ્ટ વાંચી શકો છો .

(વધુ માહિતી માટે મને ફેસબુકઇન્સ્તાગ્રામ  કે ટવીટર પર ફોલો કરી મેસેજ કરી શકો :) )  

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.