મુન્નાર - કેરેલાનું સુંદર હિલ સ્ટેશન !

આ વખતે ગાંધીજયંતી અને શની-રવિની રજાઓમાં કેરેલા જવાનું નક્કી કર્યું. હંમેશાના નિયમ મુજબ વધુ સ્થળનાં લઇ પાંચ દિવસમાં ફક્ત ૨ જ સ્થળે ફરવાનું નક્કી કર્યું - મુન્નાર અને એલેપ્પી. આયોજનમાં ખાલી બેંગલોરથી મુન્નારની બસ બુક કરી બાકી બધું ત્યાં જઈને જ, ક્યાં સ્થળે કેટલા દિવસ રહેવું એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે જવું એ કઈ જ ફિક્સ નહિ, જ્યાં જેટલી મોજ આવે ત્યાં એટલું રહેવાનું. 


અહી બેંગલોરથી ઓફીસ ભરીને નીકળ્યા, અમારી બસના સમયે જ બહુ વરસાદ હતો તો પણ બસ સમયસર હતી. બસ ચાલુ થતા જ સુઈ ગયા, ઉઠ્યા ત્યાં કેરેલાના કોઈ ટાઉનમાં હતા. રસ્તો બનતો હોય અને વરસાદના લીધે અમુક ભાગ ધોવાઇ ગયો હોય , બસવાળાએ કહ્યું કે બસ ને બદલે અહીંથી જીપમાં લઇ જશું. જીપમાં ૮૦કિમિ મુન્નાર ઉપર પહોચતા ૨-૨.૩૦ કલાક લાગ્યા, હિલ સ્ટેશનનો એ ઝીગઝેગ રસ્તો અને આસપાસના દ્રશ્યો જોવાની મસ્ત મજા પડી. 

આ બધા ફોટા અને વિડીઓ મેં મારી જાતે મોબાઈલથી લીધેલ છે. આવા બધા પ્લેસના ફોટા જોવા માટે મને  ઇન્સ્તાગ્રામ પર ફોલો કરો. => અહી ક્લિક કરો 


ઉપર પહોચતા જ એક રીક્ષાવાળનો નબર હતો (જે હિન્દી સમજતો હતો)  એને ફોન કરી મુન્નારમાં ગયા અને હોટેલ બુક કરાવી. થોડું ફ્રેશ થઈને નજીકની હોટેલમાં જ લોકલ મિલ ખાવાનું નક્કી કર્યું. રાઈસ બે શાક , સંભાર , ચટણી અને રસમ ..

જમીને થોડો આરામ કરી મુન્નાર દર્શન માટે નીકળી ગયા. 

મુન્નારમાં જોવાલાયક સ્થળો આ પ્રમાણે છે
૧. ટોપ સ્ટેશન
૨. ઇકો પોઈન્ટ 
૩. મટ્ટપેટ્ટી ડેમ 
૪. કુંડલે લેઈક 
૫ . અનામુડી 
૬ . ઈરાવીકુલમ નેશનલ પાર્ક  
૭. ન્યાયમાકડુ વોટર ફોલ
૮.  થીમ પાર્ક્સ (એક્ટીવીટી માટે )
૯. સ્પાઈસ ગાર્ડન
૧૦ . ચા ના બગીચાઓ
૧૧ . સનસેટ પોઈન્ટ
૧૨ બાકી રસ્તમાં આવતા મસ્ત મસ્ત વ્યુ
૧૩ . સ્ટ્રોબેરી ફાર્મ
૧૪.   ડેરીફાર્મ 
૧૫. કોલુકુંમલાઈ.

અમે આમાંના મોટા ભાગના પ્લેસ ૨ દિવસમાં કવર કર્યા હતા. વરસાદના લીધે થીમ પાર્ક નહોતા ગયા. સ્ટ્રોબેરી ફાર્મ પણ હજુ પ્લાન્ટેશન થતું હોય, નહોતા ગયા. ડેરીફાર્મ બંધ હતું.  કોલુકુમલાઈ અલગ દિશામાં અલગથી જીપમાં જવું પડે એમ હોય , અમે જવાનું માંડી વળ્યું હતું. બાકી ૧૦-૧૨ મસ્ત સ્થળો જોયા. અમુક અગત્યના સ્થળ અને એમના વિષે માહિતી -

૧. ટોપ સ્ટેશન. 

ટોપ સ્ટેશન મુન્નારથી લગભગ ૩૫ કિલોમીટર છે. વચ્ચે ડેમ , ઇકો પોઈન્ટ , લેઈક વગેરે સ્થળો લઇ શકો.  અહીંથી તમે તમિલનાડુની પર્વતમાળા જોઈ શકો. બહુ જ સરસ વ્યુ છે, તમે એકાદ કિલોમીટર જેટલું સૌથી ઉચા પર્વત પર જ  ટ્રેક કરીને જઈ શકો . ધુમ્મસના લીધે થોડી વાર જ અમે નજરો જોઈ શક્યા. ઘણા લોકો અહી રાત્રે ટેન્ટમાં રહેવાનું પણ પસંદ કરે છે. (અમે નક્કી કર્યું હતું પણ વરસાદના લીધે કેન્સલ કરવું પડ્યું).૨. ઇકો પોઈન્ટ 


અહી નદી છે અને સામેની બાજુ મસ્ત જંગલ છે. બાકી ફોટા જ બધું કહી દેશે. ૩. મટ્ટપેટ્ટી ડેમ 


આ ડેમ હિલ સ્ટેશન પર બાંધેલ હોય ખુબ જ ઊંડો છે અને મસ્ત વ્યુ છે. અહી ફોટા કરતા એમ જ જોવામાં વધુ મજા છે. 


૪. કુંડલે લેઈક 

અહી બોટિંગ કરવું હોય તો પણ ઓપ્શન છે 

અહીંથી આગળ એક એલીફન્ટ પોઈન્ટ છે ત્યાં ઘણી વખત હાથીઓ દેખાય જાય છે અને ડેરીફાર્મ છે જ્યાં સ્વીઝ્ર્લેન્દટાઈપ ફાર્મ છે. એલીફન્ટ રાઈડ માટે પણ એક સ્થળ છે પણ અત્યારે કૈક પ્રોબ્લેમના લીધે એ બંધ છે. 

૫. હની-બી ટ્રી

આ વૃક્ષ એકદમ અચરજ પમાડે એવું છે.  આખા વૃક્ષ પર મધપૂડા જ મધપૂડા. અને ઘણા બધા પક્ષીઓ (મોટા ભાગના ચકલી જેવા કદાચ હની ઈટર કે બી ઈટર હશે ). આ વૃક્ષ રસ્તાની બાજુમાં જ હતું. ફોટો કદાચ ઝૂમ કરીને જોવો પડશે.


6. ઈરાવીકુલમ નેશનલ પાર્ક  - અનામુડી 

આ સ્થળ મુન્નારથી લગભગ ૧૭ કિમી છે. અહીંથી ગવર્ન્મેન્ટ બસમાં સાઈટ સીઈંગ માટે અનામુડી શિખર પર લઇ જાય છે. આ શિખરનો ઈતિહાસ ઘણો રોચક છે. અહી તાહર કરીને બકરી જેવું પ્રાણી જોવા મળે છે. અંગ્રેજો વખતે એમનો શિકાર કરવાની રમતો રમતી પછીથી એને અભયારણ્ય જાહેર કર્યું. (જો કે હવે બહુ ઓછા બચ્યા છે.) . બીજું અહી દર બાર વરસે બ્લુ કલરના ફૂલ આવે છે ત્યારે આખી વેલી એકદમ મસ્ત હોય છે. અહી બસ ઉપર સુધી લઈ જાય છે પછી એકાદ કિલોમીટરનું ટ્રેકિંગ છે. ચોમાસું હોય રસ્તામાં ઘણા વોટરફોલ જોવા મળે છે.

  


૭. ન્યાયમાકડુ વોટર ફોલ  
આ વોટરફોલ પાર્કની બાજુમાં જ છે. પણ જંગલની અંદર છે તો ત્યાં સુધી જવું રિસ્કી છે. ચોમાસામાં તો જઈ શકાય એમ જ નથી હોતું. પણ રસ્તા પરથી તમે ફોલ જોઈ શકો છો.

૮. સનસેટ પોઈન્ટ

૯. ટી ગાર્ડનસ

જો કે આખું મુન્નાર ટી ગાર્ડનથી છવાયેલું છે. પણ અમુક અમુક જગ્યા એ મસ્ત વ્યુ હોય છે. અમુકમાં તમે અંદર પણ જઈ શકો છો. ૧૦ વોટર ફોલ્સ

મુન્નારમાં આમ તો ઘણા વોટરફોલ્સ છે, ચોમાસામાં તો રસ્તાની બાજુમાં ય મળી જાય. આ ઉપરાંત ચેકડેમ , નાના પાણીના ઝરા વગેરે મસ્ત છે.


  
આ બધા મુન્નારના મુખ્ય સ્થળો છે. આ ઉપરાંત સ્પાઈસ ગાર્ડન કે જ્યાં ઔષધીય વનસ્પતિઓ છે. એ લોકો એમના વિષે માર્ગદર્શન આપે છે. ત્યાંથી તમે આયુર્વેદિક દવાઓ અને ઓર્ગેનિક મસાલા લઇ શકો છો (થોડું મોંઘુ લાગ્યું તો ય થોડું લીધું ). આ ઉપરાંત એક બોટનિક ગાર્ડન છે જ્યાં ફળાવ વૃક્ષો, ઘરના કુંડામાં વાવી શકાય એવા બાગાયતી થોર , વેલ, છોડ વગેરે  છે અને એમના બીજ પણ મળે છે. 

જમવાનું ?
મોટાભાગના ગુજરાતી લોકોને ત્યાં જમવાના પ્રોબ્લેમ પડે છે. જો કે મુન્નાર ટાઉનમાં ઘણી બધી ગુજરાતીમાં બોર્ડ લખેલ હોટેલ જોય. પણ અમે ત્યાનું સ્થાનિક મિલ જ ખાધું. ત્યાની રાઈસ થાળી, કેરેલા પરાઠા , કોઠું પરાઠા , ઢોસા, વડા , કર્ડ રાઈસ વગેરે ટ્રાય કરવામાં ખોટું નહિ . અમે ત્યાના લોકોને પૂછીને જે ફેમસ હોય અને સારી હોટેલ હોય ત્યાં જઈ જઈને ખાધું અને ભાવ્યું પણ ખરા. 


આ બધા ફોટા અને વિડીઓ મેં મારી જાતે મોબાઈલથી લીધેલ છે. આવા બધા પ્લેસના ફોટા જોવા માટે મને  ઇન્સ્તાગ્રામ પર ફોલો કરો. => અહી ક્લિક કરો 

અહી ક્લિક કરી બધી રખડપટ્ટીની પોસ્ટ વાંચી શકો છો .

(વધુ માહિતી માટે મને ફેસબુક, ઇન્સ્તાગ્રામ  કે ટવીટર પર ફોલો કરી મેસેજ કરી શકો :) )  

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.